Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અખરોટ શિક કબાબ

30 October, 2012 06:05 AM IST |

અખરોટ શિક કબાબ

અખરોટ શિક કબાબ






સામગ્રી

  •  ૨૦-૨૨ અખરોટના ટુકડા
  •  દોઢ કપ ઝીણી સમારેલી ફણસી
  •  ૧૦૦ ગ્રામ ખમણેલું પનીર
  •  અડધો કપ માવો
  •  એક ચમચી જીરું પાઉડર
  •  એક કપ ખમણેલું ગાજર
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  બે ચમચી આદું-મરચાંની પેસ્ટ
  •  બે કાચાં કેળાં બાફીને છૂંદો કરેલાં
  •  ચાર બટેટા બાફીને છૂંદો કરેલા
  •  બે ચમચા સમારેલી કોથમીર
  •  એક ચમચી લીલાં


મરચાંની પેસ્ટ


  •  એક ચમચી ચાટ મસાલો
  •  એક ચમચી જીરાનો પાઉડર
  •  એક ચમચી ગરમ મસાલો
  •  પા કપ ચણાનો શેકેલો લોટ
  •  એક કપ કાજુનો ભુક્કો
  •  અડધો કપ બ્રેડ ક્રમ્સ


રીત

એક પૅનમાં બે ચમચા તેલ ગરમ કરો. એમાં જીરું ઉમેરી સાંતળો. હવે સમારેલી ફણસી, ગાજર અને મીઠું ઉમેરી સાંતળો. મિશ્રણમાંથી પાણી સુકાઈ જાય એટલે આદું-લસણની પેસ્ટ ઉમેરી ફરી સાંતળો. હવે આ મિશ્રણને ગૅસ પરથી ઉતારી ઠંડું કરો. અખરોટના ટુકડા, પનીર અને માવાને એકસાથે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. કાચાં કેળાં, બટેટા અને કોથમીરને અખરોટવાળા મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરો અને ફરી મિક્સરમાં બ્લેન્ડ કરો. એમાં જીરાનો પાઉડર, ચાટ મસાલો, લીલાં મરચાંની પેસ્ટ અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવો. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. એમાં ફણસીવાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરો. કાજુનો પાઉડર, બ્રેડ ક્રમ્સ અને શેકેલો ચણાનો લોટ ઉમેરી મિક્સ કરો અને બરાબર ઠંડું થવા દો. આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી ફ્રિજમાં રાખી ઠંડું કરો. ત્યાર બાદ એને બહાર કાઢો. હાથમાં થોડું તેલ લગાવી મિશ્રણમાંથી લંબગોળ આકારના કબાબ બનાવો. એક નૉન સ્ટિક પૅનમાં થોડું તેલ ગરમ કરો. તૈયાર કરેલા કબાબને બધી સાઇડથી બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. સર્વિંગ પ્લેટમાં કાઢી સોસ અને ચટણી સાથે સર્વ કરો.  


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2012 06:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK