સિક્સ-પૅક ઍબ્સ? અપને બસ કી બાત નહીં હૈ ભૈયા

Published: 20th October, 2014 05:31 IST

ફિટનેસ સાથે કોઈ જાતનો ખાસ ઘરોબો નહીં રાખનારો અભિષેક બચ્ચન આજકાલ પોતાની આગામી ફિલ્મ માટે અતિશય મહેનત કરી રહ્યો છે. જોકે ફિલ્મોમાં પોતાના પાત્ર મુજબનો દેખાવ મેળવવા માટે તે વધુ કટિબદ્ધ છે
Fitness Funda

આજકાલ પોતાની આગામી ફિલ્મ ‘હૅપી ન્યુ યર’ના પ્રમોશનમાં વ્યસ્ત અભિષેક બચ્ચન ફિટનેસ માટે ખાસ સિરિયસ નહોતો ગણાતો. જોકે છેલ્લાં દોઢ-બે વર્ષમાં તે પોતાની ફિટનેસને લઈને વધુપડતો કૉન્શિયસ થઈને મહેનત કરી રહ્યો છે. ‘ધૂમ:૩’ માટે તેણે પર્સનલ ટ્રેઇનર રાખીને ટ્રેઇનિંગ શરૂ કરી હતી. અત્યારે તે પોતાના હોમ-પ્રોડક્શનની ફિલ્મ માટે મન લગાવીને મહેનત કરી રહ્યો છે. જોકે જિમમાં જવાનું અભિષેકને ખાસ પસંદ નથી અને ખાવાનો તે અતિશય શોખીન છે. એમ છતાં અત્યારના ટ્રેન્ડ પ્રમાણે અને પોતે જે ફીલ્ડમાં છે એ ફીલ્ડમાં ઍક્ટરનો દેખાવ બહુ મહત્વનો છે એ સમજીને હવે તે પોતાની ફિટનેસને લઈને વધુ સતર્ક બન્યો છે.

એક્સરસાઇઝનો કંટાળો

ફિટ રહેવા માટે પુષ્કળ પસીનો પાડવો પડતો હોય છે. શરૂઆતમાં અભિષેકને એનો ખૂબ કંટાળો આવતો હતો. જોકે આજકાલ તે કોઈ પણ જાતની આળસ કે વર્કઆઉટ કર્યા પછી સહેવી પડતી પીડાને નજરઅંદાજ કરીને પણ વર્કઆઉટમાં કોઈ પણ જાતની બાંધછોડ નથી કરતો. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘સ્કૂલમાં હતો ત્યારે હું ઍથ્લેટિક હતો. જોકે ત્યારે પણ એક્સરસાઇઝ નહોતો કરતો. ફિલ્મની કારકર્દિી શરૂ કરી ત્યારે સમય નહોતો. મને યાદ છે એ ગાળામાં સંજય દત્ત મને ખેંચીને જિમમાં લઈ જતો હતો. ‘ગુરુ’ ફિલ્મ માટે મેં ૧૧ કિલો વજન વધાર્યું હતું. જોકે વજન વધારવું સરળ છે, પણ એને ઘટાડવું એટલું જ અઘરું. વધેલું એ વજન ઘટાડતાં મને નવ મહિના લાગ્યા હતા. જોકે એ દરમ્યાન શરીરના મેકૅનિઝમને બહુ મોટી ઠેસ પહોંચી હતી. એટલે એ પછી પ્રોફેશનલ ટ્રેઇનિંગ દ્વારા અને ડાયટિશ્યનની મદદથી મેં ફરીથી એ બૉડી પાછી મેળવી હતી.’

અત્યારે અભિષેક તેના પિતા સાથે રોજના બે કલાક વર્કઆઉટ કરે છે જેમાં લાગતા થાક વિશે અવારનવાર ટ્વિટર પર ચર્ચા પણ કરે છે. રોજની કાર્ડિયો એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ, ક્રન્ચિસ, ક્રૉસ-ટ્રેઇનિંગ વગેરે તેની ટ્રેઇનિંગનો હિસ્સો છે. 

બૉલીવુડના ફિટ બડી

જૉન એબ્રાહમ, હૃતિક રોશન, અક્ષયકુમાર આ બધા જ સ્ટાર્સની બૉડીથી અભિષેક પ્રભાવિત છે. તેનું માનવું છે કે સિક્સ-પૅક ઍબ્સ બનાવવા માટે ખરેખર ખૂબ ઊંચી કક્ષાની મહેનત કરવી પડે છે અને એટલે જ તે બિનધાસ્ત સ્વીકારે છે કે સિક્સ-પૅક ઍબ્સ બનાવવા જેટલું આકરું વર્કઆઉટ તે ક્યારેય નથી કરી શકવાનો. એટલે જ તેનો પ્રયત્ન એ રહેશે કે પોતાની ફિલ્મોના રોલ પ્રમાણે અને ઓવરઑલ ગુડ લુક દેખાય એટલી જ મહેનત તે કરશે.

વેરી મચ ફૂડી

પોતાના ઘરની સામે મળતી ફ્રૅન્કીથી લઈને દરેક પ્રકારનું જન્ક ફૂડ ખાવાનો અભિષેક શોખીન છે. રસગુલ્લા તેની ફેવરિટ મીઠાઈ છે. જોકે અત્યારે તો તેણે બધું જ છોડી દેવું પડ્યું છે; કારણ કે તેની ટ્રેઇનિંગમાં આ પ્રકારનું ફૂડ બિલકુલ અલાઉડ નથી એટલું જ નહીં, આજકાલ અભિષેક તેના હાથમાં રિસ્ટ-બૅન્ડ પહેરીને ફરતો જોવા મળી રહ્યો છે. આ એક ઇલેક્ટ્રૉનિક ફિટનેસ ડિવાઇસ છે જે માત્ર તેના બૉડી-મૂવમેન્ટને જ નહીં, પણ તેના શરીરમાં જતી કૅલરીની ગણતરી પણ રાખે છે. દિવસનાં છ મીલ તે લે છે અને એમાં પોતાની બધી જ ભાવતી વસ્તુઓ તેણે મૂકી દીધી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK