તમારું લગ્નજીવન ‘સેક્સલેસ’ છે?

Published: 21st September, 2020 22:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં સેક્સ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં સેક્સ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી. પરંતુ હવે જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો છે. પ્રિમેચ્યોર સેક્સનું ચલણ વધી રહ્યું છે. જાતજાતની ડેટિંગ એપ નીકળી છે જે યુવાઓ પ્રોપર અપડેટ કરે જ છે.

આ બધી તો થઈ લગ્ન પહેલાની વાતો. લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં સેક્સની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે. શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછી થતી જાય છે. જરૂરી નથી કે સમય થાય એટલે આકર્ષણ ઓછુ જ થાય પરંતુ જે લગ્ન કર્યા બાદ શરૂઆતના દિવસોમાં જે ઈન્ટીમસી હોય છે તે સમય જતા ઓછી થતી જાય તે સ્વાભાવિક છે. પરંતુ તમારા મેરેજ સેક્સલેસ છે તે પહેલા સ્પષ્ટ કરો.

પણ જો તમને રોજ રાતના સેક્સ કરવુ હોય અને તમારી પત્ની/પતિને અઠવાડિયામાં ત્રણ વખત જ કરવું હોય તો આને કંઈ સેક્સલેસ મેરેજ ન કહેવાય. હા પણ જો તમને અઠવાડિયામાં ત્રણ વખત સેક્સ કરવુ હોય અને સામી વ્યક્તિને ત્રણ મહિનામાં એક જ વખત સેક્સ કરવુ હોય તો કહી શકાય કે તમે સેક્સલેસ મેરેજમાં છો, એમ માયડોમિન.કોમ વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે.

આનું એક કારણ એ પણ હોઈ શકે કે મહિનામાં એક વખત કે ત્રણ મહિનામાં એક વખત સેક્સ કરવાથી સેટિસફેક્શન મળી જતુ હોય એટલે પણ ઈચ્છા ન થાય. મુશ્કેલી ત્યારે જ છે જ્યારે કપલની સેક્સુઅલ જરૂરિયાત જુદી જુદી હોય. પણ આ કોઈ અસામાન્ય વાત નથી. એક અંદાજ છે કે પાંચમાંથી એક મેરેજ સેક્સલેસ છે.

તમને પણ આ આર્ટિકલ વાચીને વિચાર થતો હશે કે આ પાંચમાંથી જે એક મેરેજ હોય એ તમારા તો નથી ને. જો આવો વિચાર આવતો હોય તો પોતાના એટ્રેક્ટિવનેસના સ્તર ઉપર શંકા ન કરો. કારણ કે વાત તમારા પાર્ટનરની જરૂરિયાત ઉપર છે. તમારે ઈન્ટિમસી પ્રોબ્લેમ છે કે નહીં તે સમજવું જોઈએ.

કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતિય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો તમારુ લગ્નજીવન સેક્સલેસ બને છે. આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે સેક્સ એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશા તમારે કાળજી કરવી પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK