ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

Published: 3rd November, 2014 03:36 IST

ભગવાને તમને આપેલી બક્ષિસોનું મહત્વ આજે તમને સમજાશે અને તમે આસપાસના લોકો સાથે એની વહેંચણી કરશો.       એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ભગવાને તમને આપેલી બક્ષિસોનું મહત્વ આજે તમને સમજાશે અને તમે આસપાસના લોકો સાથે એની વહેંચણી કરશો.       

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે મિત્રો કે સહયોગીઓમાં વિશ્વાસ મૂકી શકતા ન હોવાથી બધું જ કામ જાતે કરવાની કોશિશ કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


રાબેતા મુજબનાં કાર્યો કરવાના કંટાળાને લીધે આજે તમને હતાશા વર્તાશે. આથી જીવનમાં રોમાંચ વધે એ માટે કંઈક નવું કરવાનો વિચાર કરવો પડશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમને વિદેશથી ઉત્સાહવર્ધક સમાચાર મળવાની સંભાવના છે. શક્ય છે કે તમારી ઇચ્છા મુજબની વિદ્યાપીઠમાં તમને પ્રવેશ મળ્યાનો પત્ર મળે અથવા તો સંબંધી તમને વિદેશ બોલાવતા હોય.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારે અનેક પ્રશ્નો હાથ ધરવાના આવશે તેથી તમારે ગુસ્સા પર કાબૂ રાખવાનો પ્રયાસ કરવો. સવારના સમયે તમારો મૂડ વારંવાર બદલાયા કરશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ રોમૅન્સથી ભરેલો છે અને વિજાતીય વ્યક્તિ સાથે તમારી મુલાકાત થવાના યોગ છે. તમે તેમની સાથે ગાઢ સંબંધ વિકસાવો એવી શક્યતા છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારામાં ઊર્જા‍નો ઊભરો આવશે અને તમને બધાં જ કામ નાનાં લાગશે. અમુક બાબતે સ્પક્ટતા કરવા માટે તમારે કોઈકની મદદ લેવાની જરૂર પડશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારી કંપનીના ઉપરીઓ તમે કરેલી સખત મહેનત બદલ તમારી પ્રશંસા કરશે. તેઓ તમને બઢતી કે પગારવધારો આપે એવી સંભાવના છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે જ્યાં જશો ત્યાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશો. તમારી મુલાકાત એક વિશિક્ટ વ્યક્તિ સાથે થશે અને તેમની સાથે લાંબા સમયનો સંબંધ સ્થપાશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમામ મોરચે નસીબ તમારો સાથ આપશે, પરંતુ તમારે ફક્ત એના પર નર્ભિર રહેવું નહીં. તમારે અન્યોનો પણ વિચાર કરવો અને સફળતાનાં ફળ તમારા સહયોગીઓને પણ ચાખવા મળે કંઈક કરવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા જે ઘણા બધા મિત્રો છે તેઓ આજે તમારી સામેના પેચીદા પ્રશ્નોનો હલ લાવવામાં મદદરૂપ થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે આર્થિક પ્રશ્નો તમને ચિંતા કરાવે એવી શક્યતા છે. તમે પોતાની આવક વધારવા માટેના વિકલ્પો વિશે આખો દિવસ વિચાર કર્યા કરશો. તમારા મિત્રો તમને મદદરૂપ થાય એવી શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK