એન્ડ્રોઈડ યૂઝર્સ સાવધાન! 'એજન્ટ સ્મિથ' ચોરી શકે છે તમારી બેન્કિંગ ડીટેઈલ્સ

મુંબઈ | Jul 11, 2019, 14:41 IST

એન્ડ્રોઈડ યૂઝર્સે સાવધાન રહેવાની જરૂર છે. એક વાયરસ તમને મોટું નુકસાન કરી શકે છે.

એન્ડ્રોઈડ યૂઝર્સ સાવધાન! 'એજન્ટ સ્મિથ' ચોરી શકે છે તમારી બેન્કિંગ ડીટેઈલ્સ
એન્ડ્રોઈડ યૂઝર્સ સાવધાન! 'એજન્ટ સ્મિથ' ચોરી શકે છે તમારી બેન્કિંગ ડીટેઈલ્સ

જો તે એન્ડ્રોઈડ ફોન વાપરો છો તો આ ખબર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સાયબર સિક્યોરિટી ફલ્મ ચેક પોઈન્ટ રિસર્ચે એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં દોઢ કરોડ એન્ડ્રોઈક મોબાઈલ પર ખતરનાક વાયરસની અસર થઈ છે. આ વાયરસ અથવા માલવેરનું નામ એજન્ટ સ્મિથ છે. આ માલવેર યૂઝર્સને તેના ફોનમાં આર્થિક ફાયદો પહોંચાડતી જાહેરાત બતાવે છે. આ જાહેરાતને લઈને એ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિજ્ઞાપન બેન્કિંગ સાથે જોડાયેલી જાણકારીની ચોરી કરે છે.

અહેવાલ પ્રમાણે, એજન્ટ સ્મિથ નામનો માલવેર યૂઝર્સને લાભકારી વિજ્ઞાપન બતાવીને તેની બેન્કિંગ ડીટેઈલ્સ ચોરી કરવાનું કામ કરે છે. આ માલવેરની કામ કરવાની રીત પહેલા આવેલા માલવેર કેપેંઈન જેવી જ છે. આ તમામ એક જ રીતે કામ કરે છે. આ માલવેર ગૂગલની કોઈ એપ જેવું જ લાગે છે. આ માલવેર યૂઝરના ડિવાઈસને નુકસાન પહોંચાડવાની સાથે સાથે ફોનમાં ઈંસ્ટૉલ એપ્સને રિપ્લેસ કરીને તેના મલીશસ(નુકસાન કરી શકે) તેવા વર્ઝનને ઈંસ્ટૉલ કરી દે છે.

ચેક પોઈંટના મોબાઈલ થ્રેટ ડિટેક્શન રિસર્ચ વિંગના પ્રમુખ જોનાથન શિમૉનચિવે કહ્યું છે કે આ વાયરસ હિંદી, અરબી, ઈંડોનેશિયાઈ ભાષાનો ઉપયોગ કરનાર ફોન્સને નિશાન બનાવે છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત થનારા લોકોમાં ભારતીયો સામેલ છે. સાથે જ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ માલવેરે આ લોકોને પ્રભાવિત કર્યા છે.

આ પણ વાંચોઃ Flipkart Big Shopping Daysમાં મળશે 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ

આ એપ્લિકેશનથી રહો સાવધાન
જે એપ્લિકેશનથી સાવધાન રહેવાની જરૂર છે તેમાં Color Phone Flash – Call Screen Theme, Photo Projector, Rabbit Temple, Kiss Game : Touch Her Heart और Girl Cloth XRay Scan Simulator છે. આ તમામ 9Apps પર ઉપલબ્ધ છે.તો ગૂગલ પ્લે સ્ટોર પર Blockman Go: Free Realms & Mini Games by Blockman Go Studio, Cooking Witch by Ghost Rabbit, Ludo Master – New Ludo Game 2019 For Free by Hippo Lab, Angry Virus by A-Little Game, Bio Blast – Infinity Battle: Shoot virus! by Taplegend, Shooting Jet by Gaming Hippo, Gun Hero: Gunman Game for Free by Simplefreegames, Clash of Virus by BrainyCoolGuy, Star Range by A-little Game, Crazy Juicer – Hot Knife Hit Game & Juice Blast by Mint Games Global અને Sky Warriors: General Attack સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK