હ્યદયની બીમારીઓનું જોખમ વધવાનું મુખ્ય કારણોમાંનું એક પુર્વજો છે

Published: Sep 15, 2019, 14:50 IST | Mumbai

અમેરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાના સેન ડિયાગો સ્કુલ ઓફ મેડિસીનના અભ્યાસકર્તોએ રિસર્ચ કરીને સાબિત કર્યું છે કે, આપણા પુર્વજોમાં 20થી 30 લાખ વર્ષો પહેલાં એક જીન્સ નષ્ટ થઇ જવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધતું જાય છે.

હાર્ટ એટેક
હાર્ટ એટેક

Mumbai : મનુષ્યોમાં હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. આજકાલનાં ખાન પાનની ટેવોને કારણે હૃદયના સ્વાસ્થ્યની અદેખીતિ અવગણના કરવામાં આવા રહી છે. અમેરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાના સેન ડિયાગો સ્કુલ ઓફ મેડિસીનના અભ્યાસકર્તોએ રિસર્ચ કરીને સાબિત કર્યું છે કે, આપણા પુર્વજોમાં 20થી 30 લાખ વર્ષો પહેલાં એક જીન્સ નષ્ટ થઇ જવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધતું જાય છે. આ અભ્યાસમાં માંસાહારી લોકોમાં આ સમસ્યા વધારે હોવાનું સામે આવ્યું છે. સંશોધકો દ્વારા જાણવા મળ્યું છે કે, ચરબી જમાં થવાથી ધમનીઓમાં અવરોધ આવે છે જેને એથેરોસ્કલેરોસિસ કહેવાય છે. તે દુનિયાભરમાં હૃદય રોગોથી થતી મોતનાં એક તૃતીયાંશ મોત માટે જવાબદાર છે.


રિસર્ચ
આ અભ્યાસમાં મેડિકલ સહાયક અધ્યાપક અને અન્ય સંશોધકોએ જીન્સમાં થયેલા મ્યુટેશન પર રિસર્ચ કરવા માટે ઉંદરો પર અભ્યાસ કર્યો કરીને અહેવાલ આપ્યો છે કે, ઉંદરોમાં પણ CMAH જીન્સમાં બદલાવ જોવા મળ્યો છે. કરોડો વર્ષો પહેલાં હોમિનન પૂર્વજોમાં CMAH જીન્સમાં ફેરફાર કર્યા હોવાનું સંશોધકો માની રહ્યાં છે. જે 'મેલેરિયલ પેરેસાઇટ' Neu5Gc જીન્સ સાથે પણ સંકળાયેલા છે.


અસર
અજીત વર્કીનાં જણાવ્યા અનુસાર આ જોખમના અનેક પરિબળો હોઈ શકે છે, જેમાં હાયપરએક્ટિવ વ્હાઇટ સેલ્સ અને ડાયાબિટીસનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં સામે આવ્યું કે, શાકાહારી માનવીઓને પણ હૃદયને લગતી બીમારીઓ થઈ શકે છે. માંસાહારી લોકો જે લાલ માંસ ખાય છે તેવા લોકોમાં Neu5Gc જીન્સની માત્રા ઘટતી જાય છે. આ જીન્સ ઘટી જવાથી ફર્ટિલિટી પર અસર પડે છે. તેમજ દોડવા માટેની ક્ષમતામાં પણ અસર પડે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK