Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કમબૅક પટોળાં

06 July, 2019 10:29 AM IST | મુંબઈ
અર્પણા શિરીષ

કમબૅક પટોળાં

પટોળાં

પટોળાં


લગ્નમાં દુલ્હા-દુલ્હન પછી જો કોઈનો ફૈડકો ભારે હોય તો એ છે તેમની મમ્મીઓનો. સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનરોની ભાષામાં તેમને સેમી બ્રાઇડ તરીકેનું સ્થાન આપવામાં આવે છે અને કેમ ન હોય, કન્યાદાન કરવા માટે બેસનારી મમ્મી હોય કે પછી જાનમાં સામેલ થનારી મમ્મી, બન્નેનું એક્સાઇટમેન્ટ સરખું જ હોય છે. ચણિયાચોળી અને ગાઉનનો ટ્રેન્ડ આવ્યા બાદ, સાડીઓ જાણે થોડી પાછળ પડી ગઈ હતી, પણ હવે ફરી એક વાર આ સાડીઓને જુદી રીતે ડ્રેપ કરીને પહેરવામાં આવે છે. મધર ઑફ બ્રાઇડ અને ગ્રૂમ માટે આ લગ્ન સીઝનમાં કેવા ટ્રેન્ડ રહેશે ઇન એ જાણો.

બનારસી



છેલ્લા કેટલાક સમયથી બનારસી ફૅબ્રિક લગ્નસરામાં ખૂબ લોકપ્રિય બન્યું છે એવું કહેતાં થાણેની ફૅશન-ડિઝાઇનર ચાર્મી મોતા કહે છે, ‘સ્ટાઇલિંગની બાબતે દુલ્હન જેટલું જ મહત્ત્વ તેની મમ્મીનું પણ હોય છે. ફક્ત થોડા વયના તફાવતને લીધે ડ્રેસિંગમાં થોડા ફેરફાર કરવા પડે છે. બનારસી લહેંગા આ વખતે ખૂબ જ ચાલી રહ્યા છે. એ સિવાય સિમ્પલ ચણિયાચોળી પર બનારસી દુપટ્ટો પહેરવાનું ચલણ છે. બનારસી દેખાવમાં સુંદર અને રૉયલ લુક આપે છે.’

સદાબહાર પટોળાં


પટોળાં એક એવી સાડી છે જે ગુજરાતી લગ્નમાં ઓછામાં ઓછી એક વાર તો દેખાશે જ. આ વખતે કઈ રીતે પટોળાંનો ટ્રેન્ડ છે એ જણાવતાં ચાર્મી કહે છે, ‘જેમને ઘાઘરાચોળી પહેરવાં જ હોય તેમને માટે અમે દુપટ્ટામાં પટોળાં સિલેક્ટ કરીએ છીએ. એ સિવાય આખી સાડીને ચણિયા પર જુદી-જુદી રીતે ડ્રેપ કરવાનો પણ ટ્રેન્ડ છે. પરંપરાગત ઓરિજિનલ પટોળાં થોડાં મોંઘાં હોવાને કારણે હવે બનારસી ફૅબ્રિક પર સિંગલ પટોળાં પણ આવી ગયાં છે જે થોડી ઓછી રેન્જમાં સુંદર લુક આપે છે. અહીં સેમી પટોળાં પણ પસંદ કરી શકાય. ફેરા વખતે પટોળાં ખૂબ સારો ઑપ્શન છે.’

ડબલ દુપટ્ટા


જે રીતે દુલ્હન એક ઓઢણી માથા પર રાખે અને બીજી ઓઢણી ચણિયાચોળી સાથે ખભા પર પહેરે એ જ રીતે દુલ્હનનાં મમ્મી-પપ્પાઓમાં પણ હવે બે દુપટ્ટા પહેરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેમાં ચણિયાચોળીને મૅચિંગ હોય એ એક દુપટ્ટો ગુજરાતી સ્ટાઇલમાં પહેરવામાં આવે છે, જ્યારે બીજા દુપટ્ટાને ફક્ત બીજા ખભેથી પિન-અપ કરવામાં આવે છે.

ઍમ્બ્રોઇડરી અને હૅન્ડવર્ક મોખરે

ચણિયાચોળી પર કેવા ટાઇપનું વર્ક ચાલી રહ્યું છે એ જણાવતાં ચાર્મી કહે છે, ‘રો સિલ્કના ઘાઘરા પર ઍમ્બ્રોઇડરી તેમજ મોતીવર્ક ખૂબ ચાલી રહ્યું છે. હાથી તેમ જ ખોડાની કે આખી બારાત હોય એ પ્રકારની ફિગરવાળી ઍમ્બ્રોઇડરી ઘાઘરાની હેમ લાઇનમાં કરવામાં આવે છે. હાલમાં જો સાડી પહેરવાની હોય તો સાડી સિમ્પલ અને એના પર બ્લાઉઝ કૉન્ટ્રાસ્ટ ફૅબ્રિકમાં લઈને એના પર ખૂબ બધું હૅન્ડવર્ક કરાવવાનો ટ્રેન્ડ છે. ટૂંકમાં કહીએ તો સાડી પર બ્લાઉઝ ભભકાદાર બનાવવામાં આવે છે. આજકાલ બંધ ગળાનાં બ્લાઉઝ પણ ખૂબ પસંદ કરાઈ રહ્યાં છે. જેમાં સ્લીવની લંબાઈ કોણી સુધીની રાખવામાં આવે છે. જ્યારે બ્લાઉઝની લંબાઈ પેટ ન દેખાય એ રીતે લાંબી રખાય છે.’

રિસેપ્શનમાં કાંજીવરમ અને ટિશ્યુ

રિયલ જરીની કાંજીવરમ અમસ્તી પહેરવામાં આવે તો એ ખૂબ સુંદર લાગે છે. રિસેપ્શનમાં હેવી વર્કવાળા બ્લાઉઝ સાથે જરીવાળી કાંજીવરમ સાડી તમને એક જુદો અને હટકે લુક આપશે એની સાથે હેરસ્ટાઇલમાં ગજરા સારા લાગે છે. કાંજીવરમ સિવાય ગોલ્ડ ટિશ્યુ પણ આજકાલ ટ્રેન્ડમાં છે. ઍક્ટ્રેસ રેખાનો ફેવરિટ એવો કાંજીવરમ અને ટિશ્યુવાળો આ લુક દુલ્હનની મધરને અન્યથી જુદા દેખાવામાં મદદરૂપ બનશે.

પર્સનલાઇઝ્‍ડ લટકણ

આ ટ્રેન્ડ વિશે વધુ જણાવતાં ચાર્મી કહે છે, ‘જે રીતે નીતા અંબાણીએ આકાશ અંબાણીનાં લગ્નમાં પોતાના બ્લાઉઝમાં પાછળના ભાગમાં પોતાના દીકરાનું અને બહુનું નામ લખાવ્યું હતું એવી ડિમાન્ડ પણ દુલ્હા-દુલ્હનની મમ્મીઓ આજકાલ કરી રહી છે, પણ મારી સલાહ છે કે આ રીતે બ્લાઉઝમાં નામ લખવાને બદલે બ્લાઉઝ અથવા ઘાઘરાના લટકણમાં નામ લખી શકાય જેથી પછીથી જ્યારે લટકણ કાઢવાં હોય તો કાઢી શકાય.’

આટલું ધ્યાનમાં રાખો

લગ્નમાં સેન્ટર ઑફ અટ્રૅક્શન દુલ્હન જ હોવી જોઈએ એટલે ગમે એટલું સ્ટાઇલિંગ કરો દુલ્હનથી થોડું સિમ્પલ હોવું જોઈએ. લગ્નના દિવસે સૌથી સુંદર દેખાવાનો હક દુલ્હનને જ મળવો જોઈએ.

રંગ પસંદ કરવામાં અચકાવું નહીં. દીપ પર્પલ વાઇન પિન્ક તેમ જ ગ્રીન કલર્સ બધી એજમાં સારા લાગે છે.

લગ્નમાં સૌથી વધારે ફુટવર્ક મમ્મીઓએ કરવાનું હોય છે એટલે છેલ્લી ઘડીએ ઊઠીને ક્યાંય જવું પડે તો એ માટે કમ્ફર્ટેબલ જૂતાં પહેરવાં.

ઘાઘરો-બ્લાઉઝ સિમ્પલ હોય ત્યારે દુપટ્ટો હેવી હોવો જોઈએ અને સાથે જ લુક કમ્પ્લીટ કરવા માટે લાંબા નેકલેસ કે સાત લડો હાર વય પ્રમાણે સુંદર લાગે છે.

આ પણ વાંચો : અરેબિયન સ્ટાઇલ મેકઅપ વડે ચલાવો નજરનાં બાણ

ઘાઘરા-ચોલી સાથે ક્લચ અથવા એક સુંદર ગોલ્ડન સાથે રાખો, કારણ કે ચાંદલાના કવરથી લઈને હેરપિન અને ઘણીબધી દુલ્હનને કે દુલ્હાને જરૂર પડે એવી ચીજો તમારે પર્સમાં લઈને ફરવાની છે.

ઑપ્શનમાં જો ગાઉન પહેરવું હોય તો એ દુલ્હન કરતાં વધુ સ્ટાઇલિશ ન હોય એનું ધ્યાન રાખજો.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2019 10:29 AM IST | મુંબઈ | અર્પણા શિરીષ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK