એન્ડ્રોઇડ માટે 21 એપ્સ અંગે ચેતવણી, તમારા ફોન માટે છે હાનિકારક

Published: 26th October, 2020 14:55 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કંપનીનું કહેવું છે કે હાલ ગૂગલ પણ આ એડવેયર ગેમિંગ એપ્સના રિપોર્ટની તપાસ કરે છે. સેન્સર ટાવર ડેટામાં કહેવામાં આવ્યું છે કે આ 21 એપ સ્ટોરથી કુલ 80 લાખ વાર ડાઉનલોડ થઈ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સાઇબર સિક્યોરિટી ફર્મે ગૂગલ પ્લે સ્ટોર પરના 21 ગેમિંગ એપ્સને ચેતવણી આપી છે. સાઇબર સિક્યોરિટી કંપની પ્રમાણે આ 21 હિડન એડ્સ ફેમિલી ટ્રોઝનનો ભાગ છે. કંપનીનું કહેવું છે કે હાલ ગૂગલ પણ આ એડવેયર ગેમિંગ એપ્સના રિપોર્ટની તપાસ કરે છે. સેન્સર ટાવર ડેટામાં કહેવામાં આવ્યું છે કે આ 21 એપ સ્ટોરથી કુલ 80 લાખ વાર ડાઉનલોડ થઈ છે.

એન્ટીવાયરસ કંપની અવસ્તની સિક્યોરિટી ટીમ તરફથી વૉર્નિંગ જાહેર કરવામાં આવી અને કહેવામાં આવ્યું છે કે ગૂગલના ઑફિશિયલ પ્લે સ્ટોર પર તેમને આવી અનેક એપ્સ મળી છે, જે યૂઝર્સના ફોનમાં ઘણાં બધાં એડવેયર ઇન્સ્ટોલ કરી દે છે. એન્ડ્રોઇડ યૂઝર્સને નિશાનો બનાવતા આવી કુલ 21 એડવેયર-પેક્ડ એપ્સની ખબર પડી છે અને આમાંથી ત્રણ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો કે, Avastની માનીએ તો 19 એપ્સની તપાસ થઈ રહી છે અને તે પણ હજી પણ યૂઝર્સ માટે પ્લે સ્ટોર પર હાજર છે.

ફોનમાં દેખાવા લાગે છે એડ્સ
મોટા ભાગે એપ્સ નાની ફન ગેમ્સ છે જે કાર રેસિંગથી લઈને, હેલિકૉપ્ટરથી ક્રિમિનલ્સને શૂટ કરવું કે વર્ચ્યુઅલી કપડા આયર્ન કરવા જેવા ઑપ્શન્સ આપે છે. સામે આવ્યું છે કે આવી કેટલીક એપ્સ ખૂબ જ પૉપ્યુલર છે અને અત્યાર સુધી તેમને 80 લાખથી વધારે વાર ડાઉનલોડ કરવામાં આવી છે. એકવાર આ એપ્સ ડાઉનલોડ કર્યા પછી HiddenAds Trojan ઓરિજનલ એપ બંધ થઈ ગયા પછી પણ ફોનમાં અનેક એડ્સ બતાવે છે. આ એડ્સ નોટિફિકેશન્સથી લઈને ફુલ-સ્ક્રીન સુધી થઈ શકે છે.

આ એપ્સ ક્યારેય ન કરવી ડાઉનલોડ
જોખમકારક એપ્સ ડાઉનલોડ કર્યા પછી પણ પોતાનો આઇકન પણ હાઇડ કરી દે છે, જેથી તે સરળતાથી ડિલીટ ન કરી શકાય. Avastમાં થ્રેટ એનાલિસ્ટ જાકુબ વાર્વાએ જણાવ્યું કે આવી એપ્સ સોશિયલ મીડિયા ચેનલ્સ, મેસેજિંગ એપ્સ અને યૂટ્યૂબ પર પણ ખૂબ જ પ્રમોટ કરવામાં આવી રહી છે. આમાંથી કેટલીક એપ્સ યૂઝર્સનો ડેટા પણ ચોરી કરીને સ્ટોર કરીને થર્ડ પાર્ટીને મોકલવાનું કામ પણ કરી શકે છે. જો એન્ડ્રૉઇડ યૂઝર્સ પોતાના ડેટા અને ડિવાઇસ સેફ રાખવા માગે છે તો જરૂરી છે કે આ એપ્સ ભૂલથી પણ ડાઉનલોડ ન કરવી.

- Shoot Them
- Crush Car
- Rolling Scroll
- Helicopter Attack
- Assassin Legend
- 2020 NEW
- Helicopter Shoot
- Rugby Pass
- Flying Skateboard
- Iron it
- Shooting Run
- Plant Monster
- Find Hidden
- Find 5 Differences
- 2020 NEW
- Rotate Shape
- Jump Jump
- Find the Differences
- Puzzle Game
- Sway Man
- Desert Against
- Money Destroyer
- Cream Trip
- Props Rescue

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK