પાઇનૅપલ ચટણી

ધર્મિન લાઠિયા | Jan 31, 2019, 14:57 IST

આ ચટણી સૅન્ડવિચ કે પરાઠા સાથે સર્વ કરો.

પાઇનૅપલ ચટણી
પાઈનૅપલ ચટણી

આજની વાનગી

સામગ્રી

* ૨ કપ પાઇનૅપલનું છીણ

* ૧ ટી-સ્પૂન રાઈ

* ૪ ટી-સ્પૂન ખાંડ

* ૧ ટી-સ્પૂન કિસમિસ

* ૧ ટી-સ્પૂન ચાટ મસાલો

* ૧ નંગ લાલ મરચું

* ૧ ટી-સ્પૂન તેલ

* મીઠું સ્વાદ અનુસાર

રીત

એક પૅનમાં તેલ ગરમ કરીને એમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. એમાં રાઈ નાખી તતડે પછી પાઇનૅપલનું છીણ નાખો. એમાં ખાંડ અને મીઠું ઉમેરીને પંદર મિનિટ રહેવા દો. પછી ઠંડું થાય એટલે ચાટ મસાલો મેળવો. આ ચટણી સૅન્ડવિચ કે પરાઠા સાથે સર્વ કરો.

આ પણ વાંચો : રતલામી સેવ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK