Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Amazon Prime Day Sale 2019:Realme, Redmiના ફોન પર આટલું ડિસ્કાઉન્ટ

Amazon Prime Day Sale 2019:Realme, Redmiના ફોન પર આટલું ડિસ્કાઉન્ટ

15 July, 2019 12:20 PM IST | મુંબઈ

Amazon Prime Day Sale 2019:Realme, Redmiના ફોન પર આટલું ડિસ્કાઉન્ટ

Amazon Prime Day Sale 2019:Realme, Redmiના ફોન પર આટલું ડિસ્કાઉન્ટ


Amazon Prime Day Sale 2019 રાત્રે 12 વાગ્યાથી Live થઈ ગચૂક્યુ છે. આ સેલમાં યુઝર્સને સ્માર્ટ ફોનથી લઈને ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Xiaomi, Realme સહિતની તમામ બજેટ સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ પોતાના બજેટ સ્માર્ટ ફોન પર શાનદાર ઓફર્સ આપી રહી છે. જો તમારું બજેટ 10 હજારની આસપાસ છે, તો તમને આ રેન્જમાં સારી ડીલ્સ મળી શકે છે. Redmi Note 5 Pro, Realme U1 અને આ વર્ષે લોન્ચ થયેલા Redmi 7 પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ તમને દરેક વેરિયન્ટ ખરીદવા પર મળી રહ્યું છે. ચાલો જાણીએ કયા ફોન પર કેવી ડીલ્સ મળી રહી છે.

Redmi Note 5 Pro



આ સ્માર્ટ ફોન ભારતમાં 15,999ની કિંમતમાં લોન્ચ કરાયો હતો. આ સેલમાં તમને આ સ્માર્ટ ફોન 5 હજારની કિંમતમાં મળી શકે છે. Amazon Prime Day Sale 2019માં આ સ્માર્ટ ફોન પર 31 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું ચે. તેના 4 જીબી + 64 જીબી વેરિયન્ટને તમે 10,999ની કિંમતમાં ખરીદી શકો છો.


Realme U1

Realmeના પાછલા વર્ષે લોન્ચ થયેલા આ બજેટ સ્માર્ટફોન Realme U1 પર પણ 30 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટ ફોનના 3GB+32GB વેરિયન્ટ પર 4 હજારનું ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહ્યું છે. આ વેરિયન્ટ તમે Rs 12,999ના બદલે Rs 8,999 કિંમતમાં ખરીદી શકો છો.


Realme U1ના 3GB+64GB વેરિયન્ટ પર Rs 2,500નું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ વેરિયન્ટને તમે Rs 11,999ના બદલે Rs 9,499ની કિંમતમાં ખરીદી શકો છો.

તો આ સ્માર્ટ ફોનના 4GB+64GB વેરિયન્ટ પર 4,500નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ વેરિયન્ટને તમે Rs 15,499ના બદલે Rs 10,999ની કિંમતમાં ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ એમેઝોન પ્રાઇમ ડે સેલ 2019માં Xiomiના આ સ્માર્ટફોન્સ પર ભારે છૂટ

Redmi 7

Xiaomiના આ વર્ષે લોન્ચ થયેલા બજેટ સમાર્ટ ફોન Redmi 7 પર પણ Amazon Prime Day Sale 2019માં સારી સારી ડીલ્સ મળી રહી છે. આ સ્માર્ટ ફોનના બંને વેરિયન્ટ પર 2 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહ્યું છે. આ સ્માર્ટ ફોનના 2GB+32GB વેરિયન્ટને તમે 9,999ના બદલે 7,999ની કિંમતમાં ખરીદી શકો છો.

આ ઉપરાંત 3GB+32GB વેરિયન્ટ પર પણ 2 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ વેરિયન્ટને તમે 10999ના બદલે 8,999માં ખરીદી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 12:20 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK