Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > લૉન્ગ ડિસ્ટન્સ સંબંધમાંં મારી અંગત જરૂરિયાતોનું શું?

લૉન્ગ ડિસ્ટન્સ સંબંધમાંં મારી અંગત જરૂરિયાતોનું શું?

13 July, 2021 03:24 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મારે શું કરવું જોઈએ, જેથી હું બીજા કોઈ તરફ સ્લિપ થયા વિના અમારા રિલેશન પણ મેઇન્ટેન કરી શકું અને મારી નીડ પણ પૂરી થાય? મૅસ્ટરબેશન માટે ફિંગર સિવાય કોઈ બીજો રસ્તો છે? 

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


મારી ઉંમર ૨૬ વર્ષની છે, હું અનમૅરિડ છું અને લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનથી જોડાયેલા હોવાથી અમે રેગ્યુલર મળી શકતાં નથી. આવા સમયે નૅચરલી ફિઝિકલ નીડ ઊભી થવાની પણ મને મૅસ્ટરબેશનમાં સંકોચ થાય છે. એની માટે મેં ટ્રાય પણ કરી પણ મનમાં હેઝિટેશન જ રહ્યા કરે છે એટલે હું આગળ વધી નથી શકતી. મારે શું કરવું જોઈએ, જેથી હું બીજા કોઈ તરફ સ્લિપ થયા વિના અમારા રિલેશન પણ મેઇન્ટેન કરી શકું અને મારી નીડ પણ પૂરી થાય? મૅસ્ટરબેશન માટે ફિંગર સિવાય કોઈ બીજો રસ્તો છે? 
મલાડની રહેવાસી

 મૅસ્ટરબેશન. તમને ખબર જ છે એનો ઉપાય. કરવાની જરૂર તમારે એક જ છે કે તમે કોઈ મનમાંથી સંકોચ કાઢી નાખો. અગાઉ આ જ કૉલમના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે માસ્ટરબેશન સૌથી સેફ સેક્સલાઇફ છે. જેમાં કોઈ બીજાની આવશ્યકતા રહેતી નથી અને પાર્ટનરને ચીટ કર્યાનો અફસોસ પણ થતો નથી.
મૅસ્ટરબેશનમાં હેઝિટેશન ન થવું જોઈએ અને જો એ પછી પણ રહ્યા જ કરતું હોય તો એ પ્રકારનો માહોલ ઊભો કરવાની કોશિશ કરો અને એ કરવા સુધી તમને ખેંચી જાય એવી સિચ્યુએશન તમે જ જાતે જનરેટ કરો. એ પ્રકારની ફિલ્મ કે પછી વેબ સીરિઝ કે પછી એવું કૉન્ટેન્ટ તમને મૅસ્ટરબેશન માટેના એક્સાઇટમેન્ટ સુધી ખેંચી જઈ શકે છે. આપણે ત્યાં મોટાભાગની ફીમેલને માસ્ટરબેશનની ઈચ્છા થતી હોય છે પણ કોઈ જોઈ જશે એ વાતનો ડર સતત રહ્યા કરતો હોય છે. આ જ કારણે મૅસ્ટરબેશનને અધવચ્ચે છોડી દેવાનું પણ દસમાંથી નવ મહિલા સાથે બનતું હોય છે.
પ્રોપર એટમોસ્ફિયર બનાવો. રાતનો સમય પસંદ કરો. રૂમ બંધ કરી દો અને લાઇટ્સ ઑફ રાખી એ દિશામાં આગળ વધવાની કોશિશ કરો. તમારા બોયફ્રેન્ડ સાથેની એ પળો યાદ કરો જેમાં તમે વનનેસનો અનુભવ કર્યો હતો. એ અનુભવ પણ તમને ચરમસીમા સુધી લઈ જવાનું કામ કરશે. 
માસ્ટરબેશન માટે વાઇબ્રેર્ટ્સ છે અને એમાં વરાઇટીઓ મળે છે જે ઓનલાઇન ખરીદી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2021 03:24 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK