Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ઉત્તેજના માટે પૉર્ન ક્લિપ્સની હેલ્પ લઉં છું, પણ વાઇફને પસંદ નથી

ઉત્તેજના માટે પૉર્ન ક્લિપ્સની હેલ્પ લઉં છું, પણ વાઇફને પસંદ નથી

11 August, 2021 01:21 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

હું તેને પૉર્ન-ક્લિપ્સ દેખાડું છું તો એ મોઢું બગાડે છે, જોવા માટે રાજી નથી હોતી. પ્રોપર સમાગમ થાય એની માટે હું એલૉપથીની દવા લઉં છું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર પ૭ વર્ષની છે. ચારેક વર્ષ પહેલાં ઉત્તેજનામાં તકલીફ હતી, પણ પછી પૉર્ન-ક્લિપ્સ જોઈને હસ્તમૈથુન કરું તો ઉત્તેજના આવી જતી હતી. હમણાંથી એની પણ અસરકારકતા નથી રહી. મારી વાઇફને તો પહેલેથી જ સમાગમમાં બહુ રસ નથી પડતો, છતાં મહિને એકાદ-બે વાર અમે સંભોગ કરી લઈએ છીએ. હું તેને પૉર્ન-ક્લિપ્સ દેખાડું છું તો એ મોઢું બગાડે છે, જોવા માટે રાજી નથી હોતી. પ્રોપર સમાગમ થાય એની માટે હું એલૉપથીની દવા લઉં છું. એનાથી ઉત્તેજના આવે છે અને ટકે પણ છે, પણ દવા લઉં એના બીજા દિવસે માથું ભારે રહે છે અને હાથ-પગમાં ક્યારેક ઝણઝણાટી પણ આવે છે. આ પેલી સેક્સ માટેની દવાની આડઅસર હશે? 
‌વિરારના રહેવાસી

તમારી વાત સાંભળ્યા પછી એક સામાન્ય તારણ દેખાય છે કે તમારી ઉત્તેજનાની સમસ્યા આજકાલની નહીં, પણ લાંબા સમયની છે પણ તમે એ દિશામાં વધારે નકારાત્મકતા લાવવાને બદલે ઉત્તેજના લાવવાની કોશિશ કરો છો એ સારી વાત છે, પણ તમે સેક્સ પાવર વધારવા માટેની દવા લીધા પછી જે આડઅસર દેખાય છે એ જોતાં તમારે બૉડી ચૅકઅપ કરાવી લેવું જોઈએ. સેક્સ પાવર કે પછી ઇરેકશન માટેની મેડિસિનની આડઅસર છે, પણ માત્ર એની અસર માનવાને બદલે જો તમે ડાયાબિટિસ, કૉલેસ્ટરોલ, બ્લડપ્રેશર જેવી ઉંમર આધારિત તકલીફોની તપાસ કરાવી લેશો તો એ તમારા હિતમાં છે. એ નિદાન પરથી ખબર પણ પડશે કે તમે ઇરેકશન માટેની મેડિસિન ચાલુ રાખો કે નહીં. આ રિપોર્ટના આધારે ઇન્દ્રિય-ઉત્થાનમાં તકલીફ તમને કેમ પડે છે એનું કારણ પણ જાણવા મળશે. 
વાઇફને પૉર્ન ક્લિકપ્સ જોવી નથી ગમતી એ સહજ છે. એશિયન મહિલાઓને પૉર્ન મટિરિયલમાં રસ પડતો નથી.પૉર્ન મટિરિયલથી પુરુષની સેક્સની ઇચ્છા બળવત્તર બને એ શક્ય છે, પણ મહિલાઓને એવા મટિરિયલથી ખાસ કોઈ ફરક પડે એવું પુરુષોની સરખામણીમાં ઓછું બનતું હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2021 01:21 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK