ઍન્ગ્લો-ઇન્ડિયન વૉચ

Published: 21st August, 2012 05:45 IST

કુક ઍન્ડ કેલવે નામની ઍન્ગ્લો-ઇન્ડિયન વૉચ બ્રૅન્ડે પહેલી વાર ૧૮૫૮માં કોલકાતાથી ઘડિયાળોની શરૂઆત કરી હતી. આ જ કંપની હતી જે રૉલેક્સને ભારતમાં લાવી હતી અને ત્યાર બાદ કુક ઍન્ડ કેલવે વૉચિસ રૉયલ ફૅમિલીઝમાં ફેવરિટ બની. જોઈ લો આ જ બ્રૅન્ડના કેટલાક માસ્ટરપીસની ઝલકીઓ.

આ ૧૮ કૅરેટ ગોલ્ડની બનેલી ટૂ ટ્રેઇન ગ્રૅન્ડ ઍટ પટીટ સોનેરિયો નામની ક્લૉક-વૉચ છે. આ વૉચ સ્વિટ્ઝરલૅન્ડમાં બની હતી, એ પણ ઇન્ડિયન માર્કેટ માટે. વૉચની બૉડી પર ફ્લાવર્સ અને જ્યૉમેટ્રિક પૅટર્નનું કાર્વિંગ કરવામાં આવ્યું છે અને ગોલ્ડના ડાયલ પર રોમન આંકડાઓ પેઇન્ટ કરવામાં આવ્યા છે. આ એક પૉકેટ-વૉચ છે એટલે બાવીસ કૅરેટની સોનાની ચેઇન સાથે પણ આવે છે.

આ બીજી વૉચ છે ગોલ્ડ, ઇનૅમલ અને ડાયમન્ડની બનેલી. ૧૮૨૦માં બનેલી આ ઘડિયાળમાં ખૂબ જ દુર્લભ એવા હીરા જડવામાં આવ્યા છે અને તેમ જ ગોલ્ડ પર બ્લુ ઇનૅમલ કરેલું કેસ આપવામાં આવ્યું છે. ડાયમન્ડ મોટા લાગે એ માટે બેઝલ સેટિંગમાં બેસાડવામાં આવ્યા છે. ડાયલમાં વાઇટ મીનો ભરીને એના પર બ્લુ ઇનૅમલથી અરેબિક ન્યુમરલ પેઇન્ટ કરવામાં આવ્યા છે.

ત્રીજું એક્સક્લુઝિવ ટાઇમપીસ એટલે આ ૧૮ કૅરેટ ગોલ્ડ અને ડાયમન્ડમાં જડેલી ક્વૉર્ટર ઍન્ડ ફાઇવ મિનિટ રિપીટિંગ વૉચ. આ વૉચમાં ચાવી નથી. સ્પેશ્યલી ભારતીય માર્કેટ માટે જ બનાવાયેલી આ વૉચ ગોલ્ડની છે જેમાં ડાયલ પર વાઇટ ઇનૅમલિંગ કરવામાં આવ્યું છે અને રોમનમાં ન્યુમરલ્સ લખવામાં આવ્યા છે. ઉપરના ફૉઇલેજ પર ડાયમન્ડ સેટ કરીને એન્ગ્રેવિંગ કરવામાં આવ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK