° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


મૅરેજનાં પાંચ વર્ષ પછી બાળક કરીએ તો ખામીવાળું આવી શકે?

06 December, 2021 04:31 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મારી ઉંમર ૨૯ વર્ષની છે, અમે ઈચ્છીએ છીએ કે પહેલાં અમે અમારી સેક્સલાઇફને બરાબર માણીએ અને એ પછી બચ્ચાઓની પળોજણમાં પડીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૯ વર્ષની છે, અમે ઈચ્છીએ છીએ કે પહેલાં અમે અમારી સેક્સલાઇફને બરાબર માણીએ અને એ પછી બચ્ચાઓની પળોજણમાં પડીએ. વાઇફ પણ આવું માનતી હોવાથી મેરેજને ચાર વર્ષ થયા એ પછી પણ અમે ફૅમિલી-પ્લાનિંગમાં નથી પડ્યા પણ હમણાં બે ઘટના એવી ઘટી કે જેણે અમને બન્નેને ટેન્શ કરી દીધાં. અમારાં બે સગાંને ત્યાં બાળકો જન્મ્યાં જેમાંથી એકને સાંભળવામાં તકલીફ છે તો બીજાને સ્પાઇનમાં. આ બન્ને બાળકના પેરન્ટ્સે પણ મેરેજના પાંચેક વર્ષ પછી ફૅમિલી પ્લાનિંગ કર્યુ હતું અને એ પહેલાં સેક્સ લાઇફને બરાબર માણી હતી. શું વધુ વાર સેક્સ કરીને સ્પર્મ વહાવી દઈશું તો બાળકના સ્વાસ્થ્ય પર અસર થાય?
દાદરના રહેવાસી

બાળકની હેલ્થનો આધાર એના પેરેન્ટ્સ કેટલી વાર સેક્સ માણે છે એના પર નહીં, પણ પેરન્ટ્સના જિન્સ પર આધારિત છે. હસબન્ડ કે વાઇફમાં જો કોઈ જિનેટિક ખામી હોય કે પછી પ્રેગન્નસી દરમ્યાન કોઈ પ્રકારના કૉમ્પ્લિકેશન્સ ઊભા થયાં હોય તો બાળક નબળું કે ખામીયુક્ત આવી શકે છે. બાળકની હેલ્થ અને વધારે પડતાં સેક્સને કંઈ લાગતું-વળગતું નથી પણ હા, સ્મોકિંગ, ચ્યુઇંગ ટોબેકો કે પછી આલ્કોહોલોનું સેવન કરવાની આદત લાંબા સમયથી હોય તો બાળકમાં જિનેટિક ખામી આવી શકે છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમ્યાન માતા જો સંતુલિત આહાર ન લેતી હોય અને રોજિંદા ખોરાકમાં જંક ફૂડની માત્રા વધારે હોય તો પણ બાળકના વિકાસમાં તકલીફ આવી શકે છે. 
તમારા ધ્યાન પર એક બીજી પણ વાત મૂકવાની. બાળકના ગ્રોથને અને પેરેન્ટ્સની ઉંમરને સીધો સંબંધ છે. મોટી ઉંમરે બાળક પેદા થાય ત્યારે બચ્ચાના ગ્રોથમાં તકલીફ થવાની શક્યતા રહે છે. પેરેન્ટ્સ બનવાની આદર્શ અવસ્થા માતાની ઉંમર એકવીસ-બાવીસની ગણાય છે તો પુરુષ પચ્ચીસ વર્ષે પિતા બને એ આવકાર્ય છે પણ આજકાલ આ વાતને નવદંપતિઓ ગણકારતાં નથી. પર્સનલ એડવાઇઝ છે કે આપ જે ઉંમર પર છો એ ઉંમરે જ ફૅમિલી પ્લાનિંગની શરૂઆત કરી દેશો તો એ તમારા હિતમાં છે. હવે વર્ષ રાહ જોવાને બદલે તમે પેરેન્ટહૂડની તૈયારી શરૂ કરી દો.

06 December, 2021 04:31 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

દીકરાના મોબાઇલમાં નેકેડ મૉડલની ક્લિપ જોવા મળી, શું કરવું?

તમે તેના મોબાઇલમાં જે જોયું એ બાબતે ખુલીને વાત કરીને તેને એ સમજાવવું જરૂરી છે કે તેં કોઈ ગુનો નથી કર્યો, પણ આ બધું સમજવા માટે તું હજી નાનો છે

19 August, 2022 04:01 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

ઇરૉટિક વિચાર કે હૉટ સીનથી ડિસકમ્ફર્ટ થઈ જાય છે, મારે શું કરવું?

એકાંતમાં હોઉં ત્યારે મૅસ્ટરબેશન કરવાનો પ્રયત્ન કરું તો પણ જાણે ઇચ્છા જ નથી થતી. વિરોધાભાસને કારણે ફરીથી નવા સંબંધમાં જોડાવું કે નહીં એ સમસ્યા પેદા થઈ છે. 

17 August, 2022 02:39 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

હું પ્રેગ્નન્ટ નથી તો પણ મને બ્રેસ્ટ-મિલ્ક આવે છે

પ્રેગ્નન્સી અને ડિલિવરી વિના બ્રેસ્ટમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળવું એ સાવ નૉર્મલ લક્ષણ તો નથી જ.

16 August, 2022 03:49 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK