Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > અડદની દાળથી પુરુષાતનમાં વધારો થાય છે એ સાચું છે?

અડદની દાળથી પુરુષાતનમાં વધારો થાય છે એ સાચું છે?

11 May, 2022 12:17 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

સ્ફૂર્તિ, શક્તિ અને પેટ ભરીને સેક્સ માણી શકાય એવો કોઈ ઉપાય ખરો?

પ્રતીકાત્મક તસવીર કામવેદ

પ્રતીકાત્મક તસવીર


અમારી બન્નેની ઉંમર લગભગ ૫૦ની થવા આવી છે. સમસ્યા એ છે કે સમાગમ પછી ખૂબ થાકી જવાય છે. પહેલાં મહિને બેથી ત્રણ વાર સમાગમ કરતો, પણ હવે પુરુષાતનમાં ઘટાડો થયો હોય એવું લાગે છે. જુવાનીમાં વારંવાર ઊંઘમાં સ્ખલન થઈ જતું હતું. હાલમાં મહિને એકાદ વાર એવું થાય છે. અત્યારે સફેદ મૂસળીનો પાઉડર ગરમ દૂધ સાથે લઉં છું. પણ થાકમાં ફરક નથી પડતો. આયુર્વેદની હર્બલ બીજી દવાઓ લેવાની હિંમત નથી કરતો. કહે છે કે અડદની દાળથી પુરુષાતનમાં વધારો થાય. શું એ સાચું છે? સ્ફૂર્તિ, શક્તિ અને પેટ ભરીને સેક્સ માણી શકાય એવો કોઈ ઉપાય ખરો?
વિરાર

સમાગમ પછી થાક લાગે છે એટલે એક્ઝૅક્ટલી શું થાય છે એ તમે નથી જણાવ્યું. શું હાંફ ચડી જાય છે? હાથ-પગના સ્નાયુઓમાં દુખાવો અને નબળાઈ વર્તાય છે કે પછી બીજું કંઈ થાય છે? થાકનાં લક્ષણો શું છે એ તપાસવાં જરૂરી છે. જો તમને હાંફ ચડી જતી હોય, ગભરામણ જેવું લાગતું હોય તો એને થાક સમજીને બેસી રહેવા જેવું નથી. તરત ડૉક્ટરનો સંપર્ક કરો. હાથ-પગના સ્નાયુઓમાં દુખાવો હોય તો એ સ્વાભાવિક છે. સંભોગ કર્યા પછી શરીરના લૉન્ગ મસલ્સમાં સ્પાઝમને કારણે એવું થઈ શકે છે. 
ક્યારેક નાઇટફૉલ થાય છે એ સ્વસ્થ હૉર્મોન્સની નિશાની છે. નબળાઈ દૂર કરવા માટે સંભોગ પછી ગરમ પાણીથી નાહવું. એનાથી મસલ્સ રિલૅક્સ થશે. અડદ કામવર્ધક છે, પણ જો એ તમે પચાવી શકતા હો તો જ. એ દાળ ખાધા પછી થોડી કસરત કરવી જરૂરી છે. તીખું-તળેલું, ખારું-ખાટું, પ્રિઝર્વેટિવ્સવાળું અને પચવામાં ભારે ખાવાનું ઓછું કરો. હવે તમારા અંતિમ સવાલ, પેટ ભરીને સેક્સ માણી શકાય એવા કોઈ ઉપાય ખરો?
ઓશોએ બહુ સરસ કહ્યું છે કે સેક્સ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે એટલે કે મનમાં હોય છે. જો તમે મનથી તૃપ્તિ લેવા માગતા હો તો એ મૅસ્ટરબેટથી પણ લઈ શકો છો અને એ પણ એવો જ આનંદ જેવો ફર્સ્ટ નાઇટમાં તમે માણ્યો હતો. કહેવાનો મતલબ એ કે તમે કામોત્તેજનાની વ્યાખ્યા બદલીને સંભોગ નહીં, પણ સહવાસ માણશો તો વધારે આનંદ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 12:17 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK