Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ફિયાન્સે મને વફાદાર રહેશે કે નહીં એ સવાલ મને સતત સતાવે છે

ફિયાન્સે મને વફાદાર રહેશે કે નહીં એ સવાલ મને સતત સતાવે છે

12 August, 2022 04:49 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

હું હજી સ્વતંત્ર કમાતો નથી એટલે મારો હાથ છૂટો ન રહે, જ્યારે તે કમાય છે ને ઘરમાં કશું આપવાનું નથી એટલે બેફામ ખર્ચ કરે છે. શું તમને લાગે છે કે તે મને વફાદાર રહેશે? શું અમે કૉમ્પિટિબલ બની શકીશું?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સવાલ સેજલને

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


મારાં અરૅન્જ્ડ મૅરેજ નક્કી થયાં છે. હું પપ્પાના બિઝનેસમાં જસ્ટ જોડાયો છું અને તેમને અત્યારે તો હેલ્પ જ કરી રહ્યો છું. મારી ફિયાન્સે જૉબ કરે છે અને એ જૉબમાં તે સારી પોઝિશન પર છે. મારા મોટા ભાઈનું સગપણ નક્કી ન થયું હોવાથી અમારે આવતા ઉનાળા સુધી લગ્ન માટે રાહ જોવાની છે. જોકે આ દરમ્યાન મને ફિયાન્સેની કેટલીક એવી વાતો જાણવા મળી જેનાથી પગ તળેથી ધરતી સરકી ગઈ. ફિયાન્સેનું નામ તેની ઑફિસમાં એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વ્યક્તિઓ સાથે ઊછળ્યું હતું. હાલમાં પણ તેના મોબાઇલમાં ભળતું જ નિકનેમ હોય એવા બે-ત્રણ કૉન્ટૅક્ટ છે. મેં તપાસ કરાવી તો ખબર પડી કે તેનું ચક્કર પહેલાં જેની સાથે હતું એ તો તેનાથી લગભગ બાર-પંદર વર્ષ મોટો છે. હજીયે એ બન્ને ટચમાં છે. ફિયાન્સેની ડિમાન્ડ્સ પણ બહુ મોટી હોય છે. મારા ઘરે આવે ત્યારે તે મારા મોટા ભાઈ સાથે પણ બહુ છૂટછાટ લેતી હોય છે. કંઈક કહું તો કહે છે મારો સ્વભાવ આવો જ છે, તારે જે કરવું હોય એ કર. હું હજી સ્વતંત્ર કમાતો નથી એટલે મારો હાથ છૂટો ન રહે, જ્યારે તે કમાય છે ને ઘરમાં કશું આપવાનું નથી એટલે બેફામ ખર્ચ કરે છે. શું તમને લાગે છે કે તે મને વફાદાર રહેશે? શું અમે કૉમ્પિટિબલ બની શકીશું? 

તમને નહીં ગમે પણ જરાય શબ્દો ચોર્યા વિના કહું તો તમે જબરદસ્ત લઘુતાગ્રંથિથી પીડાઓ છો એવું તો નથીને? શા માટે તમે ફિયાન્સેની પાછળ આટલીબધી સીઆઇડી બેસાડી છે એ જ મને તો સમજાતું નથી. શું તે તમારી સાથે બરાબર બિહેવ નથી કરતી? કદાચ તમને તમારી ફિયાન્સે ગમે તો છે, પણ તેની સફળતા અથવા તો આર્થિક રીતે પગભર હોવાને કારણે જે કૉન્ફિડન્સ ધરાવે છે એનાથી તકલીફ થાય છે. આજકાલની નોકરી કરતી અને ખાસ કરીને અમુક પોઝિશનથી ઉપર પ્રોફેશનલ વર્લ્ડમાં કામ કરનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ ઊંચો હોય એ સ્વાભાવિક છે. કોઈ તમને વફાદાર રહેશે કે નહીં એનું જજમેન્ટ આપવું મારા માટે લગભગ અસંભવ છે, પણ જો તમે આ સંબંધમાં વિશ્વાસ મૂકવાની અને પરસ્પરને સમજવાની પહેલ નહીં કરો તો સંબંધને કૉમ્પિટિબલ બનાવવાનું અઘરું ચોક્કસ થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 04:49 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK