Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બે વરસની દીકરી ખાવાનું ઓછું ખાય છે?

બે વરસની દીકરી ખાવાનું ઓછું ખાય છે?

13 October, 2011 06:55 PM IST |

બે વરસની દીકરી ખાવાનું ઓછું ખાય છે?

બે વરસની દીકરી ખાવાનું ઓછું ખાય છે?


 

ડૉ. પંકજ પારેખ, પીડિયાટ્રિશ્યન

સવાલ : મારી દીકરી બે વરસની થઈ. પહેલેથી જ તેને બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી હતી. છેક નવમા મહિના પછી તેને બહારનું ખાવાનું આપવાનું શરૂ કરેલું. જોકે હજીયે તે બહારનું ખાવાનું ખૂબ ઓછું ખાય છે. સવારે અને બપોરે બહારનું દૂધ પીએ છે અને વચ્ચે એકાદ વાર રોટલી કે દાળ-ભાત ખાય છે. બાકી હજીયે દિવસમાં બે વાર તેને મારું દૂધ જોઈએ છે. રાતે પણ તેને સ્તનપાન કરતાં-કરતાં જ સૂવાની આદત છે. પહેલાં તે ખૂબ હેલ્ધી હતી, પણ હવે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે અને ખાવામાં નખરાં કરે છે એટલે વજન ઘટી ગયું છે. તાવ-શરદી જેવી તકલીફો નથી થતી, પણ શરીરનો બાંધો નબળો દેખાયા કરે છે. એનું શું કરવું?

જવાબ : સૌથી પહેલાં તો સમજી લેવું જરૂરી છે કે બાળક એક-સવા વરસનું થાય એટલે તેને નૉર્મલ બધું જ ખાવાનું ખાતાં શીખવી દેવુું. એ પછી તેના ગ્રોથ માટે માત્ર માનું દૂધ પૂરતું નથી હોતું. તમે તેને તમારું દૂધ આપવાનું છોડાવશો નહીં ત્યાં સુધી તે બહારનું ખાવાનું ખાતાં શીખશે નહીં.

બે વર્ષ પછી બાળકને બ્રેસ્ટ-ફીડ કરાવવું એ તેની હેલ્થ માટે નુકસાનકારક છે. એમાંય તેને રાતે સૂતી વખતે ફીડ કરાવવાની ટેવ છે એ વધુ ખરાબ છે. તમે સૌથી પહેલાં તો બ્રેસ્ટ-ફીડ કરાવવાનું બંધ કરો. આપમેળે તેને ભૂખ લાગશે અને કંઈક ખાવા માગશે. તેનો ભૂખનો ટાઇમ થાય એ પહેલાં જ તેને કંઈક ખવડાવી દો એટલે બ્રેસ્ટ-ફીડ કરવાની ઇચ્છા જ ન થાય. જો એ ચાલુ જ રહેશે તો બાળક ફિક્કું પડવા લાગશે, હાડકાં નબળાં થશે અને ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ પણ વધી જશે.

દાળ, ખીચડી, પૂરણપોળીનું પૂરણ, કેળું એવી ચીજો આપવાથી તેનું પેટ પણ ભરાશે અને પોષણ પણ મળશે.

ખાવા-પીવાની ખોટી આદતોને કારણે તેનું સ્વાસ્થ્ય નબળું ન પડે એ જોવું જરૂરી છે. ખવડાવવા માટે બાળકને દબાણ કરવાની કે એની પાછળ-પાછળ ફરવાની જરૂર નથી. તેને આચર-કૂચર ખાવાનું તેમ જ બ્રેસ્ટ-ફીડ આપવાનું બંધ કરો અને જમવાના સમયે દાળ-ભાત-શાક-રોટલીની થાળી બનાવીને જાતે જ ખાવા દો.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2011 06:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK