શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

Published: 9th October, 2014 03:07 IST

આજે તમે વધુ પડતા આત્મવિશ્વાસી બની જાઓ એવી શક્યતા છે. પોતાનું જ મહત્વ વધારે આંકવાને લીધે તમે અન્યોનાં મંતવ્યોની ઉપેક્ષા કરશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે વધુ પડતા આત્મવિશ્વાસી બની જાઓ એવી શક્યતા છે. પોતાનું જ મહત્વ વધારે આંકવાને લીધે તમે અન્યોનાં મંતવ્યોની ઉપેક્ષા કરશો. તમારે આ માનસિક સ્થિતિને તાત્કાલિક બદલી નાખવાની જરૂર છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે નસીબને દોષ આપીને બેસી રહેશો. જોકે તમારે યાદ રાખવું ઘટે કે તમે નિષ્ઠાપૂર્વક અને સમર્પણભાવથી પ્રયાસ નહીં કરો ત્યાં સુધી તમે વધુ કંઈ હાંસલ કરી નહીં શકો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે પોતાના વિચારોને અમલમાં મૂકવા અધીરા બની જશો. તમને બધી બાજુએથી પૂરતો સહકાર મળવાને લીધે તમારાં આયોજનો સફળ થાય એવા સંજોગો છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


જે જાતકો બિલ્ડર હશે અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં હશે તેમને આજે ભરપૂર લાભ થવાના યોગ છે. અન્ય વ્યવસાયના લોકો પોતાની અદભુત કામગીરીથી સૌને પ્રભાવિત કરી દેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના ગ્રહમાન દર્શાવે છે કે તમે જો ગુસ્સાને કાબૂમાં નહીં રાખો તો સહયોગીઓ સાથે તથા પરિવારજનો સાથે નાની-નાની બાબતોમાં અણબનાવ થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે પોતાની નોકરીથી સંતુક્ટ હશો, પરંતુ આર્થિક પરિસ્થિતિ ચિંતા ઉપજાવનારી છે, કારણ કે તમે પરિવારજનોને તમામ સુખ-સુવિધાઓ આપી શકતા નથી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે કોઈક કારણસર તમને હતાશા ઘેરી વળશે, પરંતુ સાંજ પડ્યે તમારાં સંતાનોને લીધે તમને ભરપૂર સુખનો અનુભવ થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


જો એક જ પ્રકારના કામકાજને લીધે તમને કંટાળો જણાતો હોય તો તમારે બ્રેક લઈ લેવાની જરૂર છે. સાંજના સમયે મિત્રોના સંગાથે રહેવાથી તમને સારું લાગશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ એકદમ અનુકૂળ છે. તમને અણધાર્યા સ્રોતોમાંથી ધનલાભ થશે અને સાથે-સાથે તમારી વ્યવસાયી પ્રતિષ્ઠા પણ વધશે. તમારે આરોગ્યની કાળજી રાખવાની જરૂર છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારો ઉત્સાહ નવી ઊંચાઈઓ આંબશે, કારણ કે તમારી આસપાસ નવી ઘટનાઓ બનશે. આવા સંજોગોમાં તમારા જીવનમાં કંટાળાને કોઈ જ સ્થાન નહીં રહે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે નસીબની દેવી તમારો ભરપૂર સાથ આપશે. તમારી આસપાસના લોકો તમને સુખ પમાડશે. આ અનુકૂળ સમયનો ભરપૂર લાભ લઈ લેવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. તમારે સામાજિક મેળાવડામાં કે પાર્ટીઓમાં જવાનું થશે. આજે તમારે સ્ટૉક માર્કેટથી બાર ગાઉ છેટા જ રહેવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK