Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > મૅસ્ટરબેશનમાં સ્કિન પાછળ લેવામાં બહુ તકલીફ પડે છે

મૅસ્ટરબેશનમાં સ્કિન પાછળ લેવામાં બહુ તકલીફ પડે છે

09 August, 2021 11:49 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મૅસ્ટરબેશન પછી સ્કિન લાલ થઈ જાય છે અને ઘણી વખત તો એમાં કાપા પણ પડી જાય છે. મારે શું કરવું જોઈએ. હું બે વખત ડૉક્ટરને દેખાડવા ગયો, પણ પછી શરમને લીધે પાછો વળી ગયો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૨૬ વર્ષની છે. હું કૉલસેન્ટરમાં જૉબ કરું છું. મારે બે ગર્લફ્રેન્ડ હતી, પણ ક્યારેય હું કિસથી આગળ વધ્યો નથી.બીજાની સરખામણીમાં તમને મારી લાઇફ બહુ નીરસ લાગી શકે, પણ એ હકીકત છે. ચોવીસ વર્ષ સુધી મેં મૅસ્ટરબેશન પણ નહોતું કર્યું, પણ અમે ફ્રેન્ડ્સ ગોવા ગયા ત્યારથી એ શરૂ થયું. ઍક્ચ્યુઅલી મને પેઇન થતું હોવાથી હું બને ત્યાં સુધી મૅસ્ટરબેશન પણ ટાળું છું. એક્સાઇટમેન્ટ થાય છે, પણ પેનિસની ઉપરની સ્કિન પાછળ લેતી વખતે પેઇન થાય છે. મૅસ્ટરબેશન પછી સ્કિન લાલ થઈ જાય છે અને ઘણી વખત તો એમાં કાપા પણ પડી જાય છે. મારે શું કરવું જોઈએ. હું બે વખત ડૉક્ટરને દેખાડવા ગયો, પણ પછી શરમને લીધે પાછો વળી ગયો. 
કાંદિવલીના રહેવાસી

 પહેલી વાત તો એ કે તમારી ફરિયાદ બહુ સામાન્ય છે એટલે જરા પણ મનમાં ગભરાટ ન રાખો. પ્રૉબ્લેમ એ છે કે તમે તમારી પેનિસને પ્રૉપર્લી ક્લીન નથી કરતા. અધૂરામાં પૂરું તમે તમારી પેનિસની ઉપરની ફોરસ્કિનને પણ નિયમિત ધોરણે આગળ-પાછળ લેવાની પ્રૅક્ટિસ નથી કરી જેને લીધે તમને એમાં પણ તકલીફ પડી છે. મૅસ્ટરબેશન સમયે જ નહીં, ક્લીન કરતી વખતે પણ ફોરસ્કિન આગળ-પાછળ કરવામાં આવે તો એનાથી સૉફ્ટનેસ અકબંધ રહેતી હોય છે. જોકે તમારા કેસમાં એ સૉફ્ટનેસ પણ રહી હોવાથી સ્કિન પાછળ ખેંચવામાં તકલીફ પડે છે. પરાણે ખેંચવાથી અને ડ્રાય ત્વચા પર ઘર્ષણ થવાથી એ ભાગમાં લાલાશ આવી હશે અને કાપા પડ્યા હશે. પહેલાં તો તમે શાવર લેતા પહેલાં કોપરેલ તેલ વડે ઇન્દ્રિયને માલિશ કરો અને ફોરસ્કિનને પાછળ સુધી રોલ કરો. જેમ દરવાજાના મિજાગરામાં તેલ પૂરવામાં આવે એવી જ રીતે તમે પેનિસ સાથે જોડાયેલી સ્કિન પર પણ તેલનાં ડ્રૉપ્સ મૂકો અને થોડી વાર પછી સાબુથી બરાબર સાફ કરીને હૂંફાળા પાણીથી ધોઈ લો. દિવસમાં બે વાર આ ક્રિયા કરશો તો સ્વચ્છતા જળવાશે અને સ્કિનમાં સૉફ્ટનેસ આવશે એટલે એ પણ સરળતાથી પાછળ જશે.  


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2021 11:49 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK