Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ડિલિવરી પછી શું અમારી અંગત લાઇફને અસર થશે?

ડિલિવરી પછી શું અમારી અંગત લાઇફને અસર થશે?

21 September, 2021 04:59 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

જે સમયસર મા-બાપ બનવાનું ટાળે છે તેણે પાછળની જિંદગીમાં ઘણો સંઘર્ષ વેઠવો પડે એવું બનતું હોય છે, એટલે તમારે બાળક માટે આ ઉંમરે જ વિચારવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૨૬ વર્ષ છે. મૅરેજને અઢી વર્ષ જેવું થયું છે. મારાં ઇન-લૉઝની ઇચ્છા છે કે તેઓ દાદા-દાદી બને, પણ મારા હસબન્ડની ઇચ્છા નથી. એનું કહેવું એવું છે કે પ્રેગન્નસી પછી વજાઇનાનો શૅપ ચેન્જ થઈ જાય છે અને એવું થશે તો આપણી સેક્સ-લાઇફ પર અસર થશે. અમે અમારી પર્સનલ લાઇફ બરાબર માણી પણ નથી. મારું મધરહૂડ પાછળ ઠેલવા શું કરું? હું નથી ઇચ્છતી કે અમે બાળક માટે થઈને અમારી પર્સનલ લાઇફને ખોઈએ.

ગોરેગામના રહેવાસી



 


તમે અત્યારે જે એજ પર છો એ એજ માતૃત્વની બેસ્ટ એજ છે એવું કહું તો ખોટું નહીં કહેવાય. જે સમયસર મા-બાપ બનવાનું ટાળે છે તેણે પાછળની જિંદગીમાં ઘણો સંઘર્ષ વેઠવો પડે એવું બનતું હોય છે, એટલે તમારે બાળક માટે આ ઉંમરે જ વિચારવું જોઈએ. બીજી વાત, તમે કહો છો કે ડિલિવરી પછી વજાઇનાનો શૅપ બદલાઈ જાય છે અે ખોટી ગેરમાન્યતા છે. આ ગેરમાન્યતા બહુ મોટા પાયે પ્રસરેલી છે અને લોકો વગર કારણે માતૃત્વને પાછળ ઠેલે છે.

વજાઇનલ મસલ્સ ઇલૅસ્ટિસિટી ધરાવે છે એટલે ડિલિવરી પછી વજાઇના મોટી થઈ જાય કે એનો શૅપ બદલાઈ જાય એવું જે કહે છે એ ખોટી વાત છે. હા, ડિલિવરી પછી વજાઇનાનો લૂક થોડો બદલાય છે અને ઇલાસ્ટીસિટીમાં ઢીલાશ આવી શકે છે, પણ એનો અર્થ એવો નથી કે એનું રૂપ બદલાઈ જાય છે. બીજી વાત પહેલી ડિલિવરીમાં તો ઇલાસ્ટીસિટી ઘટવાની સંભાવના પણ ઓછી રહે છે એટલે મનમાંથી આ ભય કાઢીને તમે વિનાસંકોચે માતૃત્વની દિશામાં આગળ વધી શકો છો. માતૃત્વ પછી સેક્સ લાઇફ પર કોઈ નકારાત્મક અસર નથી પડતી, ઊલટું બાળકની હાજરીને કારણે બન્ને વચ્ચે સેક્સ-લાઇફમાં અંતર વધશે, જે ઉત્તેજના વધારવાનું કામ કરી શકે છે અને યાદ રાખજો, ઉત્તેજના જેટલી વધારે એટલી સેક્સ-લાઇફ વધારે પ્રબળ. સીધી વાત છે, ભૂખ જેટલી વધે એટલું ફૂડ ભાવે. એમાંથી કોઈ વાંધાવચકાં નીકળે નહીં માટે તમે વિનાસંકોચે માતૃત્વ તરફ આગળ વધો. ઉંમર વધતાં ફર્ટિલિટીના ઇશ્યુઝ આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2021 04:59 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK