Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Apple iOS 13 લોન્ચ, જાણો શું છે નવા ફિચર્સ

Apple iOS 13 લોન્ચ, જાણો શું છે નવા ફિચર્સ

04 June, 2019 02:17 PM IST |

Apple iOS 13 લોન્ચ, જાણો શું છે નવા ફિચર્સ

iOS 13માં મળશે ખાસ ફિચર્સ

iOS 13માં મળશે ખાસ ફિચર્સ


WWDC 2019 દરમિયાન Apple એ iphone અને iPod માટે નવી ઓપરેટિંગ સિસ્ટમનું નવુ વર્ઝન iOS 13 ને લોન્ચ કર્યો છે. નવા આઈઓએસમાં ઘણા નવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. નવા iOSમાં ડાર્ક મોડ, નવા Apple map experience, ફોટો એપમાં એન્હાન્સમેન્ટ અને અન્ય ઘણા ફિચર્સને ઉમેરવામાં આવ્યા છે. iOS 13 ડેવલપર્સ માટે પ્રીવ્યૂના ભાગ રુપે ઉપલબ્ધ છે. પરંતુ આ ફિચર્સ યૂઝર્સ માટે ટુંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. iOS યૂઝર્સને આ મહિનાના અંત સુધીમાં પબ્લિક બીટા વર્ઝન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડાર્ક મોડ માટે ઓન-ડિવાઈસ મશીન લર્નિંગનો ઉપયોગ



iOS 13માં ડાર્ક મોડની વાત કરીએ તો iOS 13માં નવો ડાર્ક કલર સ્કિમ સિસ્ટમ વાઈડ આપવામાં આવશે અને બધી જ નેટીવ એપ્લિકેશનમાં આપવામાં આવશે. ડેવલપર તેમની એપમાં આ ફિચરને ઈંટિગ્રેટ કરી શકે છે. આ સિવાય Appleએ iOS 13માં ફોટો એપમાં નવા એન્હાન્સમેન્ટ સાથે જોડવામાં આવ્યા છે. iPhone ઓપરેટિંગ સિસ્ટમ ફોટો એપમાં ફોટોને સેટ કરવા માટે ઓન-ડિવાઈસ મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવશે. એપ લાઈબ્રેરીને ક્યૂરેટ કરવા માટે ઓન-ડિવાઈસ મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે તસવીરો શોધવી સરળ થઈ જશે.


ફોન સિક્યોરિટી પર આપ્યું ખાસ ધ્યાન

iOS 13માં પ્રાઈવસને લઈને ઘણી વિગતો ધ્યાનમાં રાખવામાં આવી છે. એપ અને વેબસાઈટો પર સાઈન-ઈન અનુભવને વધારે સુરક્ષિત કરવા માટે Appleએ Apple id authenticationને જાહેર કરવામાં આવી છે. યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ વિવિધ એપમાં સાઈન-ઈન કરવા માટે કરી શકે છે. Apple id authentication સાથે, એપ ડેવલપર કે વેબસાઈટ પબ્લિશરને Apple એક યુનિક આઈડી આપશે અને યૂઝરના ડેટાને પોતાની પાસે સુરક્ષિત રાખશે.


આ પણ વાંચો: Oppo Reno ભારતમાં લોન્ચ, આ છે ફોનના ખાસ ફિચર્સ

આ ફોનમાં મળશે નવી iOS સિસ્ટમ

Appleનું કહેવુ છે કે iOS 13માં એપ્સના પેકેજ લેવાની નવી પ્રણાલી પણ સામેલ કરવામાં આવી છે જેના કારણે એપ્લિકેશનની સાઈઝ 50 ટકાથી ઓછી થઈ જશે. એપ સ્ટોર પણ જલ્દીથી લોન્ચ થશે. Apple અનુસાર iOS 13 ઓપરેટિંગ સિસ્ટમ iPhone 6s અને ત્યાર બાદ લોન્ચ થયેલા ફોનમાં ઉપલબ્ધ રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2019 02:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK