° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


પ્રાઇવસીના અભાવે જેઠાણી સાથે ઇન્ટિમેટ રિલેશન બંધાઈ ગયા

23 November, 2021 07:34 PM IST | Mumbai | Dr. Mukul Choksi

ફિંગરિંગ અને બ્રેસ્ટ-પ્રેસિંગથી હું એક્સાઇટ થતી અને પછી તે મારી પાસે પણ એવું કરાવતાં હું પણ કરવા માંડી. મને બીક છે કે અમારી ફૅમિલીમાં આ ખબર પડશે તો બેઉની મૅરેજ લાઇફ ખરાબ થશે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૧ વર્ષની છે અને મૅરેજને ત્રણ વર્ષ થયાં છે. અમારું વન બીએચકે ઘર છે. લૉકડાઉનમાં ફૅમિલીના બધા મેમ્બર્સ વતન ચાલ્યા ગયા એટલે અમને પૂરતી આઝાદી હતી, જેનો અમે ઇન્ટિમેટ રિલેશનમાં પૂરો લાભ લીધો. જોકે હવે બધા પાછા આવી ગયા છે, જેને લીધે અમને જરા પણ છૂટ નથી મળતી. રૂમમાં પુરુષો સૂએ છે અને હૉલ-કિચનમાં હું, મારાં સાસુ, જેઠાણી અને નણંદ સૂઈએ છીએ. રાતે મને સેક્સનું બહુ મન થાય છે. મારાં જેઠાણીની પણ એવી જ હાલત હતી, જેને લીધે અનાયાસ તે મારી સાથે છૂટ લેવા માંડ્યાં અને મને પણ મજા આવવા માંડી. ફિંગરિંગ અને બ્રેસ્ટ-પ્રેસિંગથી હું એક્સાઇટ થતી અને પછી તે મારી પાસે પણ એવું કરાવતાં હું પણ કરવા માંડી. મને બીક છે કે અમારી ફૅમિલીમાં આ ખબર પડશે તો બેઉની મૅરેજ લાઇફ ખરાબ થશે. 
કાંદિવલીની રહેવાસી

અટકવું અને વહેલી તકે અટકવું. તમે બાયસેક્સ્યુઅલ રિલેશનમાં આગળ વધી જશો તો તમને કે તમારાં જેઠાણીને રોકવાનું કામ અઘરું થઈ જશે. બહેતર છે કે વહેલી તકે તમે અટકો. તમે ક્યાંય લેસ્બિયન નથી કે તમારી એવી કોઈ ઇચ્છા પણ નથી, પણ આ બધું તમને સેક્સ ન મળવાના કારણે અને તમારા મનમાં સેક્સની તીવ્ર ઇચ્છા જાગવાના કારણે બન્યું છે એટલે એમાં શારીરિક જરૂરિયાત કરતાં પણ સંજોગોએ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. જો તમને આજે પણ તમારા હસબન્ડ સાથે ઇન્ટિમેટ રિલેશન બાંધવા મળે તો તમે ખુશ છો તો પછી શું કામ લેસ્બિયન રિલેશનને આગળ વધારવા.
રહી વાત સંકડાશની તો મોકળાશ મળે એ માટે તમે આઠ-દસ દિવસે બહાર હોટેલમાં જઈને પણ આનંદ માણી શકો છો કે પછી મહિનામાં એકાદ વાર નજીકમાં ક્યાંક વન નાઇટ માટે હસબન્ડ સાથે જઈ શકો છો. શક્ય હોય તો તમે જુદા થવા વિશે પણ વિચારી શકો. સેક્સ માટે ફૅમિલીથી જુદું પડવું એ યોગ્ય નથી, પણ લેસ્બિયન રિલેશનશિપમાં આગળ વધી ન જવાય એવા ભાવથી તો અલગ રહેવું ખોટું પણ નથી લાગતું. ભાવાર્થ એટલો જ કે તમે કોઈ પણ ભોગે અટકો.

23 November, 2021 07:34 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

અચાનક જ સેક્સમાંથી રસ ઊડી ગયો છે

મને લાગે છે કે ધીમે-ધીમે નપુંસક થઈ રહ્યો છું. હું એ પણ જોઉં છું કે વાઇફ પણ હવે મને બેડ પર અવગણે છે. એને ટચ પણ કરું તો તરત જ મને કહી દે છે કે રહેવા દો, તમારાથી કંઈ થશે નહીં. 

01 December, 2021 05:22 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

પિરિયડ્સમાં સેક્સ કરીએ તો પ્રેગ્નન્સી ન રહે એ સાચું છે?

વાત રહી પ્રેગ્નન્સીની, તો તમને કહેવાનું કે પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવાથી બાળક ન જ થાય એવો કોઈ થમ્બ રૂલ નથી

30 November, 2021 04:19 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

સેક્સલાઇફની મૉનોટોની તોડીને તરોતાજા કરી નાખે એવું ફર્નિચર ટ્રાય કરવા જેવું ખરું

આ સોફા પર સૂવાથી સ્ત્રીઓને મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ્સમાં પણ રાહત રહે છે. મેકર્સનો દાવો છે કે આ ફર્નિચરથી વાત્સ્યાયન ઋષિએ કામસૂત્રમાં દર્શાવેલી સેંકડો પોઝિશન્સ યુગલને વધુ નજીક લાવી દેશે 

29 November, 2021 09:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK