° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


બૉયફ્રેન્ડ છે અને છોકરીઓનો ટચ પણ મને આનંદ આપે છે

11 January, 2022 01:25 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

સેક્સ્યુઆલિટીનો સીધો, સાદો અને સરળ અર્થ એક નીકળે સેક્સ્યુઅલ પ્રેફરન્સ, એટલે કે તમારી પસંદગી શું છે અને તમને કોની સાથે પ્લેઝરનો આનંદ આવે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૧ વર્ષ છે. મને સેક્સ્યુઅલ પ્રેફરન્સ વિશે જાણવું છે, કારણ કે હું એ બાબતમાં બહુ કન્ફ્યુઝ છું. સામેની વ્યક્તિ હોમો કે પછી હેટ્રોસેક્સ્યુઅલ એ કેવી રીતે ખબર પડે? કોઈ બે છોકરીઓ ભેટતી હોય કે એકબીજાને વધુ સ્પર્શતી હોય તો એ લેસ્બિયન કહેવાય? અમારી કંપનીમાં મોટી એજની અને મૅરિડ હોય એવી છોકરીઓ વચ્ચે પણ ફિઝિકલ રિલેશનશિપ છે અને મેં મારી આંખો સામે જોયું છે, તો પછી તેઓ કેવી રીતે પોતાની મૅરેજ લાઇફ હેન્ડલ કરતી હોય. એ છોકરીઓને બાળકો પણ છે. હું તેમના ગ્રુપમાં જોડાયેલી ત્યારે મને પોતાને તેમના ટચથી મજા આવતી હતી, પણ મેં એ સમયે કન્ટ્રોલ કર્યો. મારે બૉયફ્રેન્ડ છે, પણ અમે ક્યારેય ઇન્ટિમસી માણી નથી અને એટલે જ હું સેક્સ્યુઆલિટી માટે હવે કન્ફ્યુઝ થાઉં છું. 
અંધેરીની રહેવાસી

સેક્સ્યુઆલિટીનો સીધો, સાદો અને સરળ અર્થ એક નીકળે સેક્સ્યુઅલ પ્રેફરન્સ, એટલે કે તમારી પસંદગી શું છે અને તમને કોની સાથે પ્લેઝરનો આનંદ આવે છે. જે તમારા સિવાય બીજી કોઈ જ વ્યક્તિ ક્યારેય કહી ન શકે. તમારી આખી વાત સાંભળ્યા પછી મારે કહેવું પડે કે તમે બીજાથી બહુ જલદી ઇમ્પ્રેસ થઈ જતાં હો એવી શક્યતા વધારે છે. તમારી કલિગને જે કરવું હોય એ કરે, એ તમને આવીને હગ કરે કે પછી તમારા ઉપરના પ્રાઇવેટ પાર્ટને ટચ કરે અને તમને મજા કરાવે, પણ એનો અર્થ એવો તો બિલકુલ નથી કે તમે તેમના જેવા છો કે પછી તમે તેમના ગ્રુપના છો. માત્ર મજા ખાતર ખોટા ગ્રુપમાં ભરાઈ પડવું યોગ્ય નથી. તમારે બૉયફ્રેન્ડ છે જેનો સીધો અર્થ છે કે તમે સહજપણે ઑપોઝિટ એટ્રેકશન તરફ ખેંચાયા છો એટલે તમે એ જ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી રાખો એ સારું છે.
તમારી ફ્રેન્ડ્સ બાયસેક્સ્યુઅલ હોઈ શકે છે, જેને લીધે તે પોતાના હસબન્ડ સાથે પણ રિલેશન રાખે છે અને મજા ખાતર લેસ્બિયન રિલેશન પણ રાખે છે. બને કે તે હસબન્ડ સાથે ખુશ હોય, પણ માત્ર મજા ખાતર ફ્રેન્ડ્સની સાથે લેસ્બિયન રિલેશન રાખતી હોય. તમે ધ્યાન રાખો કે તેવી મજાના ભાગીદાર તમે ન બનો અને બૉયફ્રેન્ડ સાથે વધુ રહો.

11 January, 2022 01:25 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

દીકરાના મોબાઇલમાં નેકેડ મૉડલની ક્લિપ જોવા મળી, શું કરવું?

તમે તેના મોબાઇલમાં જે જોયું એ બાબતે ખુલીને વાત કરીને તેને એ સમજાવવું જરૂરી છે કે તેં કોઈ ગુનો નથી કર્યો, પણ આ બધું સમજવા માટે તું હજી નાનો છે

19 August, 2022 04:01 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

ઇરૉટિક વિચાર કે હૉટ સીનથી ડિસકમ્ફર્ટ થઈ જાય છે, મારે શું કરવું?

એકાંતમાં હોઉં ત્યારે મૅસ્ટરબેશન કરવાનો પ્રયત્ન કરું તો પણ જાણે ઇચ્છા જ નથી થતી. વિરોધાભાસને કારણે ફરીથી નવા સંબંધમાં જોડાવું કે નહીં એ સમસ્યા પેદા થઈ છે. 

17 August, 2022 02:39 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

હું પ્રેગ્નન્ટ નથી તો પણ મને બ્રેસ્ટ-મિલ્ક આવે છે

પ્રેગ્નન્સી અને ડિલિવરી વિના બ્રેસ્ટમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળવું એ સાવ નૉર્મલ લક્ષણ તો નથી જ.

16 August, 2022 03:49 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK