Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > અનારકલીમાં કરો કંઈક નવું

અનારકલીમાં કરો કંઈક નવું

12 November, 2012 05:58 AM IST |

અનારકલીમાં કરો કંઈક નવું

અનારકલીમાં કરો કંઈક નવું







ઘેરવાળા અનારકલી ડ્રેસિસની સ્ટાઇલ ચારેક વર્ષ પહેલાં આવી ત્યારે પણ એ નવી નહોતી, પરંતુ એમાં મળેલા મૉડર્ન ટચ સાથે લોકોએ એને અપનાવી લીધી હતી. હવે આ સ્ટાઇલ ખૂબ કૉમન થઈ રહી છે અને એટલે જ કેટલીયે યુવતીઓ એને પહેરવાનું ટાળી રહી છે. એનું કારણ એ હોય છે કે બધાના ડ્રેસ સેમ જ લાગે છે. હવે આ જ અનારકલીને જો થોડો જુદો ટચ આપવામાં આવે તો એ સુંદર અને જુદા લાગી શકે છે. અનારકલીને ઇન્ડિયન અને વેસ્ટર્ન એમ બન્ને ટચ આપવા શક્ય છે. જોઈએ ફૅશન-ડિઝાઇનર ખુશ્બૂ આર. મુલાણી એ માટે શું સલાહ આપે છે.

પલાઝો પૅન્ટ

કલીવાળો ચૂડીદાર અને લેગિંગ્સ અનારકલી સાથે સારાં લાગે છે, પરંતુ એને મૉડર્ન ટચ આપવો હોય તો હવે ઑપ્શનમાં છે લૂઝ બૉટમવાળાં પૅન્ટ્સ. આ વિશે ખુશ્બૂ કહે છે, ‘પલાઝો પૅન્ટ અનારકલી સાથે પહેરી શકાય જે ઈવનિંગ પાર્ટીઓમાં સારાં લાગશે, પરંતુ આ સ્ટાઇલ સાથે રેગ્યુલર સ્ટાઇલનો અનારકલી કુરતો નહીં ચાલે. યૉકવાળા ઘેરદાર કલીવાળા કુરતાને બદલે કૉલર પટ્ટીવાળો કુરતો પહેરી શકાય. આવા કુરતામાં કૉલરની પટ્ટી પર વર્ક કરાવી શકાય અથવા વન સાઇડ ઓવરલેપ થાય એવી પૅટર્ન કરાવવી.’

લોકો હવે રેગ્યુલર અનારકલી પહેરીને કંટાળ્યાં છે એટલે પલાઝો પૅન્ટ સાથે શેરવાની સ્ટાઇલનાં જૅકેટ જેવાં ટૉપ્સ પણ બનાવડાવી શકાય જેમાં ઘેર હશે, પરંતુ કલીઓ નહીં હોય.

ઘાઘરા સાથે

અનારકલીને વધુ ટ્રેડિશનલ લુક આપવો હોય તો એને એ-લાઇન અથવા ઘેરવાળા ઘાઘરા સાથે પહેરી શકાય. આ કૉમ્બિનેશન વિશે સમજાવતાં ખુશ્બૂ કહે છે, ‘અનારકલીના કુરતાઓમાં બે પૅટર્ન હોય છે. એકમાં યૉક પાસેથી કલીઓ સ્ટાર્ટ થાય છે, જ્યારે બીજામાં શોલ્ડર પાસેથી કલીઓ આપી દેવામાં આવી હોય છે. અહીં ઘાઘરા સાથે પહેરવા માટે બીજી ટાઇપનો કુરતો બેસ્ટ રહેશે. જો ફિગર સ્લિમ હોય તો ઘેરવાળો કુરતો અને કલીદાર ઘાઘરો પહેરી શકાય, જ્યારે બૉડી થોડું હેવી હોય તો એ-લાઇન પહેરવું.’

ઘાઘરા અને કુરતામાં એક જ કૉમ્બિનેશન ન પહેરતાં એને કૉન્ટ્રાસ્ટ મૅચ કરીને પહેરવું. જો ટૉપ પિન્ક હોય તો નીચે ઘાઘરામાં કૉન્ટ્રાસ્ટમાં ગ્રીન કે યલો મૅચ કરો. કુરતો અને ટૉપ બન્ને એક જ રંગનાં સારાં નહીં લાગે અને જો એક જ રંગનાં હોય તોય ઘાઘરાની બૉર્ડરમાં કૉન્ટ્રાસ્ટ શેડ આપવો જરૂરી છે.

લાઇટ-વેઇટ


લોકો હવે હેવી વર્ક પહેરીને કંટાળ્યાં છે આવું જણાવીને ખુશ્બૂ કહે છે, ‘વધુ ને વધુ યુવતીઓ હવે લાઇટ-વેઇટ ફૅબ્રિક અને હળવા વર્કની ડિમાન્ડ કરી રહી છે. વેલ્વેટ અને બ્રૉકેડ જેવા હેવી ફૅબ્રિકને બદલે હવે શિફોન, જ્યૉર્જેટ, સિલ્ક જેવું વજનમાં હલકું ફૅબ્રિક લોકો પસંદ કરી રહ્યા છે. આ સાથે હેવી વર્કને બદલે કૉન્ટ્રાસ્ટ રંગના ફૅબ્રિકની જ બૉર્ડર કે કેરીની મોટિફવાળી સાત-આઠ ઇંચની બૉર્ડર દેખાવમાં જુદો અને સ્ટાઇલિશ લુક આપશે.

લાઇટ-વેઇટ લુકમાં ચંદેરી, કોટા, જૅપનીઝ યુકાતા જેવું ફૅબ્રિક પણ વાપરી શકાય.’

વર્સેટાઇલ


અનારકલીમાં આ બન્ને નવા બૉટમવેઅરના ઑપ્શન ખૂબ જ વર્સેટાઇલ બની શકે છે એમ જણાવીને ખુશ્બૂ કહે છે, ‘અનારકલી કુરતા સાથે પહેરી લીધા બાદ પલાઝો પૅન્ટને કરાચી સ્ટાઇલ કુર્તી સાથે કે એ-લાઇન ટૉપ સાથે પહેરી શકાય, જ્યારે ઘાઘરાને ચોલી અને દુપટ્ટા સાથે પહેરીને ટ્રેડિશનલ ઘાઘરા-ચોળીનો લુક આપી શકાય.’

નાના-નાના બદલાવ કરીને જૂના અને ખૂબ કૉમન લાગતા અનારકલી ડ્રેસને મૉડર્ન લુક આપી શકાય છે જે ફેસ્ટિવ સીઝનમાં સુંદર તો લાગશે જ સાથે ટ્રેન્ડી પણ દેખાશે.

કલર કૉમ્બિનેશન

રેડ-ગ્રીન, યલો-પર્પલ જેવા કૉમન કૉમ્બિનેશનને બદલે આજકાલ સ્કિન કલર ખૂબ ચાલી રહ્યો છે. લાઇટ બેજ શેડને રૉયલ બ્લુ, એમરલ્ડ ગ્રીન જેવા રંગો સાથે મૅચ કરી શકાય. બેજ કલર દેખાવમાં સિમ્પલ લાગતો હોવાથી એ એમ્બþૉઇડરી બાદ પણ વધુ ભરેલો લુક નહીં આપે અને સોબર દેખાશે. આ સિવાય કોરલના શેડ્સ પણ આ વર્ષે ઇન છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2012 05:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK