Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પતિને મારામાં ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો એટલે અંતર વધતું જાય છે

પતિને મારામાં ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો એટલે અંતર વધતું જાય છે

17 November, 2021 07:29 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

હવે મને સેક્સમાં રસ નથી પડતો. ઇન્ટરનેટ પર ક્લિપ્સ જોઈને તેઓ જાતે સંતોષ લઈ લે છે અને મને સાવ જ ઇગ્નોર કરે છે. હું બીજા રૂમમાં સૂવા જતી રહું છું અને મારા હસબન્ડ પણ મને રોકતાં નથી.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મારી ઉંમર ૫૨ વર્ષની છે. લગ્નને બાવીસ વર્ષ થઈ ગયાં છે. ડિપ્રેશનને કારણે કંઈ જ કરવાની ઇચ્છા નથી થતી. સાઇકોલૉજીનું ભણેલી મારી એક ફ્રેન્ડને વાત કરી તો તો તેણે કહ્યું કે સેક્સલાઇફ ઓછી થવા માંડી એટલે તને એકલવાયાપણું લાગતું હશે. વાત એમ છે કે મારા પતિને હવે મારામાં ખાસ રસ નથી રહ્યો. અમે માંડ બેત્રણ મહિને એકાદ વાર સમાગમ કરીએ છીએ અને એ પછી પણ કોઈ જ એક્સાઇટમેન્ટ નથી રહ્યું. હવે મને સેક્સમાં રસ નથી પડતો. ઇન્ટરનેટ પર ક્લિપ્સ જોઈને તેઓ જાતે સંતોષ લઈ લે છે અને મને સાવ જ ઇગ્નોર કરે છે. હું બીજા રૂમમાં સૂવા જતી રહું છું અને મારા હસબન્ડ પણ મને રોકતાં નથી.
દહિસરનાં રહેવાસી

કપલની સેક્સલાઇફ અને ડિપ્રેશનને સંબંધ ચોક્કસપણે હોય છે. જોકે તમારી વાત સાંભળ્યા પછી લાગે છે કે તમે સેક્સલાઇફમાં જ નહીં, પણ તમારા લગ્નજીવનમાં પણ પ્રોબ્લેમ અનુભવી રહ્યા છો. તમારા મનમાં એવું ઘૂસી ગયું છે કે તમારા પતિને તમારામાં રસ નથી. એવું પણ બને કે તમે એવું માનીને સેક્સલાઇફ બાબતે ઉદાસિન રહેવા લાગ્યા હો એટલે તમારા પતિએ બીજી બાબતોમાં રસ લેવાનું શરૂ કરી દીધું હોય. 
મિડલએજમાં સ્ત્રીઓ પોતે જ બે ડગલાં પાછળ હટી જાય છે અને એવું મોટાભાગના કિસ્સામાં જોવા મળ્યું છે. પાછળ હટવું ખોટું નથી પણ પાછળ હટીને પતિને પોતાનામાં રસ નથી એમ માનીને દુઃખી થવું અને એવા આક્ષેપો કરવા એ ખોટી વાત છે. સંબંધોમાં ક્યારેય એવી વાત ન હોય કે એ આપે તો હું આપું પણ તમારી બાબતમાં એવું બની રહ્યું છે. જો તેઓ કશું ડિમાન્ડ નથી કરતાં તો તમે પણ ક્યાં ડિમાન્ડ કરો છો અને તમારી ડિમાન્ડ તો તમારી માટેની છે એ પછી પણ તમે બીજા રૂમમાં સૂવા જઈને જાતે જ તેને સંબંધોમાંથી મોકળાશ આપી દીધી છે. અંતર કરીને ફરીયાદ કરવા કરતાં બહેતર છે કે અંતર કાપવાનું કામ કરો. ફરિયાદ કરવાને બદલે જરાક ઉત્સાહપૂર્વક સામેથી ઇન્ટિમસીની પહેલ કરશો તો ખુશી થશે એ કન્ફર્મ છે. સેક્સ દરમ્યાન પેદા થતા લવહૉર્મોન્સથી આપોઆપ તમને ફીલગુડ ફીલિંગ થશે અને તમે મૂડમાં પણ રહેશો.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2021 07:29 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK