ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

Published: Oct 07, 2014, 03:01 IST

આજે તમે કોઈની પણ મદદ વગર ફક્ત જાતમહેનતથી તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે કોઈની પણ મદદ વગર ફક્ત જાતમહેનતથી તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. તમે રિફ્રેશર કોર્સમાં જોડાશો તો સારું રહેશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ તમારા માટે દરેક મોરચે સરળ રહેશે. તમારે આકરી મહેનત કરવી નહીં પડે, છતાં માનસિક રીતે તમે થાકી જશો. મેડિટેશન કરવાથી આ માનસિક તાણ દૂર થશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ અંગત કે વ્યવસાયી કામસર પ્રવાસ કરવા માટે શુકનિયાળ છે. સાંજના સમયે તમને એકલા રહેવાનું ગમશે, તેથી તમારે એકાંત સાધી લેવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે બીજું બધું બાજુએ રાખીને ફક્ત વ્યવસાયી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમને તમારી નિષ્ઠા અને મહેનત બદલ ઉપરીઓ પાસેથી શિરપાવ મળે એવી શક્યતા છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારું શરીર ઑફિસમાં હશે, પણ તમારું મન અન્યત્ર ભટકતું રહેશે. તમે સાંજના સમયે સ્વજનો સાથે ક્યાં જવું તેના વિચાર કરતા હશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે પોતાની વર્તણૂકમાં સાવધાની રાખવી આવશ્યક છે. અજાણતાં જ એક પણ ખોટું પગલું ભરવાથી તમારી મૈત્રીને નુકસાન થઈ શકે છે. કાનૂની બાબતોમાં તમારે અદાલતની બહાર આપસી સમજૂતી કરી લેવી. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે પોતાના વ્યક્તિત્વના નિખાર માટે તથા જ્ઞાન વધારવા માટે કોઈ પણ કચાશ નહીં રાખો. નાના-નાના મુદ્દે તમારું મગજ ખિન્ન થાય નહીં તેની તકેદારી રાખવી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે કોઈ અજાણી વ્યક્તિ તમને તમારાં લક્ષ્યો સિદ્ધ કરવામાં મદદરૂપ થશે તેનો તમને અતિશય હર્ષ થશે. પ્રિયકર સાથે ઉત્કટતાપૂર્ણ સમય પસાર કરવા મળે એવી શક્યતા છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજના ગ્રહમાન તમારી તરફેણમાં છે છતાં તમારે કોઈ જોખમ લેવું નહીં અથવા વધારે પડતો શારીરિક શ્રમ કરવો નહીં કારણ કે એનાથી તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ નવો પ્રોજેક્ટ શરૂ કરવા કે નવું વેપારી સાહસ કરવા માટે અતિશય શુભ છે. જો તમે પ્રોફેશનલ હો તો તમારા ઉપરીઓ દ્વારા થનારી કદર તમને ઘણી મદદરૂપ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે થોડા વખતથી પુષ્કળ મહેનત કરી રહ્યા હોવાથી તમારે ધીમા પડવાની અને પોતાની સ્થિતિનું આકલન કરવાની જરૂર છે. ખાસ તો તમારે શારીરિક ક્ષમતાને વધારવાની આવશ્યકતા છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ તમારા સતત બદલાતા જતા મૂડને ઠીક કરવામાં પસાર થશે. જોકે દિવસના અંતે બધું થાળે પડી જશે અને તમને ઘણી રાહત અનુભવાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK