Apple iPhone SE2: ઓછી કિંમતમાં જલ્દી જ લૉન્ચ થશે પ્રીમિયમ ફોન

મુંબઈ | Oct 05, 2019, 13:54 IST

એપલ ઓછી કિંમતમાં સસ્તો ફોન લૉન્ચ કરવા જઈ રહ્યું છે. કંપની 2020માં ફોન લૉન્ચ કરી શકે છે.

Apple iPhone SE2 થશે લૉન્ચ
Apple iPhone SE2 થશે લૉન્ચ

એપલે ગયા મહિને જ ગ્લોબલ માર્કેટમાં પોતાની iPhone 11 સીરિઝ લૉન્ચ કરી છે. ભારતીય બજારમાં તેની શરૂઆતની કિંમત રૂપિયા 64, 900/- છે. અર્ફોડેબલ રેન્જમાં જલ્દી જ એપલ iPhone SE2 લૉન્ચ કરી શકે છે. જે iPhone SEનું નવું વેરિએન્ટ હશે, જે 2016માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. તો હવે 2020ની શરૂઆતમાં iPhone SE2 માર્કેટમાં આવશે. જો કે કંપનીએ આધિકારીક રીતે કોઈ જાણકારી નથી આપી,

9to5Macના રિપોર્ટ અનુસાર એપલ પોતાનો પોસાય તેવો પ્રીમિયમ ફોન iPhone SE2 આવતા વર્ષે લૉન્ચ કરશે. જેની જાણકારી એપલના એનાલિસ્ટ Ming Chi-Kuoએ આપી છે. જેની કિંમત 28, 500 રૂપિયા આસપાસ હોય શકે છે.

તો સીએનબીસીના રિપોર્ટ અનુસાર iPhone SE2માં A13 chip અને 3GB LPDDR4X મેમરી હશે, જે આઈફોન 11માં જોવા મળી રહી છે. iPhone SE2માં 4.7 ઈંચની સ્ક્રીન હશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે iPhone SE2 આઈફોન 8નું નાનું વેરિએન્ટ હોય શકે છે.

આ પણ જુઓઃ મનિષ પૉલના શોમાં સિતારાઓની મસ્તી, જુઓ તસવીરો

ભારતમાં લૉન્ચ કરવામાં આવેલા આઈફોન 11ના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.1 ઈંચનું એલસીડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનું સ્ક્રીન રીઝોલ્યૂશન 828 x 1,792 પિક્સલ છે. બેઝેલ-લેસ ડિસ્પ્લે સાથે તેમાં સ્ક્રીન પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. સાથે તે વૉટર પ્રુફ અને ડસ્ટ પ્રુફ છે. ફોટોગ્રાફી માટે તેમાં 12MP + 12MPનો ડ્યૂલ રેર કેમેરો છે. તો સેલ્ફી માટે 12MPનો ફ્રન્ટ કેમેરા છે. 4 જીબી રેમ વાળો આ ફોન Apple A13 Bionic ચિપસેટ પર કામ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK