Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પુરુષ ગમે તે ઉંમરનો હોય, તેની કલ્પનાસૃષ્ટિમાં તો વીસીની મહિલા જ આવે

પુરુષ ગમે તે ઉંમરનો હોય, તેની કલ્પનાસૃષ્ટિમાં તો વીસીની મહિલા જ આવે

09 October, 2014 03:13 AM IST |

પુરુષ ગમે તે ઉંમરનો હોય, તેની કલ્પનાસૃષ્ટિમાં તો વીસીની મહિલા જ આવે

પુરુષ ગમે તે ઉંમરનો હોય, તેની કલ્પનાસૃષ્ટિમાં તો વીસીની મહિલા જ આવે



એ પ્રમાણે ૧૩ વર્ષના ટીનેજરથી લઈને ૩૦ વર્ષ કે એથી વધુ વયના પુરુષોએ વીસીમાં હોય એવી મહિલાઓ સાથે સેક્સની ઇચ્છા થતી હોવાનું કહ્યું હતું, જ્યારે મહિલાઓએ પોતાના જેટલી જ ઉંમરના અથવા તો બેથી ચાર વર્ષ મોટી ઉંમરના પુરુષોને જોઈને ઉત્તેજના અનુભવતી હોવાનું કહ્યું હતું.

આ માટે રિસર્ચરોએ ૧૮-૪૯ વર્ષની વયનાં સ્ત્રીઓ અને પુરુષો મળીને કુલ ૧૨,૬૫૬ વ્યક્તિનો સર્વે કર્યો હતો. દરેક વ્યક્તિને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે છેલ્લા એક વર્ષમાં તમને કયા એજ-ગ્રુપની વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થયું હતું?

ટીનેજર કે ટ્વેન્ટીઝની મહિલાઓએ આના જવાબમાં પોતાનાથી બેથી ચાર વર્ષ મોટી ઉંમરના પુરુષોમાં આવો રસ હોવાનું કહ્યું હતું, જ્યારે મોટી ઉંમરની સ્ત્રીઓએ પોતાની ઉંમરના કે થોડી વધુ વયના પુરુષો સાથે સેક્સની ઇચ્છા થતી હોવાનું જણાવ્યું હતું.

સર્વેમાં પુરુષ પાર્ટિસિપન્ટ્સનાં રિઝલ્ટ્સ રસપ્રદ હતાં, કેમ કે ટીનેજરથી લઈને તમામ એજ-ગ્રુપના પુરુષોએ સેક્સ-પાર્ટનર તરીકે ટ્વેન્ટીઝમાં હોય એવી મહિલાઓ પસંદ હોવાનું કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2014 03:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK