° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


પતિ બહુ ઝડપથી ચરમસીમા પર પહોંચી જાય છે, શું કરવું?

21 June, 2022 11:01 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મારા ફ્રેન્ડ્સે આ માટે  કોઈ આયુર્વેદિક ગોળી આપી છે. એ ગોળીથી ક્યારેક ફરક લાગે છે, પણ એ લીધા પછી તેમને સાવ જ વીકનેસ આવી જાય છે. એ ગોળી વિના લાંબો સમય સેક્સડ્રાઇવ ચલાવવી હોય તો શું કરવું?

ફાઈલ તસવીર કામવેદ

ફાઈલ તસવીર

મારાં મૅરેજને એક વર્ષ થયું છે. આમ તો અમારી સેક્સલાઇફ સરસ છે, પણ હમણાંથી તેમને એક્સાઇટમેન્ટ બહુ જલદી આવી જાય છે. પેનિટ્રેશન વખતે પણ એકાદ મિનિટમાં જ ઇજેક્યુલેશન થઈ જાય છે, જેને લીધે હવે તેમને સતત ડર રહ્યા કરે છે કે ક્યાંક તેઓ વહેલું ચરમસીમા પર પહોંચી જશે તો? તેમને હાઇપરટેન્શન કે ડાયાબિટીઝ જેવી કોઈ બીમારી નથી. મારા ફ્રેન્ડ્સે આ માટે  કોઈ આયુર્વેદિક ગોળી આપી છે. એ ગોળીથી ક્યારેક ફરક લાગે છે, પણ એ લીધા પછી તેમને સાવ જ વીકનેસ આવી જાય છે. એ ગોળી વિના લાંબો સમય સેક્સડ્રાઇવ ચલાવવી હોય તો શું કરવું? ગોળી લેવા તેઓ તૈયાર નથી. 
બોરીવલી

અર્લી ઇજેક્યુલેશનને અટકાવવા માટે અપાતી આયુર્વેદિક મેડિસિનમાં ઘણી વાર અફીણનો ઉપયોગ થતો હોય છે. લાંબા ગાળે અફીણના ઉપયોગથી શરીરમાં વીકનેસ આવે છે અને પછી સમય જતાં એનું વ્યસન થઈ જાય છે. મતલબ કે એ દવા વિના તમારી સેક્સડ્રાઇવ શરૂ ન થાય એવું બનવા માંડે. એટલે બને ત્યાં સુધી એવી દવાઓ લેવામાં ન પડો એ જ બહેતર છે.  
તમારા પતિની અર્લી ઇજેક્યુલેશન એટલે શીઘ્રસ્ખલનની સમસ્યા છે અને એનું કારણ છે ઓવર-સેન્સિટિવિટી. સામાન્ય રીતે શરીરના જે ભાગને ખૂબ જ પ્રોટેક્ટેડ રાખવામાં આવે એ ભાગ ટચ સમયે વધારે સેન્સેટિવ હોય છે. જે ભાગ વધુ સંવેદનશીલ હોય તેને જરાક સરખો પણ સ્પર્શ થતાં એ ભાગ વધુ સંવેદનાઓ પેદા કરે એવું બને. 
તમારે એ સેન્સેટિવિટીને થોડી સ્ટ્રૉન્ગ કરવી પડશે. બને ત્યાં સુધી તમે રાતના સમયે અન્ડરવેઅર પહેરવાનું ટાળો. જો તમે એકલા હો તો એ પહેરવાનું અવૉઇડ કરો અને જો ઘરમાં કોઈ ન હોય તો રાતે રૂમમાં તમે એ પહેરવાનું અવૉઇડ કરો. બીજું એ કે તમે રોજ નાહતા પહેલાં એક વાર કોપરેલ અથવા તો તલનું તેલ સહેજ ગરમ કરીને એનાથી પાંચથી સાત મિનિટ સુધી હળવા હાથે તમારા પ્રાઇવેટ પાર્ટ્સ પર મસાજ કરો અને મનમાં અર્લી ઇજેક્યુલેશનની ઍન્ગ્ઝાયટી ઘર કરી ગઈ હોય તો ડિરેક્ટ્લી સેક્સડ્રાઇવને બદલે ફોરપ્લે પર થોડું ફોકસ કરો. 

21 June, 2022 11:01 AM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

વાઇફને સેક્સમાં રુચિ લેતી કરવા શું કરવું?

મને ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં અચાનક જાગી જવાય છે. એને કારણે સંભોગ સાવ જ બંધ છે. હસ્તમૈથુન અને હળવી ચેષ્ટાઓ ક્યારેક કરીએ છીએ, પણ સમાગમ કરવા જેટલી ઉત્તેજના નથી આવતી

06 July, 2022 03:24 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

પેનિટ્રેશનના પેઇનને કારણે મન મારવું પડે છે

પેનિટ્રેશન વખતે હંમેશાં દુખાવો થાય એ માન્યતા ખોટી છે

05 July, 2022 03:36 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

પ્રેગ્નન્સી માટે કેટલી વાર સેક્સ કરવું જોઈએ?

પ્રેગ્નન્સી માટે નિયમિત સેક્સ માણવું જ પડે એવું નથી

04 July, 2022 05:49 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK