Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અખાત્રીજ 2019: 16 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, થશે ખૂબ જ ફાયદો

અખાત્રીજ 2019: 16 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, થશે ખૂબ જ ફાયદો

06 May, 2019 02:11 PM IST | મુંબઈ

અખાત્રીજ 2019: 16 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, થશે ખૂબ જ ફાયદો

આ અખાત્રીજ છે ઘણી જ શુભ

આ અખાત્રીજ છે ઘણી જ શુભ


સોના પ્રત્યે ભારતીયોનો મોહ કોઈનાથી છુપાયેલો નથી. આ કિંમતી ધાતુ ખરીદવા માટે આખા વર્ષમાં જે પવિત્ર અવસરની આપણે રાહ જોઈએ છે, તે આવી ચુક્યો છે. આ ખાસ તિથિ પર સોનાના વિક્રમી વેચાણ માટે અનેક સ્કીમો સાથો સોનાના વેપારીઓ પણ તૈયાર છે.

મંગળવારે અખાત્રીજ છે. આ અખાત્રીજ પર ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. સ્થિર યોગ તેને ખાસ બનાવે છે. 16 વર્ષ બાદ આ સ્થિતિ આવી છે. જેના કારણે આ વખતે ખૂબ જ ફાયદો થશે.

સોનું ખરીદવા માટે ઉત્તમ મુહૂર્ત
અખાત્રીજને સોનું ખરીદવા માટે વણજોયું મુહૂર્ત છે. લોકો ઘરમાં બરકત રહે એટલા માટે આ દિવસે સોના કે ચાંદીની લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને તેની પૂજા કરે છે. આ દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે, અને એટલે જ આ દિવસે લગ્ન પણ કરવામાં આવે છે.

ભાગ્યની વૃદ્ધિનું સૂચક
અક્ષય તૃતિયાને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. વૈદિક ગ્રંથ અને પુરાણો અનુસાર ત્રેતા યુગનો આરંભ અખાત્રીજના દિવસથી જ થયો હતો. લોકોને એવો પણ વિશ્વાસ છે કે આ દિવસે ખરીદવામાં આવેલા સોના પર પાર ગ્રહની દ્રષ્ટિ નથી પડતી.

આ પણ વાંચોઃ અક્ષયતૃતીયામાં સોનાની ખરીદી સાવધાનીપૂર્વક કરશો



16 વર્ષ બાદ અદ્ભૂત સંયોગ
આ વખતે અખાત્રીજના દિવસે 16 વર્ષ પછી સૂર્ય, શુક્ર, રાહુ અને ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને સાથ આ જ દિવસે ભગવાન પરશુરામનો અવતાર દિવસ અને ત્રેતા યુગની શરૂઆતનો પણ દિવસનો પણ સંયોગ બની રહ્યો છે. છેલ્લે આવો સંયોગ વર્ષ 2003માં બન્યો હતો. જેથી આ અખાત્રીજ ખાસ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 02:11 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK