જિયોના ટક્કરમાં એરટેલે લોન્ચ કર્યો નવો 148/- નો પ્લાન, 3GB ડેટાની સાથે અનેક સુવિધા

Published: 7th July, 2019 23:58 IST | Mumbai

હરિફાઈમાં કંપનીઓએ ટકી રહેવા માટે નવા નવા પ્લાન્સ લાવવા પડ્યા જેથી ગ્રાહકોને આકર્ષિત કરી શકાય. આ હરિફાઈમાં સીધો ફાયદો ગ્રાહકોને જ થયો. સસ્તા પ્લાન અને શાનદાર ઓફરો મળવા લાગી.

Mumbai : ભારતમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોની ધમાકેદાર શરૂઆત કરતા દેશમાં અન્ય ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં હડકંપ મચી ગયું હતું. બધી ટેલિકોમ કંપનીઓમાં પોતાના ગ્રાહકોને સાચવવા માટે ગળાકાપ હરીફાઇ થઇ ગઇ હતી. તમામ કંપનીઓ જિયોને ટક્કર આપવા મેદાને પડી. આમાં કેટલીયે એવી કંપનીઓ છે જેને કાયમી તાળા લાગ્યા તો કેટલીયે એવી કંપનીઓ છે જેના વળતા પાણી શરૂ થયા. ગળાકાપ આ હરિફાઈમાં કંપનીઓએ ટકી રહેવા માટે નવા નવા પ્લાન્સ લાવવા પડ્યા જેથી ગ્રાહકોને આકર્ષિત કરી શકાય. આ હરિફાઈમાં સીધો ફાયદો ગ્રાહકોને જ થયો. સસ્તા પ્લાન અને શાનદાર ઓફરો મળવા લાગી.


એરટેલ પોતાના ગ્રાહકો માટે નવો પ્લાન લાવ્યું
ભારતી એટરેલ ગ્રાહકો માટે એક નવો પ્રીપેડ પ્લાન લઈને આવ્યુ છે. 148 રૂપિયાના આ પ્લાનમાં એરટેલ યૂઝર્સને કેટલાયે ફાયદાઓ અને ઓફર મળી રહી છે જે એક સસ્તા પ્રીપેડ પ્લાનમાં મળવી જોઈએ. આઓ જાણીએ આ પ્લાનમાં શું છે ખાસ.

 

મીડિયા રીપોર્ટ પ્માણે એરટેલના નવા 148 વાળા પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ લોકલ,એસટીડી અને રોમિંગ કોલિંગ સાથે રોજના 100 મેસેજ ફ્રી મળશે. 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં યૂઝર્સને કુલ 3GB ઈન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવશે. આ પ્લાનને સબસ્ક્રાઈબ કરવાથી યૂઝર્સને એરટેલ ટીવીનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. જ્યાં 350થી વધુ ચેનલ સાથે મનપસંદ વીડિયોનો ફાયદો ઉઠાવી શકશો.એરટેલે લોન્ગ ટર્મ પ્લાનને રિવાઇઝ કર્યૉ
એરટેલે પોતાના પ્રીપેડ પોર્ટફોલિયોમાં ઓફર કરવામાં આવેલ 1,699 રૂપિયાના લોન્ગ ટર્મ પ્લાનને રિવાઈઝ કરી દિધો છે. 365 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં હવે યૂઝર્સને વધારે ડેટા મળશે. પહેલા આ પ્લાનમાં યૂઝર્સને રોજના 1GB ડેટા મળતા હતા જે હવે વધીને 1.4GB થઈ ગયા છે. પ્લાનમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલની સાથે રોજના 100 મેસેજની ઓફર કરવામાં આવશે. પ્લાનને સબસ્ક્રાઈબ કરનારા યૂઝર્સને એરટેલ ટીવીનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK