સ્કિન પર જાદુ ફેલાવતી અરોમાથેરપી

Published: 8th November, 2011 19:19 IST

  હૉમોર્નલ ઇમ્બૅલેન્સ, હાઇપરટેન્શન, ડિપ્રેશન જેવાં ઘણાં કારણોને લીધે શરીરનું તંત્ર બગડે છે અને એની સીધી અસર સ્કિન પર થાય છે. વધારે પડતી તૈલીય ત્વચામાં બળતરા થવી કે સેન્સિટિવ સ્કિનમાં ડીહાઇડ્રેશનને કારણે ચીરા પડવા ખૂબ કૉમન તકલીફ છે, પણ આવી તકલીફોમાં અરોમાથેરપી ફાયદાકારક નીવડી શકે છે. જોઈએ કઈ રીતે.હાઇપરટેન્શન કે સ્ટ્રેસ હોય ત્યારે લૅવન્ડર ઑઇલ કે બેસિલ ઑઇલનું ફક્ત એક ટીપું નસોને આરામ પહોંચાડી શકે છે. આ તેલને સ્નાન કરવાનાં પાણીમાં, ડિફ્યુઝર તરીકે કે સ્ટીમ ચેમ્બર મારફતે ઉપયોગમાં લઈ શકાય છે.

અઠવાડિયામાં એક વાર આટલું કરો

ત્વચાના કોષોને ટોન કરવા માટે તેમ જ નર્વસ સિસ્ટમને આરામ આપવા માટે ચંદનના તેલના બેઝવાળો અરોમા બૉડીમસાજ ફાયદાકારક રહેશે. એક ટીપું ચંદનનું તેલ અને એક ટીપું લેમનગ્રાસ ઑઇલ તમારો મૂડ દિવસભર સારો રાખશે.


જો તમારો મૂડ સારો ન હોય તો લેમનગ્રાસ ઑઇલવાળી કૅન્ડલ કે ડિફ્યુઝર લગાવો. રાત્રે સારી ઊંઘ મેળવવા માટે ઓશીકાની બાજુમાં જાસ્મિન કે નેરોલી ઑઇલમાં બોળેલું રૂનું પૂમડું રાખો.


બ્યુટીમાં અરોમાથેરપી

  • બ્રાઇડ્સ માટે અરોમાથેરપી પસંદ કરવી હોય તો લગ્નના ઓછામાં ઓછા ૧૫-૨૦ દિવસ પહેલાં એની શરૂઆત થવી જોઈએ જેથી આખું શરીર ડિટૉક્સિફાય થાય.
  • ડેડ સી સૉલ્ટ બાથ કે ઇપ્સમ સૉલ્ટ બાથ કે સ્ટીમ ત્વચાની અંદર સુધી ઊતરીને ઇમ્પ્યૉરિટી દૂર કરી સ્કિનને નવીનતા આપે છે.
  • ટી ટ્રી ઑઇલ કે લૅવન્ડર ઑઇલની સ્ટીમ લેવાથી ખીલ કે ચહેરા પર થતા ડાઘથી છુટકારો મેળવી શકાય છે. ચહેરાને રોઝવૉટર કે લૅવન્ડર વૉટરથી ક્લેન્ઝ પણ કરી શકાય.
  • સેન્સિટિવ સ્કિનને જાળવી રાખવા માટે અલોવેરાનું ફેસપૅક કે સ્કિન ટોનર ફાયદાકારક છે. સ્કિનને ખૂબ નુકસાનદાયક એવાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે પ્રોટેક્શન આપવા માટે અલોવેરાનું મૉઇસ્ચરાઇઝર લગાવો.
  • ફેસ પર લગાવવાની કોઈ પણ જેલને ક્યારેય ડાઇરેક્ટ્લી ફેસ પર ન લગાવો. જેલને બીજા કોઈ અરોમાથેરપીના મૉઇસ્ચરાઇઝર કે લોશન સાથે મિક્સ કરીને લગાવી શકાય. વધારે ગ્લો મેળવવા માટે પ્રોટીન-બેઝ્ડ
  • ફેસપૅકમાં એક ટીપું જાસ્મિન ઑઇલ મિક્સ કરીને ઉપયોગમાં લો અને ત્યાર બાદ સ્કિનનું ટોનિંગ રોઝવૉટર કે અલોવેરાના જૂસથી કરો.


ડાયેટરી રેજિમ પણ જાળવો

  • વધારેમાં વધારે ડિટૉક્સિફિકેશન માટે ઓછામાં ઓછા ૧૦ ગ્લાસ પાણી રોજ પીઓ.
  • લોહીમાં હીમોગ્લોબિન ઓછું ન થઈ જાય એ માટે ખોરાકમાં લીલાં શાકભાજીનો વધારો કરો.
  • વિટામિન, મિનરલ, ફાઇબર જેવા માઇક્રોન્યુટ્રિઅન્ટ્સનો ડાયટમાં સમાવેશ કરો જેથી ત્વચામાં પડતા ચીરા, ડાઘ, ઓવર પિગમેન્ટેશન, વાળમાં થતો ખોડો જેવી તકલીફોમાં મૂળથી જ છુટકારો મેળવી શકાય.
  • ફ્રૂટ-જૂસ કે લિક્વિડનું ઇન્ટેક દિવસ દરમ્યાન લેતાં રહેવું, જે સ્વાસ્થ માટે સારું રહેશે અને જો સ્વાસ્થ સારું હશે તો સ્કિન પણ ચમકશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK