° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


શું દીકરાને ગ્રૂમ કરવા માટે કડવું ન કહેવાય?

20 May, 2022 04:45 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

સંતાનોને ગ્રૂમ કરવા હોય તો ક્યારેક કડવું પણ કહેવું જ પડે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારો દીકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે. મારી ફ્રેન્ડની દીકરી પણ એની સાથે જ છે. હું બહુ શૉર્ટ ટેમ્પર્ડ છું અને મારી ફ્રેન્ડ ખૂબ જ કૂલ. દીકરી ભૂલ કરે તોય તેને શાંતિથી કહે. જ્યારે મારાથી અકળાઈ જ જવાય. મારો દીકરો જ્યારે પણ મારી એ ફ્રેન્ડના ઘરેથી આવે ત્યારે મને કહે કે જો એ આન્ટી કેટલા સારા છે. દીકરીએ ભૂલ કરી તોય તેને ગુસ્સે નથી થતા. મને પણ લાગે કે તેને બધાની વચ્ચે ખીજાઈને મેં પણ ખોટું કર્યું છે. પણ મેં એ પણ જોયું કે મારો દીકરો ઘરના કેટલાક કામોમાં પેલી છોકરી કરતાંય વધુ ગ્રૂમ્ડ છે. દીકરાને કડવી વાત ગમતી નથી, પણ એનાથી તેનામાં સારી આદતો પડી છે એનું શું? 

સંતાનોને ગ્રૂમ કરવા હોય તો ક્યારેક કડવું પણ કહેવું જ પડે, પરંતુ કડવી વાત પણ સાચી રીતે કહેવાઈ હોય તો એની આડઅસર ઓછી થાય. જ્યારે સાચી વાત ખોટી રીતે કહેવાય તોપણ એ નુકસાનકારક બની શકે છે. તમે જે વાત કરી એમાં બે મુદ્દા મને ખાસ ધ્યાનમાં રાખવા જેવા લાગે છે. એક, હમઉમ્ર હોય એવા કોઈ બે સંતાનોને કમ્પેર ન કરવાં. ધારો કે તમારે કંઈક સમજવા માટે એમ કરવું હોય તો પણ એ મનમાં જ રાખવું. કમ્પેરિઝન બાળકના મનમાં કૉમ્પિટિશન જન્માવે છે. જેમ તમને પેલી ફ્રેન્ડ સાથે કોઈ સરખાવે તો તમને નથી ગમતું એમ બાળકને પણ એવી કમ્પેરિઝન કમ્ફર્ટેબલ નથી લાગતી.

બીજું, ગ્રૂમિંગમાં હંમેશાં હકારાત્મકતાને હથિયાર બનાવવું. તમે જેની પર ફોકસ કરશો એ વધશે. દીકરો શું નથી કરતો અથવા તો શું ખોટું કરે છે એની પર ફોકસ કરશો તો એ ખોટી ચીજો વધશે અને જો તે શું સારું કરે છે એની પર ફોકસ કરશો તો એ વધશે. દીકરો જમ્યા પછી કદી થાળી જાતે ઉપાડતો નથી અને એ માટે તેની પર જોરજોરથી અકળાવાથી તે થાળી ઉપાડતો નથી થવાનો. પણ તેની સામે જાતે થાળી ઉપાડવાની આદત ઘરના બધા જ લોકો પાડે તો એ આદત તેનામાં નૅચરલી આવવાની. જ્યારે તે થાળી ઉપાડી લે ત્યારે તેને અપ્રિશિયેટ કરવું કે આપણા ઘરના લોકોની આ સરસ આદત તું શીખી ગયો. કીપ ઇટ અપ!  ગ્રૂમિંગ અથવા તો સારી આદત પાડવા માટે પહેલાં ઘરમાં એવું વાતાવરણ બનાવવું અને જ્યારે તે એ મુજબ ઍક્ટ કરે ત્યારે તેને અપ્રિશિએટ કરવો. નેગેટિવ ઘોંચપરોણાની જરૂરત જ નહીં રહે.

20 May, 2022 04:45 PM IST | Mumbai | Sejal Patel

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

બૉયફ્રેન્ડ ભાગી જવાનું કહે છે, પણ મન ખટકે છે

સાત મહિના થયાં અમારી રિલેશનશિપને અને હવે તેની ઑફિસમાંથી ટ્રાન્સફર થઈ રહી છે. અમારે જુદા નથી જ થવું અને જો તે બીજા શહેરમાં શિફ્ટ થઈ જશે તો મળવાનું ઘટી જશે. તે તો તરત જ લગ્ન કરી લેવા તૈયાર છે, પણ મારી ફૅમિલીમાંથી એની પરવાનગી નહીં મળે.

01 July, 2022 09:34 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

દીકરાનું ધાર્યું ન થાય તો તે મારવા લાગે છે

મને ખબર છે કે તેને ધમકાવવા કે ધોલધપાટ કરવાનું ખોટું છે. પણ આજે તે ઘરમાં વડીલો પર હાથ ઉપાડે છે, કાલે દોસ્તો સાથે ગડદાપાટુ કરીને આવે. અત્યારથી જ તેને શાંત કરવા માટે કંઈક તો કરવું જ પડશેને? 

24 June, 2022 12:52 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

ત્રણ વાર બ્રેકઅપ અને પૅચઅપ થયાં છે, હવે શું?

બધા કહે છે કે તારું તો આ રોજનું થયું. આ વખતે પૅચઅપ માટે પણ મિત્રોની મદદ માગું છું તોય કોઈ તૈયાર નથી. ગર્લફ્રેન્ડ આ વખતે જબરી રિસાઈ છે એટલે તે માની જાય એવી સંભાવના બહુ ઓછી છે. 

17 June, 2022 01:06 IST | Mumbai | Sejal Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK