મૅસ્ટરબેશન કરીને નોંધ્યું છે કે મારામાંથી વીર્ય નીકળતું જ નથી, શું મારામાં કોઈ ખામી છે?

Published: May 29, 2020, 17:39 IST | Dr. Ravi Kothari | Mumbai

થોડા વખતમાં જ હૉર્મોન્સની ઊણપ આપમેળે પુરાઈ જશે અને વીર્યનો સ્રાવ શરૂ થઈ જશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સવાલ: મને ૧૬મું વર્ષ બેઠું છે. હું છોકરીઓને જોઈને પહેલાં ક્યારેય ન અનુભવી હોય એવી ઉત્તેજના અનુભવું છું. હું મિત્રો પાસેથી મૅસ્ટરબેશન કરતાં શીખ્યો છું, પરંતુ જ્યારે પણ મે એ કર્યું છે ત્યારે ઇન્દ્રિયમાંથી ટ્રાન્સપરન્ટ ચીકાશ આવે છે, પણ વીર્ય જેવું કંઈ જ નીકળતું નથી. મારા મિત્રો હસ્તમૈથુન કરે છે ને તેમને વાઇટ રંગનું સીમેન નીકળે છે. મને ઉત્તેજના અને ઑર્ગેઝમ અનુભવાય છે, પણ વીર્ય નથી આવતું. મેં વારંવાર મૅસ્ટરબેશન કરીને નોંધ્યું છે કે મારામાંથી વીર્ય નીકળતું જ નથી. શું મારામાં કોઈ ખામી છે? એનો કોઈ ઇલાજ થઈ શકે ખરો?

જવાબ: તમે બરાબર નોંધ્યું છે. તમને જે ચીકણો પદાર્થ બહાર આવે છે એ વીર્ય નથી, પણ કાઉપર ગ્રંથિનો સ્રાવ છે. જેમ વ્યક્તિ મનગમતી સ્વીટ જુએ અને મોંમાં લાળ આવે એ જ પ્રમાણે મનગમતું પાત્ર જુએ એટલે ઇન્દ્રિયમાં લાળ નિર્માણ થાય છે એ કાઉપર ગ્રંથિનો સ્રાવ કહેવાય છે. એ પારદર્શક અને ચીકણી હોય છે અને ઊભરાઈને બહાર આવે છે, જ્યારે વીર્ય સફેદ હોય છે અને ઝટકાથી બહાર આવે છે.

તમારી વયના અન્ય છોકરાઓને હસ્તમૈથુન દરમ્યાન વીર્ય નીકળે છે અને તમને નથી નીકળતું એટલે ચિંતા થાય એ સ્વાભાવિક છે. જોકે ઘણી વ્યક્તિમાં પ્યુબર્ટી એજનો કાળ લાંબો હોય છે એટલે બાળઅવસ્થાથી ટીનેજમાં આવતાં થોડો સમય લાગે છે. કેટલાક લોકોમાં હૉર્મોન્સનું લેવલ ધીમે-ધીમે વધતું હોય છે. આવી વ્યક્તિઓને કામેચ્છા થાય છે, કલ્પનામાત્રથી ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે છે, ચરમસીમા પર પહોંચીને આનંદનો પણ અહેસાસ થાય છે; પણ વીર્ય બનતું ન હોવાથી એ બહાર નથી આવતું.

તમારે ગભરાવાની જરૂર નથી. થોડા વખતમાં જ હૉર્મોન્સની ઊણપ આપમેળે પુરાઈ જશે અને વીર્યનો સ્રાવ શરૂ થઈ જશે. તમે કસરત અને યોગ્ય આહાર પર ધ્યાન આપો. બાકી હજી છ એક મહિના સુધી આમ જ ચાલે અને મગજમાં થોડુંઘણું ટેન્શન જેવું લાગતું હોય તો કોઈ મોટી હૉસ્પિટલમાં એન્ડ્રોલૉજી ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાંના નિષ્ણાતની સલાહ લેવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK