એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)
કેટલાક સંબંધોને લઈને તમે થોડા વધુ ગંભીર બનશો, કારણ કે હવે તમે લાંબા ગાળાની સુરક્ષાનો વિચાર કરી રહ્યા છો. જેને કારણે તમે થોડો સ્ટ્રેસ પણ અનુભવશો અને એકલતાનો અનુભવ પણ થશે.
ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)
ભલે આજે કેટલાં પણ કૉમ્પ્લિકેશન્સ ઊભાં થાય તમારે એને ખૂબ સમજણ અને ચતુરાઈપૂર્વક હૅન્ડલ કરવાનાં છે. એ માટે તમારે ખૂબ જ સતર્ક અને તમારા કામમાં કમ્પ્લીટ ફોકસ રહેવું પડશે.
જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)
ગણેશજી જણાવે છે કે તમને તમારી જાત માટે બિલકુલ સમય નથી મળી રહ્યો અને એ બહુ સારી વાત નથી જ. તમારા પ્રિયજનોની ડિમાન્ડ પૂરી કરવામાં તમે અટવાઈ ગયા છો. જોકે તમારી મહેનત એળે તો નહીં જ જાય એટલો વિશ્વાસ રાખજો.
કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)
ગણેશજી જણાવે છે કે આજનો તમારા દિવસ અનેક સાનંદાાયોર્ સાથે પસાર થશે. તમારા જીવનસાથી સાથેનો તમારો રોમૅન્ટિક સંબંધ સોળે કળાએ ખીલેલો નજરે પડશે. તમે ખૂબ જ ખુશ અને સંતુષ્ટીની લાગણી અનુભવશો.
લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)
નાણાકીય લાભ તમારા કાર્ડમાં છે એટલે જો તમે સ્ટૉક માર્કેટમાં રોકાણ કર્યું હોય તો આજે એમાંથી સારું એવું રિટર્ન મળે એવી શક્યતા છે. જોકે આજે મોટો ખર્ચ થાય એવી પણ શક્યતા છે.
વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)
આજે તમારી અંગત સમસ્યાઓ તરફ જ એટલું ધ્યાન વહેંચાયેલું રહેશે કે તમને કામ માટે વિચારવાનો સમય જ નહીં મળે. ગણેશજી જણાવે છે કે સાંજના સમયે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો.
લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)
જો તમે તમારા ઘરમાં નવું ફર્નિચર કરાવવાનું વિચારતા હો તો આજે શ્રેષ્ઠ દવસ છે એમ ગણેશજી સજેસ્ટ કરે છે. તમારા પ્રયત્નોને તમારા ઘરમાં આવનારા મહેમાનો પણ અપ્રિશિએટ કરશે. સાંજે એક નાનકડી પિકનિક પ્લાન કરજો.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)
તમારા જીવનમાં આવેલી મૉનોટોનીને કારણે તમે અકળાઈ જશો, એમ ગણેશજી ઉમેરે છે. આ બધામાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે કે એક સાંજ તમારા પ્રિયજન સાથે મનગમતી રેસ્ટોરાંમાં વિતાવો.
સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)
આજે કેટલીક મુશ્કેલીભરી પરિસ્થિતિ નિર્માણ થવાની છે માટે ગણેશજી તમને ઍડવાઇઝ આપે છે કે ઊઠો અને સામે ફાઇટ કરો. તમારામાં એ ક્ષમતા અને છે કે તમે દરેક પરિસ્થિતિમાં જીતી શકો છો.
કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)
આજે તમે ઓવરલિમિટ ઇમોશનલ થઈ ગયા છો. એને લીધે તમે હર્ટ જ ફીલ કરશો માટે વધુ વિચારવાનું છોડી દો અને રિલૅક્સ રહો. ગણેશજીની સલાહ છે કે આજે હૃદયથી વિચારશો નહીં.
ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)
આજે તમારી ક્ષમતાને સાબિત કરવા માટે તમે બેહિસાબ ઉત્સાહ અને એનર્જી સાથે કામ કરશો, એવું ગણેશજી જોઈ રહ્યા છે. આજે તમે તમારી સાથે બીજા અનેક લોકોના જીવનના ઉત્કર્ષ માટે મહેનત કરશો.
પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)
ગણેશજી જોઈ રહ્યા છે કે આજે તમે ફિલોસૉફિકલ વિચારોને કારણે ખૂબ જ પ્રિ-ઑક્યુપાઇડ છો. જોકે એને લીધે તમારા કામને જરાય આંચ નહીં આવે, કારણ કે તમારા આત્મવિશ્વાસને કારણે જ તમે બધું પાર પાડી શકશો.
સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
17th January, 2021 08:03 ISTસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
10th January, 2021 07:52 ISTધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ
8th January, 2021 14:07 ISTJanuary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
3rd January, 2021 10:15 IST