Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > હસબન્ડને સેક્સમાં સહેજ પણ રસ નથી પડતો, કારણ શું?

હસબન્ડને સેક્સમાં સહેજ પણ રસ નથી પડતો, કારણ શું?

13 April, 2021 03:26 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

સેક્સ પ્રત્યે અરુચિ એટલે કે કામેચ્છાની ઊણપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારાં મૅરેજને હજી અઢી વર્ષ થયાં છે, પણ મારા હસબન્ડને સેક્સ પ્રત્યે જરા પણ રસ ન હોય એવું લાગી રહ્યું છે. શરૂઆતના સમયમાં તે એ બાબતમાં ઇન્ટરેસ્ટેડ હતા, પણ પછી સમય જતાં તેમની રુચિ એ દિશામાંથી બિલકુલ નીકળી ગઈ હોય એવું લાગવા માડ્યું અને હવે તો મહિનામાં એકાદ વાર માંડ તેઓ નજીક આવે છે. મેં બાકીની બધી રીતે તો તપાસ કરી લીધી છે, તેમને બીજે ક્યાંય અફેર નથી કે પછી તેમને બિઝનેસનું પણ કોઈ સ્ટ્રેસ નથી. પ્રોફેશનલી પણ પ્રોગ્રેસ ખૂબ સારો છે, એ પછી પણ તેમને આ તકલીફ છે. કહેવાનો અર્થ એ કે આ જેકોઈ પ્રૉબ્લેમ છે એ ફિઝિકલ છે. આનો કોઈ ઉપાય ખરો?

 કાંદિવલીના રહેવાસી



 


સેક્સ પ્રત્યે અરુચિ એટલે કે કામેચ્છાની ઊણપ. એને માટે ઘણાં કારણો હોવાં જોઈએ. અંડકોષમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનાં હૉર્મોન્સ જન્મે, જે લિવરમાં જઈને શરીરનાં બીજાં કેન્દ્રોમાં કામેચ્છાને જન્માવવાનું કામ કરે, પણ જો અંડકોષ કે લિવરમાં કોઈ તક્લીફ હોય તો એ તકલીફને લીધે કામેચ્છામાં ઊણપ આવી શકે. માનસિક તાણ એટલે કે ડિપ્રેશનથી કામેચ્છામાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. જરૂરી નથી કે દરેક વખતે સ્ટ્રેસ બિઝનેસના સ્તરનું જ હોય. ઘરનું વાતાવરણ પણ માણસમાં સ્ટ્રેસ જન્માવી શકે અને સાસરા પક્ષ સાથે ચાલતા નાના-મોટા દેખાય નહીં એવા તંગ સંબંધો પણ સ્ટ્રેસનું કામ કરે. આ ઉપરાંત ઘણી વાર પોતાના પાર્ટનરની કોઈ ક્રિયા વ્યક્તિને ગમતી ન હોય અથવા રોજ એક જ જાતની ઉત્તેજનાની ક્રિયાથી માણસ કંટાળી ગયો હોય તો પણ તેની કામશક્તિ મંદ પડી જાય એવું બની શકે.

કોઈ વાર બ્લડપ્રેશરની કે બીજી દવાઓની આડઅસર સીધી કામેચ્છા પર દેખાય. કહેવાનો મતલબ એટલો જ કે આનાં મૂળ સુધી ઊતરવું પડે અને એ કારણ જાણવું પડે, જેના આધારે ખબર પડે કે તમારા પતિને કયું કારણ વધારે બંધ બેસતું છે. એ જાણ્યા પછી જ એનો ઉપચાર શક્ય છે કેમ કે સેક્સની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 03:26 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK