પૈઠણીના પ્રદર્શનમાં આ વર્ષે કુર્તી અને પર્સ પણ

Published: 2nd November, 2012 05:47 IST

૨,૬૦,૦૦૦ની ખાસ પૈઠણી સાડી જોવી હોય તો પહોંચી જાઓ પ્રભાદેવીડબલ પાલવ અને એક ઇંચ જેટલી બૉર્ડરવાળી આ પૈઠણીને એક કુશળ કારીગર પણ આખા દિવસ દરમ્યાન ફક્ત એક ઇંચ જેટલી જ વણી શકે છે. આ મરૂન જેવા લાલ રંગની પૈઠણી પર ઑલઓવર મોરની બુટ્ટીઓ છે.

કિંમત : ૨,૬૦,૦૦૦ રૂપિયા

કમળ અને વેલવાળા પાલવ અને બૉર્ડરવાળી આ મોટી મોટિફ્સની સાડીમાં પણ સાચી જરી વાપરવામાં આવી છે.

કિંમત : ૧,૫૦,૦૦૦ રૂપિયા

આજકાલની યુવતીઓને જો ચમકીલા અને ભડક રંગો પસંદ ન હોય તો પ્રદર્શનમાં સફેદ રંગની સેલ્ફ ગોલ્ડન ડિઝાઇનવાળી પૈઠણી પણ છે. આ પૈઠણીની ખાસિયત એ છે કે એમાં ગોલ્ડન જરીને એ રીતે વણવામાં આવી છે કે એ ઊપસેલી લાગતી નથી પરંતુ એક પ્રિન્ટેડ ફૅબ્રિક હોય એવી ઇફેક્ટ આપે છે.

કિંમત : ૨,૨૫,૦૦૦ રૂપિયા

આ શામગુલાબી રંગની પૈઠણીમાં મહારાની બૉર્ડર આપવામાં આવી છે અને ઑલઓવર પોલકા ડૉટ્સ જેવી બુટ્ટીઓ આપવામાં આવી છે. પલ્લુમાં રંગબેરંગી મોરની કલાકૃતિ છે.

કિંમત : ૧૭,૦૦૦ રૂપિયા

સાડી સાથે મૅચ કરી શકાય એવાં જુદી-જુદી ટાઇપનાં પર્સ અને ક્લચ પણ છે.

કિંમત : ૯૦૦ રૂપિયાથી ૧૫૦૦ રૂપિયા સુધી

પૈઠણી સાડીનો શોખ ન હોય તો આ વર્ષે પૈઠણીમાંથી બનાવેલી કુર્તીઓ પણ પ્રદર્શનમાં રાખવામાં આવી છે.

કિંમત : ૩૦૦૦ રૂપિયાથી શરૂ

પૈઠણી સિલ્ક પર હેન્ડ પેઈન્ટિંગ કરેલી સાડી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK