Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સંસાર છોડવો છે; પણ સેક્સમાં આનંદ પણ મળે છે તો શું કરવું?

સંસાર છોડવો છે; પણ સેક્સમાં આનંદ પણ મળે છે તો શું કરવું?

24 January, 2022 12:03 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

આમ તો હું સેક્સનો ભારોભાર નફરત કરું છું, પણ એનાથી દૂર રહી શકતો. મારે શું કરવું એ મને કંઈ સમજાતું નથી. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હું ૩૧ વર્ષનો છું અને એપ્રિલ મહિનામાં મારાં મૅરેજ થવાનાં છે, પણ ઍક્ચ્યુઅલી, હું મૅરેજ જ નથી ઇચ્છતો. એક સમયે મને સંસાર છોડવાનું મન થતું હોવાથી લાંબા સમય સુધી મૅરેજ ટાળ્યાં, પણ હવે હું ટાળી શકતો નથી. બીજી મોટી મૂંઝવણ છે કે હું મારી ફિઝિકલ જરૂરિયાતોને કાબૂમાં નથી રાખી શકતો. હું મૅરેજ વિના જ મારી ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલી ઍક્ટિવ છું. અફસોસ એ પણ છે કે મારાં મૅરેજ તેની સાથે નથી થવાનાં. જોકે પ્રૉબ્લેમ એ છે કે ઇન્ટરકોર્સ કર્યા પછી મને અતિશય માથું દુખવા લાગે છે અને મારે પેઇન કિલર લેવી જ પડે છે. આમ તો હું સેક્સનો ભારોભાર નફરત કરું છું, પણ એનાથી દૂર રહી શકતો. મારે શું કરવું એ મને કંઈ સમજાતું નથી. 
કાંદિવલીના રહેવાસી

જો શબ્દો ચોર્યા વિના જ કહીશ કે તમે કન્ફ્યુઝ્ડ પર્સનાલિટી છો અને તમે એ કન્ફ્યુઝન જાતે ઊભું કર્યું છે. સેક્સ તમને આનંદ આપે છે અને તમે ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલી ઍક્ટિવ છો એ જ દેખાડે છે કે તમને સંસાર પ્રત્યે રાગ છે, પણ સાથોસાથ તમે કહો છો કે તમને સંસારમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જોકે એવું શું કામ છે એ તમારી વાતથી એક પણ વાર પુરવાર નથી થતું. એક વાત યાદ રાખજો કે જેને સંસાર પ્રત્યે તિરસ્કાર હોય અને સંસાર અસાર લાગતો હોય તે ક્યારેય એ દિશામાં આગળ વધે જ નહીં જે દિશામાં તમે આગળ વધી ચૂક્યા છો. સેક્સ તમને આનંદ આપે છે તો એ આનંદને સહજ રીતે સ્વીકારીને હવે સંસારને મનોમન ભાંડવાનું છોડી દો અને સંસારના આ રાગને સ્વીકારી લો. ફિઝિકલ ઇચ્છાઓની તીવ્રતા અને સંસાર તરફ વળવાની અનિચ્છા એ બન્ને વચ્ચે ઝોલાં ખાતી તમારી અવસ્થાનું પરિણામ એટલે તમારું આ કન્ફ્યુઝન.
સેક્સ પછી માથું દુખવાની ફરિયાદ નવી નથી. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે છે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે છે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે પેઇનકિલર લો છો એ ચાલી જાય, પણ સાથોસાથ તમે તમારા વિચારોને પણ સાચી દિશામાં એટલે કે સંસાર તરફ વાળો એ પણ જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 12:03 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK