Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > દીકરાનું ધાર્યું ન થાય તો તે મારવા લાગે છે

દીકરાનું ધાર્યું ન થાય તો તે મારવા લાગે છે

24 June, 2022 12:52 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

મને ખબર છે કે તેને ધમકાવવા કે ધોલધપાટ કરવાનું ખોટું છે. પણ આજે તે ઘરમાં વડીલો પર હાથ ઉપાડે છે, કાલે દોસ્તો સાથે ગડદાપાટુ કરીને આવે. અત્યારથી જ તેને શાંત કરવા માટે કંઈક તો કરવું જ પડશેને? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક સવાલ સેજલને

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


મારો દીકરો સાડા ચાર વર્ષનો છે. હવે નર્સરીમાં જવા લાગ્યો છે. લૉકડાઉનને કારણે અમે તેને પ્લે સ્કૂલમાં પણ મોકલ્યો નહોતો અને એટલે જ તેનામાં જોઈએ એવી મેનર્સ ડેવલપ નથી થઈ. તે ઘરમાં એકનો એક છે અને તેનો પડ્યો બોલ ઝીલાય છે. તેને ભાવતું ખાવાનું બને અને તેને ગમતું કરવા મળે. ઘણો સમય લૉકડાઉનમાં પરિવારના બધા જ સભ્યો સાથે રહ્યા છીએ અને એ વખતે પણ તે બહુ જ ક્રૅન્કી રહેતો હતો. જોકે બધા પાસેથી તે ધાર્યું કરાવતો. જોકે હવે તેને થોડીક ડિસિપ્લિન શીખવવાની કોશિશ કરીએ છીએ તો સામા જવાબ આપે છે અને એ પછી પણ તેને છૂટ ન આપીએ તો મારવા આવે છે. એકાદવાર તો મેં તેને સામી ધોલ મારી ત્યારે તે શાંત થયો. મને ખબર છે કે તેને ધમકાવવા કે ધોલધપાટ કરવાનું ખોટું છે. પણ આજે તે ઘરમાં વડીલો પર હાથ ઉપાડે છે, કાલે દોસ્તો સાથે ગડદાપાટુ કરીને આવે. અત્યારથી જ તેને શાંત કરવા માટે કંઈક તો કરવું જ પડશેને? 

જ્યારે પણ બાળક કોઈક ખોટું બિહેવિયર કરતું હોય ત્યારે તેનામાં કોઈ તકલીફ છે એવું વિચારવા લાગવું એ સૌથી મોટી ભૂલ છે. બાળક ત્યારે જ રિઍક્ટ કરે છે ત્યારે તેની આસપાસના વાતાવરણમાં કે તેને ટ્રીટ કરવામાં આપણી કોઈક ભૂલ થતી હોય. બાળક હાથ ઉગામતા એમ જ નથી શીખતો. કોઈકનું જોઈને જ શીખે છે. તેને આપણે શીખવીએ છીએ કે ધાર્યું કરવા માટે હાથ ઉગામી શકાય. એટલે સૌથી પહેલાં તો તેની આસપાસમાં કોણ એવું છે જે શિસ્ત શીખવવાના નામે હાથ ચલાવે છે એની શોધ કરો. ઘરનું પણ કોઈ હોઈ શકે અને નર્સરીમાં પણ એવું કંઈક હોઈ શકે છે. 
બીજું, તમારો દીકરો લૉકડાઉન દરમ્યાન પણ બહુ ક્રૅન્કી રહેતો હતો. મતલબ કે તેને અંદરથી કશુંક ઠીક નથી એવું લાગ્યા કરે છે. કોરોનાકાળ દરમ્યાન જે રિસ્ટ્રિક્શન્સ હતા એ બાળકના ઉછેરને રુંધનારા હતા. મુક્તપણે હરવાફરવાનું ન મળે, હમઉમ્ર દોસ્તો સાથે રમવાનું ન મળે અને જેને ચાઇલ્ડલાઇક પ્લે કહેવાય એવું પણ ન મળે. આ બધાની કલ્પનાતીત અસરો બાળક પર પડતી હોય છે. આવા વાતાવરણમાં બાળકને શિસ્તબદ્ધ રાખવાના પ્રયત્નને બદલે તેને પ્રેમ અને હૂંફ આપીને શાંત અને સિક્યૉર ફીલ કરાવવવું વધુ જરૂરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2022 12:52 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK