શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

Published: 9th December, 2012 07:38 IST

તમારા પ્રિયજનને ભરોસો આપો કે જ્યારે પણ તમને જરૂર હશે ત્યારે તમે તેમની મદદ માટે તૈયાર જ છો. ગણેશજી ખાતરી આપે છે કે એક સારા સમચાર તમારી રાહ જોઈ રહ્યા છે. આરામ અને કામ વચ્ચે સંતુલન જાળવતાં શીખી જાઓ.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


કંઈક યોગ્ય નથી થઈ રહ્યું એવી લાગણી તમને જપવા નહીં દે અને સતત તમે દોડધામમાં રહેશો. એમ ગણેશજી જણાવે છે. આજે તમે કેટલાક સામાજિક પ્રસંગોમાં હાજરી આપશો અને વિવિધ સ્તરના લોકો સાથે તમારી મુલાકાત થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


પોતાની જાતને સક્ષમ સાબિત કરવાની તમારી જીદને કારણે આજે તમે આખો દિવસ સક્રિય રહેશો. જોકે તમારી મહેનતને અનુરૂપ વળતર તમને ન પણ મળે. એનાથી ગભરાશો નહીં એવી સલાહ ગણેશજી આપે છે અને તમારું કામ શ્રેષ્ઠ રીતે જ કરતા રહેજો એમ પણ કહે છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમારી ડાયરીમાં ફૅમિલી ડે તરીકે નોંધી રાખો. તમારા પ્રિયજન અને ફૅમિલી સાથે દિવસ વિતાવો. ગણેશજી ખાતરી આપે છે કે તમે એને ભરપૂર એન્જૉય કરશો. દિલની નજીક હોય એવા લોકો સાથેનો નાતો ગાઢ બનાવવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા પ્રિયજનને ભરોસો આપો કે જ્યારે પણ તમને જરૂર હશે ત્યારે તમે તેમની મદદ માટે તૈયાર જ છો. ગણેશજી ખાતરી આપે છે કે એક સારા સમચાર તમારી રાહ જોઈ રહ્યા છે. આરામ અને કામ વચ્ચે સંતુલન જાળવતાં શીખી જાઓ.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી કહે છે કે તમને ગમતી ન હોય એવી ઘટનાઓ તમારા સ્પિરિટને ડાઉન ન કરી દે એનું ધ્યાન રાખજો. ખૂબ સાવચેત રહેજો તો તમને જરાય વાંધો નહીં આવે એમ ગણેશજી કહે છે. તમારા સિનિયર સાથે વાત કરશો અને તેમની મહામૂલી સલાહ મેળવશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારા કામની કદર અને પ્રશંસાને કારણે તમે ખૂબ સારું ફીલ કરશો. આજે તમારો ભગવાન પરનો ભરોસો મજબૂત થશે, કારણ કે અત્યાર સુધી તમે ફાળવેલી મહેનત રંગ લાવી. આજે તમારાથી બનતો બેસ્ટ પફોર્મન્સ તમે આપશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા અંગત જીવનમાં અકલ્પનીય પરિવર્તનો આવવાનાં છે. જોકે ગણેશજી ખાતરી આપે છે કે એ બધા જ ફેરફારો સારા માટે જ છે. તમારા જીવનમાં સ્પેશ્યલ સ્થાન ધરાવતા એક સંબંધને આજે ખૂબ ધ્યાન આપશો એને પોષણ આપશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે જે ઊંચા ગજાનાં મૂલ્યોને પકડીને ચાલી રહ્યા છો એમાં પણ તમને મળતી સફળતા સાબિત કરશે કે આ જમાનામાં પણ આ મૂલ્યોએ પોતાનું મહત્વ ગુમાવ્યું નથી. ખૂબ સરસ. ફાઇનૅન્સ અને ઇન્વેસ્ટમેન્ટને લગતી બાબતો પર આજે સ્પેશ્યલ ફોકસ આપશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે ખૂબ જ મક્કમ અને મોટિવેટેડ છો. માટે તમે બનાવેલી યોજનાઓને આગળ વધારવાનું બહુ મુશ્કેલ નહીં નીવડે. ગુડ લક. આગળ વધતાં પહેલાં એક નજર પાછળ કરો અને બોલતા પહેલાં વિચારો. આ નિયમને જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


કેટલાક લોકોના બદ્ઇરાદા તમને નીચા પાડવા માટે પૂરતા છે. છતાં જરાય ચિંતા કરવાની જરૂર નથી. ગણેશજી તમારી સાથે છે જ. હંમેશા સ્ટ્રૉન્ગ અને પૉઝિટિવ રહેવું અને એક ક્ષણ માટે પણ તમારો આત્મવિશ્વાસ હેઠો ન પડે એનું ધ્યાન રાખવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


અત્યારે આનંદ મનાવવાનો દિવસ છે. કારકર્દિીમાં તમને મળેલી તકનો ભરપૂર લાભ ઉઠાવજો અને તમારી જાતને શ્રેષ્ઠ સાબિત કરી બતાવજો. તટસ્થ રીતે બધા જ વિવાદોને દૂર કરીને પછી આગળ વધજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


લાગણીઓને લગતી અને હૃદય સાથે સંકળાયેલી વાતોમાં જ વ્યસ્ત રહેશો. જોકે એને પણ ભરપૂર એન્જૉય કરશો. તમારા ઘરમાં બધી જ નવી વસ્તુઓ લાવવાનું ઘેલું તમને લાગ્યું છે માટે ખર્ચ પર થોડો કન્ટ્રોલ રાખજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK