Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ઇરૉટિક વિચાર કે હૉટ સીનથી ડિસકમ્ફર્ટ થઈ જાય છે, મારે શું કરવું?

ઇરૉટિક વિચાર કે હૉટ સીનથી ડિસકમ્ફર્ટ થઈ જાય છે, મારે શું કરવું?

17 August, 2022 02:39 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

એકાંતમાં હોઉં ત્યારે મૅસ્ટરબેશન કરવાનો પ્રયત્ન કરું તો પણ જાણે ઇચ્છા જ નથી થતી. વિરોધાભાસને કારણે ફરીથી નવા સંબંધમાં જોડાવું કે નહીં એ સમસ્યા પેદા થઈ છે. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક કામવેદ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


હું ૪૭ વર્ષનો છું. પત્નીથી છૂટો થયો છું. પત્ની હતી ત્યારેય ખાસ સેક્સલાઇફ બહુ સારી નહોતી. હવે એકલો છું અને જીવન ફરીથી શરૂ કરવાની માનસિક તૈયારી કરી છે. અફકૉર્સ પહેલાંની જેમ પ્રેમલગ્ન આ ઉંમરે નહીં થાય એટલે અરેન્જડ્-મૅરેજ માટેના પ્રયત્નો ચાલુ છે, પણ મને હવે ઉંમરની અસર થવા લાગી હોય એવું લાગે છે. ઇરોટિક વિચારો અથવા તો હૉટ સ્ત્રીઓને કે પછી એવા કોઈ સીન જોઈને મને ડિસકમ્ફર્ટ થઈ જાય છે. એવા સમયે હું પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કરવાનું પણ ટાળું છું જેથી આગળ કોઈ સમસ્યા ન થાય. ઘણી વાર તો હું મનોમન ભગવાનનું નામ પણ લેવા માડું છું, પણ એમ છતાં મારી પેનિસ ભીની થઈ જાય છે. વીર્યને બદલે ચીકણું પ્રવાહી નીકળે છે. એ પછી જબરદસ્ત ઍન્ગ્ઝાયટી ફીલ થવા લાગે છે. એકાંતમાં હોઉં ત્યારે મૅસ્ટરબેશન કરવાનો પ્રયત્ન કરું તો પણ જાણે ઇચ્છા જ નથી થતી. વિરોધાભાસને કારણે ફરીથી નવા સંબંધમાં જોડાવું કે નહીં એ સમસ્યા પેદા થઈ છે. 
વિરાર

તમને જે કંઈ થઈ રહ્યું છે એ સહજ છે, સમસ્યા નથી. સુંદર સ્ત્રીને જોઈને ઉત્તેજના આવી જાય છે એ એટલું જ નૅચરલ છે જેટલું ભાવતી વાનગી સામે પડી હોય તો નૅચરલી જ મોંમાં પાણી આવી જાય અને ભૂખ ઊઘડી જાય. એમાં પણ જ્યારે વ્યક્તિ સેક્સ્યુઅલ પાર્ટનર વિના એકલી પડે ત્યારે સ્વાભાવિકપણે સેક્સની ઝંખના વધે. જોકે પેનિસ ભીની થઈ જાય છે ત્યારે વીર્ય નીકળી જતું હોવાની શક્યતા ખૂબ ઓછી છે. જ્યારે વીર્ય નીકળે છે ત્યારે એ ઝટકા સાથે નીકળે છે. તમને જે ભીનાશ વર્તાય છે એ કાઉપર્સ ગ્રંથિમાંથી નીકળતું ચીકણું દ્રવ્ય છે. જેમ મોંમાં લાળ વધુ પેદા થાય છે એમ ઉત્તેજના દરમ્યાન પેનિસમાંથી ચીકણું અને પારદર્શક દ્રવ્ય નીકળે છે. 
તમે જો એને વીર્ય માની લેતા હો અને મનમાં કોઈ ડર ઘૂસી ગયો હોય તો ઍન્ગ્ઝાયટી થઈ શકે છે. એ જ ઉચાટભરી મનોવસ્થાથી પ્રેરાઈને તમે તમારા પર્ફોર્મન્સનું પારખું કરવા મૅસ્ટરબેશન કરવાનો પ્રયત્ન કરતા હશો. ઉચાટને કારણે એમાં સફળતા નથી મળતી. રિલૅક્સ થાઓ, મૅસ્ટરબેશનનું મન થયું હોય તો જ કરો અને મનમાંથી સમસ્યાની ભ્રમણા કાઢી નાખો. 


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2022 02:39 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK