° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


વાઇફને મુખમૈથુન કે ગુદામૈથુનથી પણ સંતોષ મળતો હશે?

16 June, 2021 12:10 PM IST | Mumbai | Dr. Mukul Choksi

મારી વાઇફ ચરમસીમાનો અનુભવ કરી શકતી હશે, એને પરમ શાંતિનો અનુભવ થતો હશે કે પછી એવા સંજોગોમાં સ્ત્રી અધૂરપની લાગણી અનુભવી ખાલી મને જ રહી જતી હશે, સ્પષ્ટતા કરશો તો હું મારી વાઇફનું મન જાણી શકીશ.

GMD Logo

GMD Logo

મારી ઉંમર ૬૦ વર્ષની છે. હું ગુદામૈથુન કે ફક્ત મુખમૈથુન કરાવું તો પણ સંતુષ્ટ થઈ જાઉં છું પણ શું એનાથી સ્ત્રીને સંતોષ પ્રાપ્ત થાય ખરો? મારી વાઇફ ચરમસીમાનો અનુભવ કરી શકતી હશે, એને પરમ શાંતિનો અનુભવ થતો હશે કે પછી એવા સંજોગોમાં સ્ત્રી અધૂરપની લાગણી અનુભવી ખાલી મને જ રહી જતી હશે, સ્પષ્ટતા કરશો તો હું મારી વાઇફનું મન જાણી શકીશ.
મીરા રોડના રહેવાસી

વાઇફનું મન જાણવા માટે તમારે આ કૉલમનો ઉપયોગ કરવો પડે અને મારી પાસેથી એનો જવાબ માગવો પડે એનાથી મોટી શરમની વાત કઈ હોઈ શકે? તમે તમારા વાઇફ સાથે હો છો, ઓલમોસ્ટ અડધી જિંદગી સાથે રહ્યાં છો અને એ પછી પણ તમે તેની ચરમસીમાની અનુભૂતિને જો પારખી ન શક્યા હો તો પાર્ટનર તરીકે આનાથી મોટી નિષ્ફળતા બીજી કોઈ કહી ન શકાય, પણ આપણા દેશની આ જ વાસ્તવિકતા છે. આજે પણ સેક્સ લાઇટ બંધ કરીને માણવાની જ પ્રક્રિયા રહી છે. એકબીજા સામે કપડાં ઊતરી શકે છે પણ શરમ અને સંકોચ ઉતારવામાં તકલીફ પડે છે. હશે, તમારા પ્રશ્નનો જવાબ આપું.
ઘણી વખત સ્ત્રીઓ માત્ર મુખમૈથુન કે ગુદામૈથુનથી જ સંતોષનો અનુભવ કરતી હોય છે, પણ આ વાત દરેક સ્ત્રીઓને લાગુ ન પડે. આપણે ત્યાં મોટા ભાગની સ્ત્રીઓ પેસિવ રોલ એટલે કે પુરુષ પાર્ટનર કહે એ પ્રકારના આસનને ફોલો કરી તે પોતાની ઇચ્છા વ્યક્ત કરવાનું ટાળે છે. સ્ત્રી અધૂરપમાં રહી છે કે નહીં કે પછી સ્ત્રી પરમસુખ પામી શકી કે નહીં એ જાણવાનો સૌથી સારો ઉપાય એ જ કે સંકોચ વિના તેને જ પૂછી લેવું કે તેને શું ગમે છે, કયા પ્રકારના મૈથુનનો આનંદ તે માણે છે? 
કોઈને માત્ર ચા જ ભાવે તો કોઈને માત્ર કૉફી જ ભાવે તો કોઈ એવું પણ હોય જેને ચા અને કૉફી બન્ને ચાલે અને બન્ને ભાવે. આ એટલી જ સામાન્ય બાબત છે. ચા અને કૉફીની પસંદગી જેવી જ આ પસંદગી છે. સારા-નરસાનો કે પછી ગમા-અણગમાનો પ્રશ્ન નથી. મજાની વાત છે અને મજા શેમાં આવી એ તો સાથ આપનારી વ્યક્તિ જ કહી શકે.

16 June, 2021 12:10 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

બાળકો જોઈતાં નથી, કૉન્ડોમ વાપરવાં નથી. કોઈ રસ્તો છે?

જો બાળક ન ઇચ્છતા હો તો સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે એ જરૂરી છે. અફકોર્સ, પ્રેગ્નન્સી રહે તો પણ ક્યુરેટિન જેવા રસ્તાઓ તો છે જ.

26 July, 2021 11:41 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

પેરન્ટ્સ મને કોઈ વાતનું પ્રોત્સાહન નથી આપતા

જીવનમાં સરખામણી ન કરવી જોઈએ પણ થઈ જાય તો શું કરવું?

23 July, 2021 12:36 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

સ્ટેન્ટ મુકાવ્યું છે ત્યારે સેક્સ લાઇફને હેલ્ધી બનાવવા શું કરવું ?

ગયા વર્ષે એન્જિયોપ્લાસ્ટી કરાવી સ્ટેન્ટ મુકાવ્યું એટલે હાર્ટઅટૅક ન આવે એ માટે સેક્સની કોઈ દવા નથી લેતો, બ્લડપ્રેશર પણ છે અને મનમાં એકધારા સેક્સના વિચારો પણ ચાલે છે, પણ સેક્સ લાઇફ હેલ્ધી નથી.

21 July, 2021 03:54 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK