કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો તમારી રાશિ

Published: 1st September, 2012 09:19 IST

આજે તમારો દિવસ થોડી ખુશી થોડો ગમ જેવો હશે, એમ ગણેશજી જણાવે છે.

 

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમને બ્રહ્માંડ અને ઈશ્વર સાથે ગાઢ કનેક્શનનો અહેસાસ થશે. સદાય ખેલદિલીમાં માનતા લોકો સાથેનો તમારો પ્રેમ હજી ફૂલશે-ફાલશે તેમ જ તેમના માટે આજે તમે કલ્પનાબહાર ખર્ચ કરશો, એમ ગણેશજી કહે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમે થોડા ચિંતિત રહેશો, એવું ગણેશજીને લાગે છે. જોકે કામના સ્થળે તમારી કાર્યક્ષમતા વધશે અને એમાં સફળતા પણ મળશે. તમારા બૉસ તમને ખુશ કરવાની કોશિશ, કરશે કારણ કે તમારા પ્રયત્નોને લીધે તેમને સારો એવો નફો થયો છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમારું વ્યવસ્થાપન સાવ જ ખોરવાઈ જશે. જોકે એમાં પણ વધુ પડતું બર્ડન લેવાની જરૂર નથી, કારણ કે ધીમે-ધીમે બધું ઠેકાણે પડી જશે, એમ ગણેશજી કહે છે. આજે તમને અનેક રોમૅન્ટિક ઘડીઓનો આનંદ મળશે. ગ્રહો તમારી ફેવરમાં છે. ખુશખુશાલ રહો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

પરિવાર અત્યારે તમારા પ્રાયૉરિટી લિસ્ટમાં સવોર્પરી છે. તમારા જીવનસાથીના વર્તનને પોઝિટિવલી નિહાળો, એમ ગણેશજી સૂચન કરે છે. તમારા જીવનસાથીની જરૂરિયાત સમજવાને કારણે તમારી લાઇફ વધુ બહેતર બનશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજનો દિવસ કદાચ ધાર્યા કરતાં પણ વધુ હેક્ટિક હશે એમ ગણેશજી જણાવી રહ્યા છે. જોકે એક વાર તમને પરિણામ મળવાનું શરૂ થશે એ પછી તમે ખૂબ સારુ ફીલ કરશો. આજે પ્રિયજન સાથે ખૂબ ઉત્તેજક સાંજ પસાર કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી કહે છે કે લોકોને વધુ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું ભૂલતા નહીં. આજે તમે થોડા વિચારમગ્ન રહેશો. કેટલાક લોકોની ટીકા તમને પીડાદાયક લાગશે. શાંત થઈ જાઓ, કારણ કે તમારા કેસમાં તમે જે આપો છો એ તમને પાછું આવીને મળે જ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

તમને આજે તમારા મિત્રોની કસોટી કરવાનો અવસર મળશે. પરિણામ તમને આનંદિત કરી દેશે, એવું ગણેશજી અનુભવી રહ્યાં છે. જૉઇન્ટ વેન્ચર શરૂ કરવા માટેનો આ બેસ્ટ સમય છે. લોકોમાં તમારી પ્રસિદ્ધિ વધશે એમ તમારો આત્મવિશ્વાસ પણ.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી કહે છે કે તમારી ગમતી વસ્તુઓમાં જ તમારી શક્તિ વિશેષ વહેંચાયેલી રહેશે. બપોર પછી ભૂતકાળની કેટલીક મીઠી યાદોમાં ખોવાયેલા રહેશો. એક ખાસ વ્યક્તિ સાથે વીતી ગયેલી કેટલીક ક્ષણો વિશે ચર્ચા કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારામાં વારસગત આવેલી કોઈનું ભલુ કરવાની વૃત્તિ આજે વધુ તેજસ્વી બનશે. તમારાં કાયોર્માં અગ્રેસર રહો, પણ થોડી સાવધાની રાખજો, જેનાથી સારું પરિણામ મળશે એમ ગણેશજી કહે છે. થોડા ચેન્જ માટે પણ એક સારા શ્રોતા બનો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

હવે ભવિષ્યના પ્લાનિંગ વિશે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે, એવો ઇશારો ગણેશજી કરી રહ્યા છે. આ બાબત પર હંમેશાં ધ્યાન આપવુ જ જોઈએ. તમને કેટલાક અનપેક્ષિત પ્રૉફિટ અને તકો મળે એવી શક્યતા છે. એનો પ્રૉપર્લી ઉપયોગ કરી લો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમારી જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાવૃત્તિ આજે સંતોષાશે. તમે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આજે કામ કરશો. આજે તમને તમારા પ્રતિસ્પર્ધી કરતાં વિશેષ લાભ મળશે. જ્યારે પરિસ્થિતિ કપરી થશે ત્યારે તમારો પ્રભાવ વધુ તેજસ્વી બનશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમારો દિવસ થોડી ખુશી થોડો ગમ જેવો હશે, એમ ગણેશજી જણાવે છે. જોકે આ સ્થિતિ બપોર સુધી જ રહેશે. તમારા પ્રિયજન સાથે બને એટલી તન્મયતાથી આજની સાંજ વિતાવજો, કારણ કે આ સાંજ તમારા માટે યાદગાર બની જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK