Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉન્ડોમ હાથવગું નથી હોતું એને કારણે તેને પ્રેગ્નન્સીની ચિંતા રહે છે

કૉન્ડોમ હાથવગું નથી હોતું એને કારણે તેને પ્રેગ્નન્સીની ચિંતા રહે છે

04 January, 2019 04:18 PM IST |
ડૉ.રવિ કોઠારી

કૉન્ડોમ હાથવગું નથી હોતું એને કારણે તેને પ્રેગ્નન્સીની ચિંતા રહે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે અને પત્નીની ૩૮ વર્ષ. બે સંતાનો પછી હવે ફૅમિલી પ્લાનિંગ માટે વાઇફ ઓરલ ગોળીઓ લે છે. દરેક વખતે કૉન્ડોમ હાથવગું નથી હોતું એને કારણે તેને પ્રેગ્નન્સીની ચિંતા રહે છે. એ શક્યતા ટાળવા માટે અમે એક-બે વાર ગુદામૈથુન કરવાનો પ્રયત્ન કરેલો, પણ કંઈ ઠીક ન લાગ્યું. વાઇફને ખૂબ જ પીડા થતી હતી. લગભગ ચારેક મહિના પછી અમે ફરીથી ગુદામૈથુનની ટ્રાય કરી, એ વખતે પણ તેને પીડા થઈ. આ ઘટનાના એક જ વીક પછી તેને મસા અને હરસ નીકળવા લાગ્યા છે. હવે તો અમે ગુદામૈથુન કર્યાને ઘણો સમય થઈ ગયો છે અને છતાં મસા અંદર જતા નથી. શું ગુદામૈથુનને કારણે આવું થયું હશે? મસો ઘણો મોટો અને બહારની તરફ આવ્યો છે એટલે તે પીડામાં છે. હવે કોઈ ડૉક્ટર પાસે જવાનો સંકોચ થાય છે. શું ડૉક્ટરને એનલ-સેક્સની હિસ્ટરી કહેવી પડશે?



જવાબ : તમારાં વાઇફને ગુદામૈથુનને કારણે જ મસા નીકળ્યા છે એવી તમારી ધારણા છે જે મહદંશે સાચી નથી. મસા અને હરસ થવાનું મુખ્ય કારણ છે ક્રૉનિક કબજિયાત. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગુદામૈથુનને કારણે હરસ-મસા થાય છે એવું નથી, પરંતુ જો ગુદામાર્ગમાં ચીરા પડ્યા હોય કે ઝીણા મસાની શરૂઆત થઈ હોય તો ગુદામૈથુનને કારણે વકરી જરૂર શકે છે. હરસ-મસા હોય ત્યારે ગુદામૈથુન કરવાથી સ્ત્રીને અસહ્ય પીડા થઈ શકે છે.


વાઇફને ઑલરેડી અંદર મસા કે ચીરાની તકલીફ હશે જ અને એ દરમ્યાન તમે ગુદામૈથુનનો પ્રયોગ કયોર્ જેને કારણે સમસ્યા યોગાનુયોગ જલદી બહાર આવી. સૌથી પહેલાં તો પત્નીને જો કબજિયાતની તકલીફ હોય તો એ દૂર કરો. રાત્રે સૂતાં પહેલાં હરડે લેવાથી મળ પાતળો થઈને સરળતાથી નીકળી જશે અને વારંવાર કડક મળને કારણે ઘર્ષણ અટકશે તો રુઝાવામાં પણ ફરક પડશે. પરિસ્થિતિ વધુ વકરે એ પહેલાં જ ડાયટમાં કાળજી અને કસરત કરીને પાચનશક્તિ સુધારવામાં આવે એ મસ્ટ છે.

કોઈ પણ આયુર્વેદ ડૉક્ટર અથવા તો પછી પેટના નિષ્ણાત પાસે જઈને ચેકઅપ કરાવો. જેટલી જલદી સારવાર થશે એટલું ઝડપી અને કાયમી પરિણામ મળશે. ધારો કે હિસ્ટરી લેતી વખતે ડૉક્ટર ગુદામૈથુન બાબતે પૂછે તો એમાં શરમાવા જેવું પણ નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2019 04:18 PM IST | | ડૉ.રવિ કોઠારી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK