Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આલુ-ભટૂરે

10 November, 2011 07:12 PM IST |

આલુ-ભટૂરે

આલુ-ભટૂરે


 



 


(મીતા ભરવાડા)

સામગ્રી

  • એક કપ મેંદો
  • પા કપ રવો
  • એક બાફેલું બટાટુ
  • બે ચમચા તેલ
  • ત્રણ ચમચા દહીં
  • ચપટી સોડા
  • એક ચમચી સાકર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તળવા માટે તેલ


રીત

સૌપ્રથમ બાફેલા બટાટાને ખમણી લો. હવે એક બાઉલમાં મેંદા અને રવાને મિક્સ કરો. એમાં વચ્ચે ખાડો કરી તેલ, સોડા, સાકર, મીઠું અને દહીં નાખી બે મિનિટ રહેવા દો. ત્યાર બાદ એમાં ખમણેલા બટાટા નાખી જરૂરિયાત પ્રમાણે પાણી નાખી લોટ બાંધો. ઢાંકીને ૪-૫ કલાક રહેવા દો. હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. લોટને ફરી એક વાર મસળી એના લૂઆ કરી લંબગોળ વણી લો. એને ગરમ તેલમાં તળો. એને છોલે સાથે પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2011 07:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK