ગાજરના ઘૂઘરા

ધર્મિન લાઠિયા | Mar 07, 2019, 11:55 IST

મેંદાના લોટમાં કૉર્નફ્લોર ભેળવી એમાં ઘીનું મોણ નાખી કઠણ કણક બાંધવી. એક કલાક રહેવા દેવી. પછી એમાંથી પૂરી બનાવવી.

ગાજરના ઘૂઘરા
ગાજરના ઘૂઘરા

આજની વાનગી

સામગ્રી

* ૨૫૦ ગ્રામ ગાજર

* ૨૫૦ ગ્રામ ખાંડ

* ૫૦ ગ્રામ માવો

* ૨૫ ગ્રામ કોપરાનું ખમણ

* ૧ ટેબલ-સ્પૂન ખસખસ

* ૧ ટેબલ-સ્પૂન કાજુનો ભૂકો

* ૨૫૦ ગ્રામ મેંદો

* ૧ ટેબલ-સ્પૂન કૉર્નફ્લોર

* ઘી, એલચી જરૂર પ્રમાણે

રીત

ગાજરને છોલી સફેદ ભાગ ન આવે એમ છીણવાં. એક વાસણમાં ઘી મૂકી ગાજરને સાંતળવું. પછી એમાં માવો, એલચી, ખાંડ નાખી સરખું હલાવવું. ખાંડનું પાણી બળે અને સાધારણ કોરું પડે એટલે ઉતારી કાજુનો ભૂકો, ખસખસ અને કોપરાનું ખમણ નાખી હલાવી રાખવું.

આ પણ વાંચો : જાણો મસાલેદાર થેપલા બનાવવાની રીત

મેંદાના લોટમાં કૉર્નફ્લોર ભેળવી એમાં ઘીનું મોણ નાખી કઠણ કણક બાંધવી. એક કલાક રહેવા દેવી. પછી એમાંથી પૂરી બનાવવી. એમાં ગાજરનો સાંજો ભરી પૂરી બેવડી વાળી ઘૂઘરા વાળવા. પછી ઘીમાં ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવા. તૈયાર છે ગાજરના ઘૂઘરા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK