Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પાઇનૅપલ પનીર ટિક્કા

25 November, 2014 04:52 AM IST |

પાઇનૅપલ પનીર ટિક્કા

પાઇનૅપલ પનીર ટિક્કા



annanas-paneer-tikka


સામગ્રી




  • પા લાલ કૅપ્સિકમ
  • પા યલો કૅપ્સિકમ
  • પા લીલું કૅપ્સિકમ
  • એક કાંદો
  • ૨૦૦ ગ્રામ પનીરના ટુકડા
  • ત્રણથી ચાર જાડી પાઇનૅપલની સ્લાઇસ
  • એક ટેબલસ્પૂન આદું-લસણની પેસ્ટ
  • બે ટેબલસ્પૂન ઑઇલ


મૅરિનેટ કરવા માટે


  • ત્રણ ટેબલસ્પૂન જાડું પાણી નિતારેલું દહીં
  • એક ટીસ્પૂન ચિલી પાઉડર
  • એક મોટી ચમચી આદું-લસણની પેસ્ટ
  • અડધી ટીસ્પૂન ગરમ મસાલો
  • એક ટીસ્પૂન લીંબુનો રસ
  • બે ટેબલસ્પૂન દાળિયાનો ભૂકો અથવા ચણાનો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે


રીત

કાંદા, કૅપ્સિકમ, પાઇનૅપલ તેમ જ પનીરના ચોરસ ટુકડા કરી રાખો. એક ડિશમાં પનીરના ટુકડાને આદું-લસણની પેસ્ટમાં ચોળીને રાખી મૂકો. દહીંને પણ પહેલેથી કપડામાં બાંધી વધારાનું પાણી નિતારી લો જેથી ઘટ્ટ દહીં મળે. હવે એક મોટા બાઉલમાં મૅરિનેટ કરવાની તમામ સામગ્રી લઈને બરાબર મિક્સ કરી દો. એમાં કૅપ્સિકમ, કાંદા, પાઇનૅપલ અને પનીરના ટુકડા સરખી રીતે મિશ્રણ લાગે એ રીતે ચોળી દો. એને અડધોથી એક કલાક સુધી ફ્રિજમાં મૂકી રાખો. હવે ગ્રિલ સ્ટિકમાં કાંદો, લાલ-લીલા-પીળા કૅપ્સિકમ, પાઇનૅપલ અને પનીરના ટુકડા એમ વારાફરતી ભેરવતા જાઓ. ત્યાર બાદ એક ફ્લૅટ પૅનમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ થવા મૂકો. એમાં રેડી કરેલી આ સ્ટિક્સ મૂકી દો. પાઇનૅપલ પનીર ટિક્કા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચારે તરફથી શેકાવા દેવું. એને ગરમાગરમ સર્વ કરો. આ પાઇનૅપલ પનીર ટિક્કા તંદૂર અથવા અવનમાં પણ કરી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2014 04:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK