શું કહે છે તમારી આજની રાશિ?

Published: 8th December, 2012 08:11 IST

આજે આખો દિવસ તમને દરેક કામમાં કંટાળો જ આવશે. આળસને કારણે એકેય કામ પૂરાં કરવાનું મન નહીં થાય. જોકે આજે ઑફિસમાં થોડી હળવાશ છે માટે ખાસ વાંધો નહીં આવે. પ્રવાસને લગતો ખર્ચ થાય એવું કાર્ડમાં દર્શાવ્યું છે.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારું નસીબ અને સખત મહેનતને કારણે આજે તમે જે ધાર્યું હશે એ જ થશે, એવી ગણેશજી આગાહી કરે છે. તમારી કારકર્દિીમાં પણ સુધારો થશે અને તમારા બૅન્ક બૅલેન્સમાં પણ વધારો થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


એક જ ઘરેડમાં આગળ વધી રહેલું તમારું જીવન હવે બદલાવ ઝંખે છે. હવે એને રિચાર્જ કરવા માટે એક મસ્ત મજાનો બ્રેક લઈ લો. ગણેશજી જોઈ રહ્યા છે કે તમારા પરિવારજનો સાથે મળીને એકાદો પિકનિકનો પ્લાન બનાવો તો કોઈ અડચણ નહીં આવે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારા પરિવાર સાથે આજે તમારો દિવસ ખૂબ સારો જશે. ગણેશજી કહે છે કે સુખી દામ્પત્યની સાચી વ્યાખ્યાનો તમને આજે અનુભવ થશે. બાળકો સાથે ખૂબ મજા આવશે, અભ્યાસ કરતા હોય એવા લોકોનું એક્ઝામમાં સારું પરિણામ આવશે. ગમે એ થાય તમને ખુશાલી મનાવવાનું શ્રેષ્ઠ કારણ મળશે. 

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે આખો દિવસ તમને દરેક કામમાં કંટાળો જ આવશે. આળસને કારણે એકેય કામ પૂરાં કરવાનું મન નહીં થાય. જોકે આજે ઑફિસમાં થોડી હળવાશ છે માટે ખાસ વાંધો નહીં આવે. પ્રવાસને લગતો ખર્ચ થાય એવું કાર્ડમાં દર્શાવ્યું છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે ખૂબ સરસ રીતે ટાઇમ મૅનેજમેન્ટ કરી શકશો. ગણેશજી કહે છે કે તમારા પ્લાનિંગ મુજબ કામ કરવું હોય તો ખૂબ બધું ડેડિકેશન અને કમિટમેન્ટની જરૂર હોય છે. આજે તમારા હેલ્થ અને ડાયટને લગતા ઇશ્યુ પર પણ ધ્યાન આપશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગ્રહો જોકે આજે તમારી ફેવરમાં છે. માટે જ જૂનાં કામ બંધ કરીને હવે નવાં કામો શરૂ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. બાળકો સાથે આનંદ વહેંચવાથી એ બમણો થઈ જાય છે. આજે સાંજે તમે જોરદાર પાર્ટી કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી જણાવે છે કે આજે તમે માત્ર અંગત જીવન તરફ જ ધ્યાન આપશો. તમારા જીવનસાથી અને બાળકો સાથે તમે ક્વૉલિટી ટાઇમ વિતાવશો. તમે કદાચ તેમને શૉપિંગ પર પણ લઈ જાઓ. એનાથી તમારા વચ્ચેનું બૉન્ડિંગ મજબૂત થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે પોતાની જાતને સતત મોટિવેટેડ રાખવાની કોશિશ કરજો. જેનાથી તમારા ક્રીએટિવ આઇડિયાઝ વેસ્ટ ન જાય. તમારી લાઇફમાં આજે કેટલીક અવ્યવસ્થા ઊભી થશે. જોકે તમે પોતે ખૂબ સેલ્ફ ડિસિપ્લિનમાં માનો છો માટે બધું સમું પાડતાં તમને વધુ વાર નહીં લાગે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કોઈ પણ મહત્વનો નિર્ણય લેતાં પહેલાં એની સારી અને ખરાબ બન્ને બાજુઓનો બરાબર વિચાર કરીને પછી આગળ વધજો, એવી ગણેશજીની તમને સલાહ છે તેમ જ નિર્ણય લીધા પછી શાંત રહેજો, કારણ કે એની તમારા જીવન પર બહુ ઊંડી અસર પડવાની છે.

 કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ તમારા માટે ખૂબ ખાસ બનવાનો છે, કારણ કે આજે તમે તમારા થનારા લાઇફ પાર્ટનરને મળશો. તમે થોડો ટાઇમ તમારા નજીકના લોકો સાથે પણ પસાર કરશો. કેટલીક આધ્યાત્મિક ઍક્ટિવિટીમાં પણ તમે આજે રસ લેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમને સોંપવામાં આવેલા દરેક ટાસ્કને તમે બેસ્ટ રીતે પફોર્મ કરી શકશો. તેમ છતાં તમે તમારા બૉસને તો સૅટિસ્ફાય નહીં જ કરી શકો. જોકે એમાં બહુ ડરવાની જરૂર નથી, તમે તમારી કોશિશ જારી રાખજો. સાંજે તમારા પ્રિયજન તમારા મૂડને સારો કરી દેશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારા જીવનસાથી સાથે કેટલીક ગેરસમજ ઊભી થશે. માટે ગણેશજીની સલાહ છે કે બને ત્યાં સુધી એની સાથે ખુલ્લા દિલે વાત કરજો. આજની સાંજ તમારા માટે ખૂબ ખુશહાલ છે. માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK