જુઓ તમારી આજની રાશિ

Published: Nov 06, 2014, 03:39 IST

આજે તમારા તેજસ્વી વિચારોને લીધે વ્યવસાયમાં તમારી પ્રતિષ્ઠા વધશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારા તેજસ્વી વિચારોને લીધે વ્યવસાયમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તરત જ આવું થાય એ જરૂરી નથી. વહેલી-મોડી તમારી ખ્યાતિ ચોક્કસ વધશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારે ચિત્ત શાંત અને શીતળ રાખીને રહેવું તથા કોઈના પર વર્ચસ જમાવવું નહીં કે આક્રમક બનવું નહીં. આજે ગ્રહમાન અનુકૂળ ન હોવાથી કંઈ પણ નવું કરવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે કામમાં ચોકસાઈ રાખી શકો એ માટે તમારામાં પૂરતી શક્તિ હોવી જરૂરી છે. તમારે પોતાના વિશે જાગરૂકતા કેળવવાની તથા એકાગ્રતા સાધવા માટે ચિંતન કરવાની પણ જરૂર છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


નવા મિત્રો બનાવવા માટે તથા તમામ ચિંતાઓને ભૂલી જવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પોતાને ઘણું ફાવે છે એ મિત્રો સાથે તમે સરસ મજાનો સમય વિતાવી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારામાં છુપાઈને બેઠેલો શિક્ષક બહાર આવશે. પોતાનાં હોય કે બીજાનાં હોય, બાળકોને શીખવવાનું કેટલું અઘરું છે અને સાથે-સાથે એમાં આનંદ પણ ઘણો આવે છે એ તમને સમજાઈ જશે. દિવસના અંતે તમારામાં ખુમારી પ્રગટ થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે ભૂતકાળમાં કરેલી સખત મહેનતનાં ફળ આજે મળશે. તમને કોઈનાથી ઊતરતા બનવાનું નહીં ગમે અને તમે પોતાનું કામ કરાવવા માટે સત્તાનો ઉપયોગ કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


બાળકો સાથે સંભાળીને વર્તવું, કારણ કે તેઓ તમારી ઢીલનો ગેરલાભ લેવાનો પ્રયાસ કરે એવી શક્યતા છે. તમે આર્થિક બાબતોમાં થોડું જોખમ ખેડવાનું પસંદ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે ખિન્નતાભર્યા દિવસે તમારું મન નકારાત્મકતાથી ઘેરાઈ જશે અને તમને નિરાશા વર્તાશે. તમારે ઉત્સાહ વધારવા માટે એવા મિત્રોનો સંગાથ કરવો જેઓ સકારાત્મક વલણ ધરાવતા હોય.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારે પોતાની ક્ષમતાઓ વિશે ગાજાંવાજાં કરવાનું તો ઠીક, કોઈને એના વિશે વાત કરવાની પણ જરૂર નથી; કારણ કે તમારું કામ જ બોલશે. તમારે ક્યાંય કચાશ રહી જાય નહીં એનું ધ્યાન રાખવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારા જીવનમાં ઘણી ઘટનાઓ બનશે અને તમે પોતાના પર વધી ગયેલા કામકાજના બોજને દૂર કરવામાં દિવસ વિતાવશો. સાંજના સમયે તમે મોકળા મને વાતચીત કરશો તેથી તમને રાહત અનુભવાશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારું રાબેતા મુજબનું કામકાજ કોઈ પણ પ્રકારના વધારે શ્રમ વગર પૂરું થતું હોવાથી આજે તમે લાંબા ગાળાનાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમને લાગશે કે તમે ઘણી મહેનત કરી હોવાથી જોરદાર પાર્ટી કરવાનો તમારો હક છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે સ્વયંસુધારણા પર લક્ષ આપશો અને એના માટે સેમિનાર કે વર્કશૉપમાં જાઓ એવી શક્યતા છે. સાંજનો સમય તમે પરિવારજનો સાથે સારી રીતે વિતાવશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK