બૉલીવુડ બ્યુટીમાં ફરી ટ્રૅન્ડ આવ્યો ઍનિમલ પ્રિન્ટવાળા ડ્રેસિંગનો

Published: 19th December, 2012 06:07 IST

વિન્ટરમાં પ્રાણીઓની ચામડી જેવી આ સ્ટાઇલ ખરેખર ફૅશનની વાઇલ્ડ સાઇડને બહાર લાવે છેતાજેતરમાં જ્યારે ઇન્ટરનૅશનલ ડિઝાઇનર રોબટોર્ કયાલીએ દિલ્હીમાં પોતાનો ફ્લૅગશિપ સ્ટોર લૉન્ચ કયોર્ ત્યારે એના ઇનોગરેશનમાં આવેલી મોટા ભાગની ઍક્ટ્રેસો ઍનિમલ પ્રિન્ટવાળા ડ્રેસિસ અને ગાઉન્સમાં જોવા મળી. નેહા ધુપિયા, સુસ્મિતા સેન, રવીના ટંડન વગેરેએ રોબટોર્ કવાલીએ જ ડિઝાઇન કરેલા વાઇલ્ડ પ્રિન્ટવાળા ડ્રેસિસ પર્હેયા હતા. હાલની સીઝન માટે આ પ્રિન્ટ ટ્રેન્ડમાં છે. ૨૦માં દાયકામાં આ પ્રિન્ટ્સ ખૂબ ચાલતી. જોકે સ્ત્રીઓ માટેની દરેક જૂની ફૅશન ક્યારેક ને ક્યારેક ફરી પાછી રિપીટ થાય જ છે. આ જ રીતે આ વાઇલ્ડ ફૅશન પણ ડ્રેસ, સ્ક્ટર્‍, ટૉપ, ગાઉન કે સાડીના રૂપે ફૅશનપરસ્ત સ્ત્રીઓના વૉર્ડરોબમાં હંમેશાં રહે છે. જાણીએ કઈ રીતે એને ફૉલો કરી શકાય.

સાઇઝ નો બાર

આ પ્રિન્ટ સ્થૂળ અને પાતળી એમ બન્ને પ્રકારનું ફિગર ધરાવતી સ્ત્રીઓ પહેરી શકે છે. પ્રિન્ટ મોટા ભાગે ડાર્ક કલર્સમાં બનતી હોવાથી એને વિન્ટર માટે બેસ્ટ ગણવામાં આવે છે. સાઇઝ પ્રમાણે પહેરતી વખતે ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે બૉડી જો ખૂબ હેવી હોય તો વાઇડ ઝેબ્રા કે ઝિરાફ પ્રિન્ટ ન પહેરવી. લેપર્ડ પ્રિન્ટ તમારા માટે બેસ્ટ રહેશે.

સિમ્પલ ઇઝ ક્લાસી

અહીં એક કરતાં વધારે પ્રિન્ટ મિક્સ કરવા કરતાં જેટલું સિમ્પલ રાખશો એટલું જ ગાર્મેન્ટ વધુ સુંદર લાગશે. અહીં જો પ્રિન્ટ્સ મિક્સ કરતાં ન આવડે તો એ સ્ટાઇલ ખરાબ લાગી શકે છે. એના કરતાં એક સમયે કોઈ એક જ પ્રિન્ટ પહેરવી. જો એકલી પ્રિન્ટ ન જ પહેરવી હોય તો પ્રિન્ટ સાથે વચ્ચે કે બૉર્ડરમાં પ્લેન ફૅબ્રિક આપો, જે મૉનોટોની તોડશે.

કલર્સ

ઍનિમલ પ્રિન્ટ્માં ઑરિજિનલ રંગો બેસ્ટ લાગશે. એ સિવાય બ્લૅક ઍન્ડ વાઇટ, કોઈ ડાર્ક શેડ સાથે બ્લૅક જેવું કૉમ્બિનેશન સારું લાગે છે. જો લેપર્ડ પ્રિન્ટમાં સ્ક્ટર્‍ અને ટૉપ પહેરવું હોય તો સ્ક્ટર્‍ અને ટૉપ એમ બન્નેમાં પ્રિન્ટ સરખી, પરંતુ કલર્સ કૉન્ટ્રાસ્ટ લઈ શકાય. 

કેવા ડ્રેસિસ

લેપર્ડ પ્રિન્ટ પહેરવાનો કૉન્ફિડન્સ હોય તો ગમે તે આઉટફિટમાં એ પહેરી શકાય. સિમ્પલ ટૉપ, મેક્સી ડ્રેસ, શૉટ્ર્સ, સાડી, ગાઉન અને વન પીસ આઉટફિટ ઍનિમલ પ્રિન્ટ્સમાં સારા લાગશે. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જમ્પસૂટ પણ આ પ્રિન્ટમાં પહેરી શકાય. લેપર્ડ કે ઝિબ્રા પ્રિન્ટમાં લેગિંગ્સ પણ સારું લાગશે.

વધુપડતું નહીં

આ પ્રિન્ટ સાથે મૉડરેશન જરૂરી છે. વધુપડતું હશે તો એ ફૅશન ડિઝૅસ્ટર લાગશે. વધુપડતી ઍનિમલ પ્રિન્ટ પહેરવી એ ડૅરિંગ તો છે જ, પરંતુ એક કરતાં વધારે પ્રિન્ટ્સ એક જ આઉટફિટમાં મિક્સ કરવી ફૅશનની દૃષ્ટિએ ક્રાઇમ ગણાય છે. માટે જેટલા સિમ્પલ રહેશો એટલા જ સુંદર લાગશો.

ઍક્સેસરીઝ

આ પ્રિન્ટમાં ઍક્સેસરીઝ પણ પહેરી શકાય. શૂઝ, બ્રેસલેટ્સ, ક્લસ, હેર ઍક્સેસરીઝ કે પછી સ્ક્ાર્ફ સ્ટાઇલિશ લાગશે. પ્લેન સૉલિડ કલરમાં આઉટફિટ પહેર્યું હોય તો એની સાથે આવી ઍક્સેસરીઝ પહેરી શકાય. આ સિવાય બિકીની અને લૉન્જરેમાં પણ વાઇલ્ડ પ્રિન્ટ બેસ્ટ લાગે છે.

થોડા સંભાલ કે

આ પ્રિન્ટ ભલે વાઇલ્ડ હોય, પરંતુ સેક્સી છે અને ફેમિનાઇન લુક આપે છે. માટે પહેરો ત્યારે ઍટિટ્યુડ પણ એ જ પ્રકારનું હોય એ જરૂરી છે. જો નોટિસેબલ લાગવું હોય તો ડાર્ક કલર્સ પહેરો. અને જો શરીરના પ્રૉબ્લેમ એરિયાઝને ઢાંકવા હોય તો પણ એના પર ડાર્ક શેડસ પહેરો. સેક્સી દેખાવ તો આ પ્રિન્ટ આપશે, પરંતુ એને માટે કૉન્ફિડન્સ અને એ ફીલિંગ પણ જરૂરી છે.

થોડી ટિપ્સ

ઍનિમલ પ્રિન્ટ સાથે બ્લૅક, વાઇટ, બેજ, ખાખી કે બ્રાઉન જેવા તટસ્થ રંગોને મૅચ કરો. ઝેબ્રા પ્રિન્ટ સ્ક્ટર્‍ સાથે બ્લૅક ટૉપ સારું લાગશે. એ જ પ્રમાણે લેપર્ડ પ્રિન્ટ સાથે બ્લૅક કે બ્રાઉન ટ્રાઉઝર પહેરી શકાય.

ઍનિમલ પ્રિન્ટમાં લેપર્ડ, ટાઇગર અને ઝેબ્રા આ ત્રણ પ્રિન્ટ સૌથી વધુ જોવા મળશે. આ સિવાય કાઉ અને ઝિરાફ પ્રિન્ટ પણ સારી લાગશે. ઝિરાફ પ્રિન્ટની મોટિફ્સ મોટી હોવાથી એ હેવી બૉડીવાળાએ અવૉઇડ કરવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK